તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Covexin Is Still A Long Way Off: If You Don't Sign An MoU With One Company, It Will Take 3 Months To Prepare Another

રસીકરણ અભિયાન:કોવેક્સિન હજુ ઘણી દૂરઃ એક કંપની સાથે MoU ન કર્યા, તો બીજાની તૈયારીમાં 3 મહિના લાગશે

મુંબઈ/બુલંદશહેર2 મહિનો પહેલાલેખક: એમ રિયાઝ હાશમી
  • કૉપી લિંક
  • ઓછો સમય પણ ઝડપ ધીમી, ઉત્પાદન કઈ રીતે વધશે?

કોરોનાથી બચવા માટે વધારેમાં વધારે વેક્સિનેશન સૌથી મોટું હથિયાર ગણાવાઈ રહ્યું છે. પણ વેક્સિનની અછતે ચિંતા વધારી દીધી છે. જોકે કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની કોવેક્સિનનું ઉત્પાદન વધારવા બે નવી કંપનીઓ સાથે કરાર કર્યાનો દાવો કર્યો છે પણ ઉત્પાદન હજુ શરૂ થયું નથી. તેમાં મુંબઈની હાફકિન ઈન્સ્ટિટ્યૂટ સાથે તો એમઓયુ જ થયા નથી તો સરકારી કંપની બિબકોલમાં અત્યાર સુધી ભારત બાયોટેકની ટીમ પહોંચી જ નથી.

કેમ કે તેના બાદ લેબ બનશે અને જેમાં એક મહિનો લાગશે. ત્યાં અનેક કર્મચારી સંક્રમિત પણ છે. એવામાં ઉત્પાદનમાં વિલંબ થશે. એટલે કે સંપૂર્ણ તૈયારીમાં આશરે 3 મહિનાનો સમય લાગી જશે. જોકે સપ્ટેમ્બરથી કોવેક્સિનના ઉત્પાદનનું લક્ષ્ય છે.

યુપી : બિબકોલમાં કોરોનાના ઓછાયા
બુલંદશહેરમાં આવેલી બિબકોલમાં ઓગસ્ટ-સપ્ટેમ્બરથી ઉત્પાદન શરૂ કરવાનું લક્ષ્ય છે પણ અત્યાર સુધી ભારત બાયોટેકની ટીમ પહોંચી જ નથી. તેના બાદ લેબનું નિર્માણ થશે. અહીં આશરે 120 કર્મચારીઓ છે. સૂત્રો મુજબ આશરે 25 ટકા સ્ટાફ સંક્રમિત થઈ ચૂક્યો છે. જેમાં અનેક મુખ્ય વિજ્ઞાની છે. જોકે અનેક લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. ગત અઠવાડિયે બિબકોલના વાઈસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે કેન્દ્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 30 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

મહારાષ્ટ્ર : હાફકિન સાથે અત્યાર સુધી કરાર જ થયો નથી
ભાસ્કરે મુંબઈમાં હાફકિનના જીએમ સુભાષ શંકરવાર સાથે વાત કરી. તેમણે કહ્યું કે હજુ તો ભારત બાયોટેક તરફથી ટેક્નોલોજી ટ્રાન્સફર કરવાનું જ બાકી છે. જ્યાં સુધી કરાર નહીં થાય કોઈ પ્રક્રિયા શરૂ નહીં થાય. કરારનો પ્રસ્તાવ ભારત બાયોટેકને મોકલી દીધો છે. અમુક દિવસોમાં એમઓયુ થવાની આશા છે. તેના પછી ટેક્નોલોજી ટ્રાન્સફર થશે અને વેક્સિન ઉત્પાદન માટે ફેસિલિટી તૈયાર કરાશે. તેમાં વેક્સિન ઉત્પાદન માટે કેન્દ્રે 65 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. જોકે 94 કરોડ રૂપિયા મહારાષ્ટ્ર સરકાર પણ આપશે.

સતત 4 દિવસ 15 લાખથી ઓછી વેક્સિન અપાઈ
એક તરફ સરકાર વેક્સિનનું ઉત્પાદન વધારવાની કવાયત કરી રહી છે ત્યાં બીજી બાજુ વેક્સિનેશનની ઝડપી મંદ પડી ગઈ છે. તેનાથી ચિંતા વધી છે. ગત અઠવાડિયે સોમવારથી ગુરુવાર સુધી સતત 4 દિવસ 15 લાખથી ઓછા ડૉઝ અપાયા. જોકે અગાઉ આ આંકડો 15 લાખથી વધુ હતો.

6 રાજ્યોમાં 1 કરોડથી વધુ લોકોને વેક્સિન, મહારાષ્ટ્ર ટોચે
​​​​​​​
21 મે સુધી દેશમાં 19.33 કરોડ લોકોને વેક્સિન આપી દેવાઈ હતી. તેમાંથી 15.5 કરોડને પહેલો અને 4.28 કરોડને બીજો ડૉઝ આપી દેવાયો હતો. 6 રાજ્યોમાં 1 કરોડથી વધુ ડૉઝ અપાયા છે. કર્ણાટક, યુપી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને બંગાળ સામેલ છે. મહારાષ્ટ્રમાં 2 કરોડ ડૉઝ અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...