તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્લોબલાઇઝ થશે સ્વદેશી વેક્સિન:કોવેક્સિનને આ સપ્તાહે જ મળી શકે છે WHOની મંજૂરી; વિશ્વભરમાં એક્સપોર્ટ થઈ શકશે

12 દિવસ પહેલા

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ સપ્તાહે જ ભારતની સ્વદેશી કોરોના વેક્સિન કોવેક્સિનને મંજૂરી આપી શકે છે. જેનું પ્રોડક્શન હૈદરાબાદની કંપની ભારત બાયોટેક કરી રહ્યું છે. મંજૂરીને કારણે ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં કોવેક્સિનના ડોઝ જેઓએ લીધા છે તેમને ફાયદો મળશે.

WHOનું એપ્રુવલ ન મળવાને કારણે અત્યાર સુધી કોવેક્સિનના ડોઝ જેઓએ લીધા છે તેઓ વિદેશ યાત્રા કરી શકતા ન હતા. મંજૂરી મળ્યા બાદ તેને વેક્સિન પાસપોર્ટની જેમ ઉપયોગ કરી શકાશે. કંપની વેક્સિનને સહેલાયથી દુનિયભરમાં એક્સપોર્ટ પણ કરી શકશે. ભારત બાયોટેકે એપ્રુવલ માટે WHO-જિનિવામાં એપ્લીકેશન આપી હતી. કોવેક્સિનને અત્યાર સુધીમાં 13 દેશોએ મંજૂરી આપી છે.

વડાપ્રધાન મોદીએ દિલ્હી AIIMSમાં કોવેક્સિનના બંને ડોઝ લીધા હતા
વડાપ્રધાન મોદીએ દિલ્હી AIIMSમાં કોવેક્સિનના બંને ડોઝ લીધા હતા

સંક્રમણ પર 78% ઈફેક્ટિવ
કોવેક્સિનને ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ મળીને બનાવી છે. ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ્સ પછી કંપનીએ દાવો કર્યો હતો કે વેક્સિનની ક્લિનિકલ એફિકેસી 78% છે. એટલે કે કોના ઈન્ફેક્શનને રોકવામાં 78% ઈફેક્ટિવ છે. સારી વાત એ છે કે જેઓએ ટ્રાયલ્સમાં આ વેક્સિન લીધી હતી તેમાંથી કોઈનામાં પણ ગંભીર લક્ષણ જોવા મળ્યા ન હતા. એટલે કે ગંભીર લક્ષણોને રોકવાના મામલે આ વેક્સિનની ઈફેક્ટિવનેસ 100% છે.

ICMRનો દાવો- તમામ વેરિયેન્ટ પર અસરદાર
કોવેક્સિન બનાવવામાં મદદ કરનાર ICMRનો દાવો છે કે આ વેક્સિન તમામ પ્રકારના વેરિયેન્ટ્સ પર અસરદાર છે. એટલે કે ન તો માત્ર UK, બ્રાઝીલ અને દક્ષિણ આફ્રિકી વેરિયેન્ટ પર પરંતુ ભારતના 10થી વધુ રાજ્યોમાં સામે આવેલા ડબલ મ્યૂટન્ટ વેરિયેન્ટ પર પણ આ અસરદાર સાબિત થઈ છે.

WHOના ઈમરજન્સી યુઝ એપ્રુવલનું શું મહત્વ છે?

  • WHOના ઈમરજન્સી યુઝ લિસ્ટિંગમાં મહામારી જેવી પબ્લિક હેલ્થ ઈમરજન્સીમાં હેલ્થ પ્રોડક્ટની સેફ્ટી અને ઈફેક્ટિવનેસને તપાસવામાં આવે છે. WHOએ ફાઈઝરની વેક્સિનને 31 ડિસેમ્બર 2020નાં રોજ, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને 15 ફેબ્રુઆરી 2021નાં રોજ અને જોનસન એન્ડ જોનસનની વેક્સિનને 12 માર્ચે ઈમરજન્સી યુઝ માટે એપ્રુવલ આપ્યું હતું.
  • WHOના જણાવ્યા મુજબ ઈમરજન્સીની સ્થિતિને જોતા તાત્કાલિક દવા, વેક્સિન અને ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિકસિત કરવા અને એપ્રુવલ આપવું જરૂરી છે. તે પણ સેફ્ટી, એફિકેસી અને ક્વોલિટીના માપદંડ પર યોગ્ય રાખતા. આ એસસમેન્ટ મહામારી દરમિયાન વ્યાપક સ્તરે લોકો માટે આ પ્રોડક્ટસની ઉપયોગિતા સુનિશ્ચિત કરે છે.
અન્ય સમાચારો પણ છે...