તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • WHO's Chief Scientist Says India Biotech Vaccine Data Satisfactory; Its Overall Efficiency Even Higher

કોવેક્સિનને ઝડપથી મળશે એપ્રૂવલ:WHOના ચીફ સાયન્ટિસ્ટે કહ્યું- ભારત બાયોટેકની વેક્સિનના ડેટા સંતોષકારક; એની ઓવરઓલ એફિકેસી પણ વધુ

વોશિંગ્ટન25 દિવસ પહેલા
  • કોવેક્સિનને એપ્રૂવલ અપાવવા માટે કંપનીએ 19 એપ્રિલે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ સબ્મિટ કર્યું હતું
  • ડેલ્ટા વેરિયન્ટ સામે આ વેક્સિન 93.4 ટકા સુધી અસરકારક છે

કોરોનાની વિરુદ્ધની લડાઈમાં ભારતની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને ઝડપથી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)માંથી એપ્રૂવલ મળી શકે છે. એને હૈદરાબાદસ્થિત કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)ની સાથે મળીને તૈયાર કરી છે.

આ વેક્સિનને WHOના ચીફ સાયન્ટિસ્ટે પણ અસરકારક ગણાવી છે. WHOના ચીફ સાયન્ટિસ્ટ ડો.સૌમ્યા સ્વામિનાથને કહ્યું હતું કે કોવેક્સિનની ટ્રાયલનો ડેટા સંતોષજનક લાગી રહ્યો છે. એ પછી કોવેક્સિનને WHOની મંજૂરી મળવાની શકયતા વધી ગઈ છે.

23 જૂને થઈ હતી પ્રી-સબ્મિશન મીટિંગ
એક ઈન્ટરવ્યુમાં સ્વામિનાથન જણાવ્યું હતું કે ભારત બાયોટેક અને WHOની વચ્ચે પ્રી-સબ્મિશન મીટિંગ 23 જૂને થઈ હતુી અને હવે એની ટ્રાયલનો ડેટા એકત્રિત કરાઈ રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોવેક્સિન કોરોના ડેલ્ટા વેરિયન્ટ પર ઓછી અસરકારક છે, એમ છતાં એ એક હદ સુધી સફળ સાબિત થઈ છે. આ વેક્સિનની ઓવરઓલ અફિકેસી ઘણી વધુ છે.

WHOને EOIએ મંજૂર કરી હતી
આ પહેલાં ભારત બાયોટેકના એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ(EOI)ને WHOએ સ્વીકાર કર્યું હતું. કોવેક્સિનને એપ્રૂવલ અપાવવા માટે કંપનીએ 19 એપ્રિલે EOI સબ્મિટ કર્યું હતું.

77.8 ટકા અસરકારક છે કોવેક્સિન
ભારત બાયોટેકે ગત શનિવારે એટલે કે 26 જૂને વેક્સિનના ત્રીજા ફેઝની ટ્રાયલના ડેટા જાહેર કર્યા હતા. એમાં જણાવવામાં આવ્યું હતું કે કોવેક્સિન સિમ્પ્ટોમેટિક લોકો પર 77.8 ટકા અસરકારક છે. એમાં જણાવવામાં આવ્યું હતું કે ગંભીર લક્ષણવાળા મામલાની વિરુદ્ધ આ વેક્સિન 93.4 ટકા અસરકારક છે. જોકે ડેલ્ટા વેરિયન્ટની વિરુદ્ધ સુરક્ષા આપવાના મામલામાં આ વેક્સિન 93.4 ટકા સુધી અસરકારક છે. જોકે ડેલ્ટા વેરિયન્ટની વિરુદ્ધ સુરક્ષા આપવાના મામલામાં એની એફિકેસી 65.2 ટકા સાબિત થઈ હતી.

WHOના ઈમર્જન્સી યુઝ એપ્રૂવલનું શું મહત્ત્વ છે?

  • WHOના ઈમર્જન્સી યુઝ લિસ્ટિંગમાં મહામારી જેવી પબ્લિક હેલ્થ ઈમર્જન્સીમાં હેલ્થ પ્રોડક્ટની સેફટી અને ઈફેક્ટિવનેસને તપાસવામાં આવે છે. WHOએ ફાઈઝરની વેક્સિનને 31 ડિસેમ્બર 2020, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને 15 ફેબ્રુઆરી 2021 અને જોનસન એન્ડ જોનસનની વેક્સિનને 12 માર્ચના રોજ ઈમર્જન્સી યુઝ એપ્રૂવલ આપ્યું હતું.
  • WHOના જણાવ્યા મુજબ, ઈમર્જન્સીને જોતાં ઝડપથી દવા, વેક્સિન અને ડાગ્નોસ્ટિક ટુલ્સ વિકસિત કરવા એપ્રૂવ કરવું જરૂરી છે. એ પણ સેફટી, અફિકેસી અને ક્વોલિટીના માપદંડ પર યોગ્ય હોવા જોઈએ. આ એસેસમેન્ટ મહામારી દરમિયાન વ્યાપક સ્તર પર લોકો માટે આ પ્રોડક્ટ્સની ઉપયોગિતા સુનિશ્ચિત કરે છે.