તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Covaxin Phase III Trial Results Announced: Effective Up To 93% Even In Severe Cases Of Corona

78% અસરકારક:ભારત બાયોટેકે ફેઝ-3ના ક્લિનિકલ ટ્રાયલના ફાઇનલ ડેટા જાહેર કર્યો, ડેલ્ટા વેરિયન્ટ પર વેક્સિન 65% અસરકારક; ગંભીર કેસમાં પણ 93% અસરકારક

હૈદરાબાદએક મહિનો પહેલા
  • ડેલ્ટા વેરિયન્ટ સામે પણ કોવેક્સિન 65.2% અસરકારક જણાઈ છે

સ્વદેશી વેક્સિન ઉત્પાદક ભારત બાયોટેકે કોવેક્સિન (Covaxin Vaccine)ના ત્રીજા અને અંતિમ તબક્કાની ટ્રાયલ પૂર્ણ કરી લીધી છે, સાથે જ કંપની દ્વારા ત્રીજા તબક્કાનાં પરિણામો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યાં છે. એવું કહેવામાં આવ્યું હતું કે કોવેક્સિન ગંભીર દર્દીઓ અને ડેલ્ટા વેરિયન્ટના દર્દીઓ પર અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.

દુનિયાભરમાં ભય ફેલાવી રહેલા ડેલ્ટા વેરિયન્ટ સામે પણ કોવેક્સિન 65.2% અસરકારક જણાઈ છે, જ્યારે ગંભીર સંક્રમણથી બચવા માટે કોવેક્સિન 93.4% અસરકારક છે. ભારત બાયોટેકે ત્રીજા તબક્કાનાં પરિણામોના આધારે જણાવ્યું હતું કે કોવેક્સિન કોરોના સામે એકંદરે 77.8% અસરકારક હોવાનું જણાયું છે.

ડેલ્ટા વેરિયન્ટ સામે છે અસરકારક
જ્યારે દુનિયાભરમાં ભય ફેલાવતા ખતરનાક ડેલ્ટા વેરિયન્ટ સામે આ વેક્સિન 65.2% અસરકારક હોવાનું જણાયું છે, જ્યારે ગંભીર સંક્રમણથી બચવા માટે કોવેક્સિન 93.4% અસરકારક હોવાનું જણાઈ આવ્યું છે. એ Asymptomatic કોરોના દર્દીઓ પર 63.6% અસરકારક સાબિત થઈ છે.

ડેલ્ટા વેરિયન્ટ સામે કોવેક્સિન 65.2% અસરકારક હોવાનું જણાયું છે.
ડેલ્ટા વેરિયન્ટ સામે કોવેક્સિન 65.2% અસરકારક હોવાનું જણાયું છે.

કોવેક્સિનની એફિકેસી 77.8%
કોવેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલમાં જાણવા મળ્યું છે કે એની ઓવરઓલ એફિકેસી 77.8% મળી છે, જ્યારે કોરોના વાયરસના ગંભીર સંક્રમણ પર એની ઓવરઓલ એફિકેસી 93.4% જાણવા મળી છે.

જણાવવામાં આવ્યું છે કે કોવેક્સિન 60 વર્ષથી વધુ વયના લોકો પર 67.8% અને 60 વર્ષથી ઓછી વયના લોકો પર 79.4% અસરકારક છે, જોકે ત્રીજા તબક્કાની ટ્રાયલ દરમિયાન લગભગ 99 વોલંટિયર્સમાં ગંભીર આડઅસર પણ જોવા મળી.

ગંભીર સંક્રમણથી બચવા માટે કોવેક્સિન 93.4% અસરકારક છે.
ગંભીર સંક્રમણથી બચવા માટે કોવેક્સિન 93.4% અસરકારક છે.

જાણો કંઇ બાબતમાં કેટલી અસરકારક છે કોવેક્સિન-

  • Asymptomatic કેસ : 63% અસરકારક.
  • ડેલ્ટા વેરિયન્ટ : 65% અસરકારક.
  • હળવા, મધ્યમ અને ગંભીર કેસ : 78% અસરકારક.
  • ગંભીર કોરોનાના કેસ: 93% અસરકારક; તમને જણાવી દઈએ કે કંપનીએ આ ટ્રાયલ કોરોનાના 130 પુષ્ટિ થયેલા કેસો પર કરી છે.

SECએ આપી હતી ડેટાની મંજૂરી
કંપનીએ થોડા દિવસ પહેલા જ ટ્રાયલના ડેટા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને આપ્યા હતા. ત્યાર બાદ સબ્જેક્ટ એક્સપર્ટવ કમિટી (SCE)ની મહત્વની બેઠક મળી હારી અને વેક્સિનના ત્રીજા તબક્કાની ટ્રાયલના ડેટાને મજૂરી આપવામાં આવી હતી.

WHOએ EOI મંજૂર કર્યું હતું
આ પહેલા ભારત બાયોટેકના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI)ને WHOએ સ્વીકાર્વ કર્યો હતો. કોવેક્સિનને મંજૂરી મળ્યા બાદ કંપનીએ 19 એપ્રિલે EOI સબમિટ કર્યું હતું.

WHOની ઈમરજન્સી ઉપયોગની મંજૂરીની શું મહત્વ છે?

  • WHOની ઈમરજન્સી યુઝ લિસ્ટિંગમાં મહામારી જેવા જાહેર આરોગ્ય ઇમરજન્સીમાં આરોગ્ય ઉત્પાદનની સલામતી અને અસરકારકતાની તપાસ કરે છે. WHOએ 31 ડિસેમ્બર 2020ના રોજ ફાઇઝરની વેક્સિન, ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનને 15 ફેબ્રુઆરી 2021 ના રોજ અને જોહ્ન્સન અને જોહ્ન્સનની વેક્સિનને 12 માર્ચે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી.
  • WHO અનુસાર, ઈમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને જલદીમાં જલ્દી દવાઓ, વેક્સિન અને ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિકસિત કરવું અને મંજૂરી આપવી જરૂરી છે. તે પણ સલામતી, કાર્યક્ષમતા અને ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતાં. આ એસેસમેન્ટ મહામારી દરમિયાન વિશાળ સ્તરે લોકો માટે આ ઉત્પાદનોની ઉપયોગિતાની ખાતરી આપે છે.
અન્ય સમાચારો પણ છે...