• Gujarati News
  • National
  • Covaxin COVID 19 Vaccine Bharat Biotech Submits Covaxin Phase 3 Clinical Trial Data To DCGI

કોવેક્સિનની સફળતા:ભારત બાયોટેકની સ્વદેશી કોરોના વેક્સિન 77.8% અસરકારક; ફેઝ-3ના ટ્રાયલના ડેટાને SECની મંજૂરી

4 મહિનો પહેલા

હૈદરાબાદની કંપની ભારત બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિન ફેઝ-3માં ક્લિનિકલ ટ્રાયલમાં 77.8% અસરકારક સાબીત થઈ છે. કંપનીએ ગયા સપ્તાહમાં જ ટ્રાયલના ડેટા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ને સોંપ્યો હતો. જે વિશે મંગળવારે સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC)ની મહત્વની મીટિંગ થઈ હતી. તેમાં વેક્સિનના ત્રીજા ફેઝના ટ્રાયલ ડેટાને મંજૂરી આપવામાં આવી હતી.

25,800 લોકો પર ફેઝ-3ની ટ્રાયલ કરવામાં આવી હતી. તેમાં જોવા મળ્યું હતું કે, કોરોના સામે આ વેક્સિન કેટવી અસરકાર છે. SECની મંજૂરી પછી આ ડેટાને હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)માં સબમિટ કરી દેવામાં આવ્યા છે. કોવેક્સિનને ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસ્રચ (ICMR) સાથે મળીને ડેવલપ કરી છે.

માર્ચમાં જાહેર કર્યું હતું પ્રાથમિક પરિણામ
આ પેલાં માર્ચમાં ભારત બાયોટેકે ફેઝ-3 ટ્રાયલનું વચગાળાનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. પ્રાથમિક પરિણામ તરફથી કહેવામાં આવ્યું હતું કે, કોવેક્સિન કોરાના સંક્રમણને ટક્કર આપવામાં 81% અસરકારક છે. જ્યારે વેક્સિન સંક્રમણ પછી ગંભીર બીમારીઓ અથવા હોસ્પિટલમાં દાખલ થવા સામે 100% બચાવ કરે છે.

WHOએ EOIને આપી મંજૂરી
આ પેહલાં ભારત બાયોટેકના એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ (EOI)ને WHOએ સ્વીકારી લીધી છે. કોવેક્સિનને અપ્રુવલ અપાવવા માટે કંપનીએ 19 એપ્રિલે EOI સબમિટ કર્યું હતું. આ વિશે હવે પ્રી સબમિશન મીટિંગ 23 જૂને થવાની છે.

WHOના ઈમરજન્સી ઉપયોગની મંજૂરીનું શું મહત્વ હોય છે?

  • WHOના ઈમરજન્સી યુઝ લિસ્ટિંગમાં મહામારી જેવી પબ્લિક હેલ્થ ઈમરજન્સીમાં હેલ્થ પ્રોડક્ટની સેફ્ટી અને ઈફેક્ટિવનેસની તપાસ કરવામાં આવે છે. WHOએ ફાઈઝરની વેક્સિનને 31 ડિસેમ્બર 2020, ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને 15 ફેબ્રુઆરી 2021 અને જોનસન એન્ડ જોનસનની વેક્સિનને 12 માર્ચે ઈમરજન્સી ઉપયોગ માટે અપ્રુવલ આપી હતી.
  • WHO પ્રમાણે ઈમરજન્સીની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઝડપથી દવા, વેક્સિન અને ડાયગ્નોસ્ટિક ટૂલ્સ વિકસીત કરવું અને મંજૂર કરવું જરૂરી છે. તે પણ સેફ્ટી, ઈફેક્ટિવનેસ અને ગુણવત્તાને ધ્યાનમાં રાખીને. આ અસેસમેન્ટ મહામારી દરમિયાન મોટા સ્તરે લોકો માટે આ પ્રોડક્ટ્સની ઉપયોગિતા નક્કી કરે છે.

જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે અપ્રુવલ મળવાની શક્યતા
કોવેક્સિનને જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે WHOની ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળવાની શક્યતા છે. કંપનીએ જણાવ્યું કે, 60 દેશોમાં કોવેક્સિન માટે રેગ્યુલેટરી અપ્રુવલ્સની પ્રોસેસ ચાલી રહી છે. તેમાં કોરોનાથી સૌથી વદારે પ્રભાવિત અમેરિકા અને બ્રાઝિલ પણ સામેલ છે. અપ્રુવલ માટે WHO- જિનેવાએ પણ એપ્લીકેશન આપી છે.
કંપનીના જણાવ્યા પ્રમાણે, કોવેક્સિનને અત્યાર સુધીમાં 13 દેશોમાં મંજૂરી મળી છે. મોટાભાગના દેશ તેમના ત્યાં આવનાર લોકોના વેક્સિન પર ભાર આપી રહ્યા છે. જેમણે વેક્સિન નથી લીધી તેઓ RT-PCR ટેસ્ટના નેગેટિવ રિપોર્ટ સાથે મુસાફરી કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...