• Gujarati News
 • National
 • Covacin Is Not Used In Cow's Serum, The Vaccine Is Used To Prepare Cells; All The Information You Need To Know About This Controversy

ભાસ્કર એક્સપ્લેનર:કોવેક્સિનમાં નથી ગાયના વાછરડાનું સીરમ, વેક્સિન માટે સેલ્સ તૈયાર કરવામાં થયો છે ઉપયોગ; આ વિવાદની એવી તમામ માહિતી જે જાણવી જરૂરી છે

4 મહિનો પહેલાલેખક: રવીન્દ્ર ભજની
 • કૉપી લિંક

ભારત બાયોટેકે કોવેક્સિન તૈયાર કરવામાં નવજાત વાછરડાના સીરમનો ઉપયોગ કર્યો છે.વિકાસ પટનીએ માહિતી મેળવવાના અધિકાર હેઠળ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)પાસેથી આ માહિતી પ્રાપ્ત કરી છે. આ અંગે વ્યાપક પ્રમાણમાં વિવાદ સર્જાયો છે ત્યારે સરકાર તથા ભારત બાયોટેક બન્નેએ સ્પષ્ટતા આપવી પડી છે.

કોંગ્રેસના નેશનલ કોઓર્ડિનેટર ગૌરવ પાંધીના એક ટ્વિટને લીધે આ વિવાદ સર્જાયો છે. તેમણે RTIના જવાબમાં મળેલા કેટલાક દસ્તાવેજ પણ શેર કર્યાં છે. પાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે માની લીધુ છે કે ભારત બાયોટેકની વેક્સિનમાં ગાયના વાછડાના સીરમનો સમાવેશ થાય છે. આ ખૂબ જ ખરાબ બાબત છે. આ અંગે અગાઉથી જ લોકોને માહિતગાર કરવાની જરૂર હતી.

પ્રતિક્રિયા આપવા માટે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા સામે આવ્યા અને તેમણે કહ્યું કે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ચાલો સમજીએ કે છેવટે આ ઘટના શું છે, પ્રશ્નો અને જવાબ મારફતે આ અંગે આપણે સમજશું....

શું વેક્સિન તૈયાર કરવામાં વાછડાના સીરમનો ઉપયોગ થાય છે?

 • હા, આ એક સામાન્ય પ્રક્રિયા છે. ભારતની લગભગ તમામ વેક્સિન ઉત્પાદક તેનો ઉપયોગ કરે છે. પોલિયોની વેક્સિન પણ આવી જ રીતે તૈયાર થાય છે. હકીકતમાં વેક્સિન તૈયાર કરવામાં વાઈરસને નબળો કરવામાં આવે છે.
 • આ માટે મોટી સંખ્યામાં વાઈરસ જોઈએ. વેક્સિન કંપનીઓ વાછડાના સીરમનો ઉપયોગ સેલ્સને વિકસીત કરવા માટે કરે છે. તેમા વાઈરસને દાખલ કરી શકાય છે. બાદમાં આ વાઈરસને નબળો પાડવા વેક્સિનમાં લેવામાં આવે છે.

તો શું જે કોવેક્સિન આપણે લગાવી છીએ તેમા વાછડાનું સીરમ છે?

 • ના, તેમા વાછડાનું સીરમ નથી. હકીકતમાં વાછડાના સીરમનું કામ ઘણું મર્યાદિત હોય છે. વેક્સિન તૈયાર કરતા પહેલા સેલ્સ વિકસિત થાય છે. જેમને વાઈરસથી સંક્રમિત કરવામાં આવે છે. આ સેલ્સને તૈયાર કરવામાં વાછડાના સીરમનો ઉપયોગ કરવો જરૂરી હોય છે.
 • જ્યારે સેલ્સ વિકસિત થઈ જાય છે તો તેને પ્યુરીફાઈ કરે છે. આ દરમિયાન સેલ્સ એક રાસાયણિક પ્રક્રિયામાંથી પસાર થાય છે અને ત્યારબાદ તેમા વાછડાના સીરમનો અંશ રહેવાની કોઈ જ સંભાવના રહેતી નથી. ભારત બાયોટેકના મતે તેને લીધે અંતિમ પ્રોડક્ટ એટલે કે કોવેક્સિનમાં વાછડાનું સીરમ રહેતું નથી.

તો એ જણાવો કે શું સીરમ માટે વાછડાની હત્યા કરવામાં આવી છે?

 • નહીં, વૈજ્ઞાનિક લાંબા સમયથી ગાયના ભ્રુણનો ઉપયોગ કરતા રહ્યા છે. અગાઉ આ માટે ગર્ભવતી ગાયોને મારવામાં આવતી હતી. પણ હવે આ પ્રક્રિયા બદલાઈ ગઈ છે. પશુઓને ક્રૂરતાથી બચાવવા માટે હવે નવજાત વાછડાનું બ્લડ સીરમ લેવામાં આવે છે. સામાન્ય રીતે જન્મના 3થી 10 દિવસની અંદર તેને કાઢવામાં આવે છે.
 • ભારતમાં ગૌહત્યા પ્રતિબંધિત છે. આ કારણથી મોટાભાગના બ્લડ સીરમ બાયોલોજીકલ રિસર્ચ કરનારી લેબ્સથી આયાત કરવામાં આવે છે. વાણિજ્ય મંત્રાલયના મતે વર્ષ 2019-20માં બે કરોડ રૂપિયાનું સીરમ આયાત કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ આંકડો ઘણો વધારે હોઈ શકે છે, કારણ કે એપ્રિલ અને જૂન વચ્ચે એટલે કે આશરે ત્રણ મહિનામાં રૂપિયા 1.5 કરોડનું સીરમ આયાત થઈ ચુક્યું છે.

આ મુદ્દે આટલું રાજકારણ અને વિવાદ શા માટે થઈ રહ્યો છે?

 • કોંગ્રેસે આ મુદ્દા મારફતે સોશિયલ મીડિયા પર કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો છે. આરોપ લગાવ્યો કે સરકારે કોવેક્સિનમાં ગાયના વાછડાના લોહીનો સમાવેશ કર્યાં અંગેની વાત છૂપાવી છે. જવાબમાં ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી કોવેક્સિન અંગે ભ્રમ ફેલાવી રહી છે. કોંગ્રેસ મહાપાપ કરી રહી છે.
 • પણ નિષ્ણાતોનું કહેવું છે કે સમગ્ર વિશ્વમાં વેક્સિન તૈયાર કરાવની પ્રક્રિયામાં વાછડાના લોહીથી સીરમ કાઢવામાં આવે છે. આ વિષય રાજકીય નથી પણ વિજ્ઞાનને લગતો છે. અને તે પ્રથમ વખત નથી.

તો શું સરકારે આ વાત છૂપાવી હતી?

 • નહીં, ભારત બાયોટેકે પ્રી-ક્લિનિકલ ટ્રાયલ્સથી લઈ દરેક સ્ટડીમાં તેની જાણકારી આપી છે. અને તે કોઈ નવી વાત નથી. તે એક પ્રમાણિત પ્રક્રિયા છે, જેમાં કોઈ વાત છૂપાવવામાં આવી નથી.

તો આ અંગે સરકાર અને કંપની શું કહેવા માગે છે?

 • સોશિયલ મીડિયા પર વિવાદ થયો તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને ભારત બાયોટેકે સ્પષ્ટતા કરી છે. મંત્રાલયનું કહેવું છે કે હકીકતોને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. નવજાત વાછડાનું સીરમ વિરો સેલ્સની સંખ્યા વધારવા માટે થાય છે. વિરો સેલ્સને વધારવા માટે વિશ્વભરમાં આ પ્રક્રિયા અપનાવવામાં આવે છે. કોવિડ ઉપરાંત પોલિયો, રેબીઝ અને ઈન્ફ્લુએન્ઝા વેક્સિન પણ આ પ્રકારે જ તૈયાર કરવામાં આવે છે.
 • આ વિરો સેલ્સને પાણી, કેમિકલ્સ અને અન્ય પ્રક્રિયાથી સાફ કરવામાં આવે છે. આ નવજાત વાછડાના સીરમથી મુક્ત કરવામાં આવે છે. ત્યારબાદ જ વિરો સેલ્સને વાઈરલ ગ્રોથ માટે કોરોના વાઈરસથી ઈન્ફેક્ટ કરવામાં આવે છે.
 • આ કારણથી અંતિમ પ્રોડક્ટ (કોવેક્સિન)માં નવજાત વાઠડાનું સીરમ હોતું નથી. વેક્સિનના અંતિમ પ્રોડક્ટમાં ઈનગ્રેડિએન્ટ તરીકે તેનો સમાવેશ કરવામાં આવતો નથી.

નિષ્ણાતો શું કહે છે?

 • વાઈરોલોજીસ્ટ શાહિદ જમીલનું કહેવું છે કે વેક્સિન તૈયાર કરવાની પ્રક્રિયામાં ગાયના વાછડાના બ્લડ સીરમનો ઉપયોગ થવો તે કોઈ નવી વાત નથી. ઈન્ફ્લુએંઝા જેવી વેક્સિનમાં પણ ઉપયોગ થાય છે. તેનો અર્થ એવો નથી કે વેક્સિનમાં ગાયના વાછડાના બ્લડ સીરમ છે. આ પ્રકારનો પ્રશ્ન જ અયોગ્ય છે.