તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • CoV Vaccine Trial Underway, AIIMS Director Says Pfizer Vaccine Could Also Be Given To Children

બાળકો માટેની બીજી વેક્સિન:કોવેક્સિનની ટ્રાયલ ચાલુ, AIIMS ડિરેક્ટરે કહ્યું- ફાઇઝરની વેક્સિન પણ બાળકોને આપી શકાશે

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • ટૂંક સમયમાં જ દેશમાં બાળકો માટેની વેક્સિન ઉપલબ્ધ થશે
  • બાળકો પર ભારત બાયોટેકની કોવેક્સિનની ટ્રાયલ ચાલુ

2 થી 18 વર્ષના બાળકો-કિશોરો માટે કોવેક્સિનની ટ્રાયલ ચાલુ છે. આ સાથે હવે ટૂંક સમયમાં જ બાળકો માટેની બીજી વેક્સિન મળવાની આશા વધી છે. AIIMS ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે અમેરિકન કંપની ફાઇઝરની વેક્સિન પણ બાળકોને આપી શકાશે.

ગુલેરિયાએ CNN-ન્યૂઝ 18ને આપેલા કે ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે આ પહેલી તક નથી, જ્યારે ભારતે કોઈ વેક્સિનને વિના ટ્રાયલ જ ગ્રીન સિગ્નલ આપી હોય. કેન્દ્રએ પહેલા પણ આવી વેક્સિનને મંજૂરી આપી છે, જેને અમેરિકા, બ્રિટન, યુરોપ, WHO દ્વારા ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી મળી ચૂકી છે. એવામાં અમને લાગે છે કે ટૂંક સમયમાં જ ભારતમાં વયસ્કો અને વયસ્કો અને બાળકો માટે બીજી વેક્સિન ઉપલબ્શ થશે. ફાઇઝરની વેક્સિન ટૂંક સમયમાં જ ભારત પહોંચી રહી છે.

લખનઉના કેડી સિંહ બાબુ સ્ટેડિયમમાં કોરોના વેક્સિન ડ્રાઈવ ચલાવવામાં આવી.
લખનઉના કેડી સિંહ બાબુ સ્ટેડિયમમાં કોરોના વેક્સિન ડ્રાઈવ ચલાવવામાં આવી.

પહેલા ફાઇઝરના ડેટા ન હતા, હવે ઉપલબ્ધ છે- ગુલેરિયા
ગુલેરિયાએ વધુમાં જણાવ્યુ હતું કે ફાઇઝર અને મોડર્ના જેવી વેક્સિનને ભારત લાવવા માટે શરૂઆતમાં વિલંબ એટલા માટે થયો, કારણ કે વેક્સિન સબંધિત કોઈ ડેટા ઉપલબ્ધ ન હતા. તેમણે કહ્યું કે હવે આપની પાસે આ બાબતના ડેટા ઉપલબ્ધ છે કે ટે વેક્સિન કેટલી સુરક્ષિત છે. પહેલા યુરોપમાં તેની આડઅસરની ખબરો સામે આવી હતી. હવે અમેરિકા અને બ્રિટનમાં વેક્સિનેશન ડેટા ઉપલબ્ધ છે. જ્યારે અમારી કમિટીને તેની જાણ થઇ ત્યારે જાણવા મળ્યું કે ભારતમાં તેનો ઉપયોગ સુરક્ષિત રહેશે, તો તેને લાવવા માટેની મંજૂરી આપવામાં આવી.

AIIMS ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે અમેરિકન કંપની ફાઇઝરની વેક્સિન પણ બાળકોને આપી શકાશે.
AIIMS ડિરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે અમેરિકન કંપની ફાઇઝરની વેક્સિન પણ બાળકોને આપી શકાશે.

બાળકો પર સ્વદેશી વેક્સિનની ટ્રાયલ ચાલુ
2 થી 18 વર્ષના બાળકો-કિશોરો માટે ભારત બાયોટેકની કોવેક્સિનની ટ્રાયલ ચાલુ છે. 525 સ્વાસ્થ્ય વોલંટિયર્સ પર આ વેક્સિનની ટ્રાયલ કરવામાં આવી રહી છે. પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ બાદ આ વોલંટિયર્સને બીજો ડોઝ આપવામાં આવશે. ટ્રાયલ દરમિયાન કોવેક્સિનનો ઉપયોગ કરી શકાશે. જો કે, આ ટ્રાયલને અટકાવવા માટે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. તેમાં કહેવામા આવ્યું છે કે બાળકો પર કોવેક્સિનની ટ્રાયલ નરસંહારની સમાન હશે.

મોડર્ના અને ફાઇઝર બાબતે હજી શું સ્થિતિ છે? મોડર્ના અને ફાઇઝર ટે કંપનીઓમાં સામેલ છે, જેમણે ભારત સરકારને અપીલ કરી હતી કે નુકસાન અને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપ્યા બાદ થનારી સ્થાનિક ટ્રાયલની વિક્ષેપને સમાપ્ત કરશે.