તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Court's Decision Will Come Today On The Bail Plea Of Activist Direction; Police Interrogated Nikita And Shantanu

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટૂલકિટ કેસ:કોર્ટે દિશા રવિને એક લાખના બોન્ડ પર જામીન આપ્યા, 9 દિવસ પછી જેલમાંથી બહાર નીકળશે

4 દિવસ પહેલા
 • કૉપી લિંક
દિલ્હી પોલીસે 14 ફેબ્રુઆરીએ દિશા રવિની ધરપકડ કરી હતી - Divya Bhaskar
દિલ્હી પોલીસે 14 ફેબ્રુઆરીએ દિશા રવિની ધરપકડ કરી હતી

ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ટૂલકિટ મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને જામીન મળી ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે દિશાને એક લાખના સશરતી બોન્ડ પર જામીન આપ્યા છે. આમ, 9 દિવસ પછી દિશાને જેલમાંથી બહાર નીકળવાનો રસ્તો સાફ થઈ ગયો છે. જ્યારે આ જ કેસમાં સહ આરોપી શાંતનું મુલુકે પણ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. આ વિશે બુધવારે સુનાવણી થવાની છે.

કોર્ટે પુરાવા માંગ્યા હતા
ગઈ સુનાવણીમાં કોર્ટે દિલ્હી પોલીસને પુછ્યું હતું કે, તમારી પાસે શુ પુરાવા છે કે ટૂલકિટ અને 26 જાન્યુઆરીએ થયેલી હિંસામાં કોઈ કનેક્શન છે? આ વિશે દિલ્હી પોલીસે જણાવ્યું કે, અત્યારે તપાસ ચાલી રહી છે. અમે તેની તપાસ કરીશું.

પોલીસે કોર્ટેને કહ્યું હતું કે, ભારતને બદનામ કરવાના ગ્લોબલ કાવતરાંમાં દિશા પણ સામેલ છે. તેણે ખેડૂત આંદોલનના પડદા પાછળ વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કર્યો છે. દિશાએ ટૂલકિટ બનાવી અને શેર કરી. તે ઉપરાંત તે ખાલિસ્તાનની વકાલત કરનારના સંપર્કમાં પણ આવી. જોકે દિશાના વકિલે આ આરોપેને નિરાધાર ગણાવ્યા છે.

આજે રિમાન્ડનો છેલ્લો દિવસ
દિશા રવિના પોલીસ રિમાન્ડ સોમવારે પૂરા થઈ ગયા છે. ત્યારપછી ચીફ મેટ્રોપોલિટન મેડિસ્ટ્રેટે એક દિવસના પોલીસ રિમાન્ડ વધારી દીધા છે. જોકે દિલ્હી પોલીસે કોર્ટ પાસેથી 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. આજે આ રિમાન્ડ ખતમ થઈ જશે. તેથી આજે પોલીસે આ મુદ્દે સહ આપોપી નિકિતા જૈકબ અને શાંતનું મુલુક સામે દિશા રવિને બેસાડીને પૂછપરછ કરી હતી. પોલીસનું કહેવું છે કે,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો