23 એપ્રિલથી રાજદ્રોહના આરોપમાં ભાયખલાની જેલના સળિયા પાછળ કેદ અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણાને મુંબઈ સેશન કોર્ટે જામીન આપ્યા છે. 30 એપ્રિલે જ કોર્ટે આ મામલે 2 મે સુધી પોતાનું જજમેન્ટ રિઝર્વ કરી લીધું હતું. કોર્ટે સશર્ત જામીન આપ્યા છે અને કહ્યું કે આવનારા સમયમાં રાણા દંપતી આ પ્રકારનો વધુ કોઈ વિવાદ નહીં કરે.
આ ઉપરાંત તેઓ પુરાવા સાથે છેડછાડ નહીં કરે અને આ સમગ્ર મામલે કોઈ પ્રેસ કોન્ફરન્સ પણ નહીં કરે. બંનેને 50 હજાર રૂપિયાના બોન્ડ પર બેલ આપવામાં આપવામાં આવ્યા છે. આ વચ્ચે નવનીત રાણા ભાયખલા જેલમાંથી છૂટી ગયા છે. તેઓ સારવાર માટે મુંબઈની જે.જે. હોસ્પિટલ પહોંચ્યા છે. નવનીતે મોડી રાત્રે પીઠ દર્દની ફરિયાદ કરી હતી.
તો BMC રાણા દંપતીના ખાર સ્થિત ફ્લેટની બહાર પહોંચી ગઈ છે. આ પહેલા BMCના ઘરની બહાર એક નોટિસ ચિપકાવી હતી, જેમાં બુધવારે ફ્લેટનું નિરીક્ષણ અને ગેરકાયદે નિર્માણ થયું છે કે નહીં તેની તપાસની વાત કરવામાં આવી હતી. ફ્લેટમાં જો કોઈ ગેરકાયદે નિર્માણ જાણમાં આવશે તો તેને હટાવવાનું કામ BMCની ટીમ કરશે.
કોર્ટના આદેશની સંપૂર્ણ કોપીની રાહ
નવનીત રાણાના વકીલ રિઝવાન મર્ચન્ટે મુંબઈની બહાર જવાની કંડીશન અંગે કહ્યું- હાલ સુધી અમારી પાસે આદેશનો માત્ર ઓપરેટિવ પોર્શન આવ્યો છે. અમરાવતી જઈ શકશે કે નહીં તે અંગે ત્યારે જ કહેવાશે જ્યારે સંપૂર્ણ ઓર્ડર અમારી પાસે હશે. સોમવારે સમય વધુ થઈ જવાને કારણે મુંબઈની સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના શેષ ન્યાયાધીશ આર.એન.રોકાડે પોતાનો ઓર્ડર પૂરો લખાવી શક્યા ન હતા.
રાણા દંપતી પર IPCની કલમ 15 A, 353ની સાથે બોમ્બે પોલીસ એક્ટની કલમ 135 અંતર્ગત FIR કરવામાં આવી છે. આ ઉપરાંત રાણા દંપતી પર 124A એટલે કે રાજદ્રોહનો કેસ પણ કરાયો છે. બંનેની ધરપકડ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાને માતોશ્રીની બહાર હનુમાન ચાલીસા વાંચવાના આહ્વાન બાદ કરાઈ હતી. બોમ્બે હાઈકોર્ટે તેમના પર કરવામાં આવેલો એક કેસ પણ રદ કરવાનો ઈનકાર કર્યો હતો.
આ કારણે શરૂ થયો હતો વિવાદ
સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે નવનીત રાણાએ જાહેરાત કરી હતી કે CM ઉદ્વવ ઠાકરેના ઘર માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરશે. આ જાહેરાત બાદ શિવસેનાના સેંકડો કાર્યકર્તાઓએ નવનીત રાણા વિરૂદ્ધ પ્રદર્શન કર્યા હતા. જે બાદ અમરાવતીના સાંસદ નવનીત રાણા અને બડનેરાના ધારાસભ્ય પતિ રવિ રાણાએ 23 એપ્રિલે માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા અંગે પોતાની યોજના રદ કરી દીધી હતી, પરંતુ પોલીસ તેમની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.