તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Court Sends Activist Disha On One day Remand, Police To Interrogate Nikita And Shantanu Face to face

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટૂલકિટ કેસ:કોર્ટે એક્ટિવિસ્ટ દિશાને એક દિવસના રિમાન્ડ પર મોકલી, પોલીસ નિકિતા અને શાંતનુને આમને-સામને બેસાડીને કરશે પૂછપરછ

નવી દિલ્હી3 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી પોલીસે 14 ફેબ્રુઆરીએ કલાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી હતી. -ફાઇલ ફોટો - Divya Bhaskar
દિલ્હી પોલીસે 14 ફેબ્રુઆરીએ કલાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની ધરપકડ કરી હતી. -ફાઇલ ફોટો

ખેડૂત આંદોલન સાથે જોડાયેલ ટૂલકિટ મામલે કલાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિને ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે એક દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી આપી છે. જો કે, દિલ્હી પોલીસે કોર્ટ સમક્ષ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. શુક્રવારે દિશાના રિમાન્ડ 3 દિવસ વધારી દેવામાં આવ્યા હતા, જે આજે પૂરા થઈ રહ્યા હતા. આ મામલે સહ- આરોપી નિકિતા જૈકબ અને શાંતનુ મુલુકની સાયબર સેલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસ દિશા, શાંતનુ અને નિકિતાને આમને સામને બેસાડીને પૂછપરછ કરવા માંગે છે. તેનું કારણ પોલીસે તે જણાવ્યુ છે કે દિશાએ આ મામલામાં તમામ આરોપ શાંતનુ અને નિકિતા પર લગાવ્યા હતા.

જામીન અરજી પર સુનાવણી કાલે
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે દિશાની જામીન અરજી પર કાલે (23 ફેબ્રુઆરી)ના રોજ ચુકાદો સંભળાવી શકે છે. ગત સુનાવણી પર પોલીસે કોર્ટને કહ્યું હતુ કે ભારતને બદનામ કરવાના ગ્લોબલ કાવતરાંમાં દિશા સામેલ છે. તેને ખેડૂત આંદોલનની આડમાં વાતાવરણ બગાડવાના પ્રયાસ કર્યા હતા. દિશાએ ન ફ્ક્ત ટૂલકિટ બનાવી અને શેર કરી, પરંતુ તે ખાલિસ્તાનની વકીલાત કરનારાઓ સાથે સંપર્કમાં હતી. ખાલીસ્તાની સંગઠનોએ દિશાનો ઉપયોગ કર્યો. જો કે દિશાના વકીલે આ આરોપોને પાયવિહોણા ગણાવ્યા હતા.

14 ફેબ્રુઆરીએ દિશાની ધરપકડ કરવામાં આવી હતી
દિલ્હી પોલીસે 14 ફેબ્રુઆરીએ દિશાની ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસ મુજબ ફ્રાઈડે ફોર ફ્યૂચર કેમ્પેન શરૂ કરનારાઓમાં દિશાએ ટૂલકિટનું ગૂગલ ડોક બનાવીને તેને સર્ક્યુલેટ કર્યું હતુ. આ માટે તેમણે વ્હોટ્સએપ ગ્રૂપ પણ બનાવ્યું હતુ. તે આ ટૂલકિટના ડ્રાફ્ટિંગમાં પણ સામેલ હતી અને તેણે જ ગ્રેટા થનબર્ગ સાથે ટૂલકિટ શેર કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો