• Gujarati News
  • National
  • Court Rejects Chatterjee's Bail Plea; Bengal Is Serving The Sentence In The SSC Recruitment Scam

પાર્થ ચેટર્જી 5 ઓક્ટોબર સુધી જેલમાં રહેશે:કોર્ટે ચેટર્જીની જામીન અરજી ફગાવી; બંગાળ SSC ભરતીકૌભાંડમાં સજા ભોગવી રહ્યા છે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

પશ્ચિમ બંગાળમાં SSC ભરતીકૌભાંડ કેસમાં પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જીને 5 ઓક્ટોબર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે તેમજ CBIની સ્પેશિયલ કોર્ટે બુધવારે ચેટર્જીની જામીન અરજી ફગાવી દીધી હતી.

ચેટર્જી સાથે વધુ 3ની ધરપકડ
ચેટર્જીની સાથે ત્રણ લોકોને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. એમાં બંગાળ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ભૂતપૂર્વ અધ્યક્ષ કલ્યાણમય ગાંગુલી, સ્કૂલ સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સચિવ અશોક સાહા અને તેમના ભૂતપૂર્વ સલાહકાર એસપી સિંહાનો સમાવેશ થાય છે. CBIએ 15 સપ્ટેમ્બરે ગાંગુલીની ધરપકડ કરી હતી

પાર્થ 16 સપ્ટેમ્બરે CBI રિમાન્ડ પર
ચેટર્જીને સ્પેશિયલ કોર્ટે 16 સપ્ટેમ્બરના રોજ CBI રિમાન્ડ પર મોકલ્યા હતા. એજન્સીએ કોર્ટને કહ્યું હતું કે શિક્ષક ભરતીકૌભાંડ કેસમાં ચેટર્જીની પૂછપરછ કરવાની બાકી છે.

કલકત્તા હાઇકોર્ટના આદેશ બાદ CBI આ કેસની તપાસ કરી રહી છે. ચેટર્જી અને તેમના સહયોગી અર્પિતા મુખર્જીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. SSC ભરતીકૌભાંડમાં પણ EDની તપાસ ચાલુ છે.

કલકત્તા હાઇકોર્ટના આદેશ બાદ CBI આ કૌભાંડની તપાસ કરી રહી છે. ચેટર્જી અને તેમના સહયોગી અર્પિતા મુખર્જીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કલકત્તા હાઇકોર્ટના આદેશ બાદ CBI આ કૌભાંડની તપાસ કરી રહી છે. ચેટર્જી અને તેમના સહયોગી અર્પિતા મુખર્જીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ચેટર્જીને જામીન મળવા જોઈએ- પાર્થના વકીલ
CBIએ કોર્ટમાં કહ્યું હતું કે પાર્થ કેસની તપાસમાં સહકાર નથી આપતા. કેટલીક બાબતોની તપાસ હમણાં કરવાની બાકી છે. આ માટે પાર્થને જેલ મોકલવા જોઈએ. બીજી તરફ, પાર્થના વકીલે કહ્યું હતું કે તેમના ક્લાયન્ટને જામીન આપવામાં આવે, કારણ કે તેઓ 70 વર્ષના છે અને બીમાર છે, પરંતુ તેમની કોઈ દલીલ કોર્ટે સ્વીકારી નથી.

23 જુલાઈએ EDએ મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરી
23 જુલાઈના રોજ EDએ કોલકાતામાં ચેટર્જીના સરકારી નિવાસસ્થાનથી શિક્ષક ભરતીકૌભાંડમાં મની લોન્ડરિંગના આરોપમાં ધરપકડ કરી હતી. પાર્થ પર આરોપ છે કે મંત્રીના પદ પર હોવા છતાં તેમણે નોકરી આપવાના બદલામાં પૈસા લીધા હતા. પાર્થની ધરપકડના 5 દિવસ બાદ મમતા બેનર્જીએ તેમને કેબિનેટમાંથી કાઢી મૂક્યા હતા.

પાર્થે કહ્યું- મને ફસાવવામાં આવ્યો છે
ચેટર્જીએ કોર્ટમાં સોગંદનામું દાખલ કરતાં કહ્યું, મને પોલિટિકલ ષડયંત્રમાં ફસાવવામાં આવ્યો છે. હું મંત્રી પહેલાં વિપક્ષનો નેતા હતો. ED મારા બંગલામાં 24 કલાકથી વધુ સમય રોકાઈ, પરંતુ તેમને કંઈ મળ્યું નહોતું. મને જામીન આપવામાં આવે, જેથી હું શાંતિથી જીવી શકું.

તેમણે વધુમાં કહ્યું હતું કે EDની અત્યારસુધીની પૂછપરછમાં મેં સહકાર આપ્યો છે અને આગળ પણ આપીશ. હું પોતે એક કાયદાનો વિદ્યાર્થી રહ્યો છું અને બ્રિટિશના શાસનમાં મને સ્કોલરશિપ પણ મળી છે. હું શા માટે કૌભાંડ કરીશ? મેં એકપણ રૂપિયો ખાધો નથી.'

EDએ કહ્યું- પાર્થ સહકાર નથી આપતા
જામીનનો વિરોધ કરતાં EDએ કહ્યું હતું કે પાર્થ પૂછપરછમાં સહકાર આપતા નથી. આ કૌભાંડ 100 કરોડથી પણ વધુનું છે અને એમાં હજુ ખુલાસા બાકી છે, તેથી જામીન આપવા જોઈએ નહીં. જામીન સાક્ષીઓ અને પુરાવાને પણ અસર કરશે.

અર્પિતાના ફ્લેટ્સમાંથી 49 કરોડ રૂપિયા રોકડા મળ્યા
​​​​​​​અર્પિતના બે ફ્લેટ પર 23 અને 28 જુલાઈના રોજ EDએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં તેમના ફ્લેટસમાંથી 49 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. EDનાં સૂત્રોએ મીડિયાને જણાવ્યું હતું કે અર્પિતાએ પૂછપરછમાં કહ્યું હતું કે પૈસા વિશે તેને કોઈ માહિતી નથી, બધા જ પૈસા પાર્થના છે. જોકે પાર્થે પૂછપરછ દરમિયાન આ બધા આરોપોને નકારી દીધા છે.

23 જુલાઈના રોજ ટોલીગંજમાં અર્પિતા મુખર્જીના ડાયમંડ સિટી ફ્લેટ અને 28 જુલાઈના રોજ ઉત્તર 24 પરગણામાં બેલઘરિયા ફ્લેટ પર ED એ દરોડા પાડ્યા હતા. ED દ્વારા પહેલા દિવસે 26 કલાકના દરોડામાં 21 કરોડ રોકડ અને બીજા દિવસે 18 કલાકના દરોડામાં 28 કરોડ રોકડ જપ્ત કરવામાં આવી હતી.
23 જુલાઈના રોજ ટોલીગંજમાં અર્પિતા મુખર્જીના ડાયમંડ સિટી ફ્લેટ અને 28 જુલાઈના રોજ ઉત્તર 24 પરગણામાં બેલઘરિયા ફ્લેટ પર ED એ દરોડા પાડ્યા હતા. ED દ્વારા પહેલા દિવસે 26 કલાકના દરોડામાં 21 કરોડ રોકડ અને બીજા દિવસે 18 કલાકના દરોડામાં 28 કરોડ રોકડ જપ્ત કરવામાં આવી હતી.

બે આરોપી, 6 કંપની અને 14 હજાર પાનાંની ચાર્જશીટ
EDએ બંગાળના SSC ભરતીકૌભાંડમાં પહેલી ચાર્જશીટ ફાઈલ કરી છે. PMLAમાં કોર્ટમાં દાખલ કરવામાં આવેલી 14 હજાર પાનાંની ચાર્જશીટમાં ઈચ્છે એન્ટરટેઈનમેન્ટ, સિમ્બાયોસિસ મર્ચન્ટ્સ, આપ યુટિલિટી સર્વિસીઝ, અનંત ટેક્સફેબ, વ્યૂમોર હાઇરાઇઝ, સેન્ટ્રી એન્જિનિયરિંગ આમ છ કંપનીનાં નામ તેમજ બે આરોપી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીનો સમાવેશ થાય છે.

EDએ PMLA સ્પેશિયલ કોર્ટ કોલકાતામાં શિક્ષક ભરતીકૌભાંડમાં પાર્થ ચેટર્જી અને અર્પિતા ચેટર્જી સહિત આઠ આરોપી સામે ફરિયાદ નોંધી છે.

ચાર્જશીટમાં EDએ દાવો કર્યો છે કે પાર્થે ગેરકાયદે રીતે મોટી કમાણી કરી હતી. જે તેમણે અર્પિતા મુખર્જીનાં ઘરમાં છુપાવી. આ પૈસા શિક્ષકની ભરતીકૌભાંડ સિવાય ગેરકાનૂની પ્રવૃત્તિઓ અને કૌભાંડોમાંથી કમાયા હતા. આ પૈસાથી અર્પિતાના નામે પ્રોપર્ટી પણ ખરીદી હતી.

અન્ય સમાચારો પણ છે...