તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઔરંગાબાદમાં મહાત્મા ગાંધી કેમ્પસમાં પ્રિયદર્શની ઉદ્યાનમાં અનેક ઝાડ તોડીને સ્વર્ગીય બાળાસાહેબ ઠાકરેનું સ્મારક ઊભું કરવાની યોજના છે એવી અરજી મુંબઈ હાઈ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે સ્મારકનું કામ તુરંત જૈસે થે રાખવાનો આદેશ આપ્યો છે.
જસ્ટિસ સુનીલ દેશમુખ અને જસ્ટિસ આહુજાની ખંડપીઠે મંગળવારે આ આદેશ આપ્યો હતો. પ્રિયદર્શની ઉદ્યાનમાં ઝાડ તોડીને સ્મારક બનાવવા માટે અનેક પર્યાવરણપ્રેમીઓએ વિરોધ નોંધાવ્યો હતો. પ્રિયદર્શની બચાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તેની દખલ લેતાં કોર્ટે કામનું નિરીક્ષણ કરવા અને અહેવાલ આપવાનો આદેશ આપ્યો છે. આ અહેવાલ મળ્યા પછી આગામી નિર્ણય લેવાશે.
પ્રિયદર્શની ઉદ્યાનમાં 1215 ઝાડ ક્યાં ગયાં એવો પ્રશ્ન છે. ઝાડ તોડવાનું રોકવા માટે આ અગાઉ જનહિત અરજી કરવામાં આવી હતી. બાંધકામ કરતી વખતે મોટે પાયે ઝાડ તોડવામાં આવ્યાં, પરંતુ તેની પુન:રોપણી કરાતી નથી એવું અરજદારોએ કોર્ટના ધ્યાનમાં લાવી દીધું હતું.ઉદ્ધવ ઠાકરે સરકાર માટે આ એક મોટો આંચકો માનવામાં આવે છે.
2025માં બાળાસાહેબનું પ્રખર રાષ્ટ્રવાદી જ્વલંત હિંદુત્વની પ્રેરણા આપનારું સ્મારક ઊભું કરીશું, હિંદુત્વવાદી એટલે રાષ્ટ્રીયત્વ કહેનારું આ સ્મારક હશે, એવી ઘોષણા મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ ડિસેમ્બર 2020માં કરી હતી. જેમની ઓળખ રિમોટ કંટ્રોલ તરીકે રહતી તેમના સ્મારકનું ઉદઘાટન રિમોટ કંટ્રોલથી જ થવું તે યોગાનુયોગ છે.
સ્મારકમાં ફક્ત પૂતળું નહીં પણ સ્મારકમાંથી અનેકોને હિંદુત્વની પ્રેરણા મળશે ભવ્યદિવ્ય સ્મારક ઊભું કરવામાં આવશે એવું મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.દરમિયાન આરે કોલોનીમાં મેટ્રો કારશેડને ઝાડ તોડવા પરથી સ્ટે આપનારી શિવસેના દ્વારા ઔરંગાબાદમાં વલણ અલગ કેમ એવો આરોપ પર્યાવરણપ્રેમીઓ કરવા લાગ્યા છે. ઔરંગાબાદમાં 17 એકરમાં ઉદ્યાન પથરાયેલું છે. શિવસેનાની સત્તા ધરાવતી ઔરંગાબાદ મહાપાલિકામાં આ વિસ્તારમાં ઝાડોની બેરહેમીથી કતલને લીધે અનેક પ્રશ્ન ઉપસ્થિત થયા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.