સંપત્તિ માટે હત્યા:સાવકી માતા ગર્ભવતી હોવાથી લોકો મજાક ઉડાવતા હતા, દીકરાએ પિતા સાથે ઝઘડો કરીને પહેલા માતાનો હાથ કાપ્યો, પછી બન્નેનું ગળું કાપ્યું

નવાંશહર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અહીંના બુર્જ ગામમાં દીકરાએ ગર્ભવતી સાવકી માતા અને પિતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખી છે. મળતી માહિતી પ્રમાણે, આરોપી હરદીપને સાવકી માતા ગર્ભવતી હોવાની ખબર પડી હતી. તેને લાગ્યું કે બાળક આવશે તો આગળ જઈને સંપત્તિમાં ભાગલા પડશે, સાથે આ ઉંમરમાં પિતા ફરી કોઈ બાળકના બાપ બનશે એ વાતથી પણ આરોપી નારાજ હતો. હરદીપે પિતા સાથે ઝઘડો કર્યા પછી માતાનો હાથ કાપી નાખ્યો, પછી બન્નેનું ગળું કાપીને હત્યા કરી દીધી.

જોગિંદર પાલ અને પત્ની પરમજિત.
જોગિંદર પાલ અને પત્ની પરમજિત.

મળતી માહિતી પ્રમાણે, 1997માં લેબનાનમાં શ્રીલંકાની કામિની સાથે લગ્ન કર્યા પછી ત્રણ બાળકો થયા પછી જોગિંદર પાલ બાળકોને ભારત છોડીને ગયા. લેબનાન જઈને તેણે કામિનીને ડિવોર્સ આપીને 2004માં પટિયાલાની પરમજિત સાથે લગ્ન કરી લીધા. બીજા લગ્નથી જોગિંદરને કોઈ બાળક ન થયું, જ્યારે પહેલા લગ્નથી થયેલા જોગિંદરનાં ત્રણ બાળકો જવાન થઈ ગયાં હતાં. ત્રણેયમાંથી એક દીકરો ગ્રીસ જતો રહ્યો, દીકરીના લગ્ન થઈ ગયા અને ત્રીજો દીકરો(આરોપી હરદીપ)ગામમાં જ રહેતો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે, હરદીપને જ્યારથી તેની માતાના ગર્ભવતી હોવાના સમાચાર મળ્યા ત્યારથી તે તેના પિતા સાથે ઝઘડવા લાગ્યો. તેને સંપત્તિમાં ભાગ પડવાની ચિંતા થઈ રહી હતી.

હરદીપ ગુરુવારે સાંજે 8.30 કલાકે ઘરે આવ્યો અને તેને જોગિંદર સાથે ઝઘડવાનું શરૂ કરી દીધું. જોગિંદરના ભાઈ જંગ બહાદુરના જણાવ્યા પ્રમાણે, ઝઘડવાનો અવાજ સાંભળીને તેમના ઘર તરફ ગયો તો જોયું કે હરદીપ ત્યાંથી ભાગી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને હરદીપની તપાસ શરૂ કરી દીધી. ડીએસપી દવિંદર ધુમ્મણે જણાવ્યું હતું કે હત્યાનો કેસ નોંધીને કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.

આરોપી હરદીપ
આરોપી હરદીપ

હરદીપ ટેક્સીનો વેપાર કરતો હતો
જોગિંદરે પરમજિત કૌર સાથે લગભગ 16 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. થોડાક સમય પહેલાં લોકડાઉનના કારણે વિદેશથી ભારત આવ્યા હતા. ઘટનાની માહિતી આપતાં ડીએસપી દવિંદર સિંહ ધુમ્મણે જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસમાં મૃતક પરમજિત કૌર ગર્ભવતી હતી. આરોપીને પણ આ વાતની જાણ હતી કે તેની સાવકી માતા ગર્ભવતી છે. ઘણા લોકો આ અંગે તેની મજાક ઉડાવતા હતા. આરોપી હરદીપનો મોટો ભાઈ લગભગ 4 વર્ષ પહેલાં જ ગ્રીસ ગયો હતો, ત્યાંથી તે હરદીપને ખર્ચ માટેના પૈસા મોકલતો હતો. હરદીપે એક ગાડી લીધી હતી અને ટેક્સીનું કામ જ કરતો હતો.