તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Countless Bodies Are Scattered Over 500 Meters On The Ganga Ghat; Somewhere Feet, Somewhere Hands, No One Is Giving Accompaniment; Worse Than The Spanish Flu Of 1918

કોરોના કાળનાં સૌથી વિશાળ સ્મશાનથી LIVE:વરસાદ પડતા જ ગંગા કિનારે દફનાવાયેલા મૃતદેહો ઉપર આવ્યા, ઓફિસરોએ રેતીથી ઢાંકી દીધા; 2 જિલ્લાનાં સીમા વિવાદમાં 500 શબ અટવાયા

ઉન્નાવ/કાનપુર2 મહિનો પહેલા
  • 1918માં ફેલી ફ્લૂની મહામારીને સ્પેનિશ ફ્લૂ પણ કહેવામાં આવે છે, જે છેલ્લાં 500 વર્ષમાં ઈતિહાસની સૌથી ખતરનાક મહામારી હતી
  • આ મહામારીથી એ સમયે દુનિયાની એક તૃતીયાંશ આબાદી એટલે કે 50 કરોડ લોકો સંક્મિત થયા હતા
  • દુનિયાભરમાં એનાથી 5 કરોડથી વધુ મોત થયાં હતાં, એકલા ભારતમાં જ આ મહામારીએ 1.7 કરોડ લોકોનાં મોત નીપજ્યા હતા

મારો જન્મ ગંગા કિનારે જ થયો છે. હું અહીંયા જ મોટો થયો છું, પરંતુ મેં મારી જીંદગીમાં અત્યારસુધી આવા ભયજનક દૃશ્યો ક્યારેય નથી જોયા. હું અત્યારે ઉત્તર પ્રદેશનાં ઉન્નાવ સ્થિત ગંગા કિનારે છું, અહીંયા 500થી વધુ મૃતદેહો દફન કરાયા છે. આ મૃતદેહ હિંદુનાં હોય કે મુસ્લિમનાં, આનો કોઈપણ ફરક પડતો નથી... કારણકે છે તો માણસનાં જ મૃતદેહ..... તમે વાંચી રહ્યા છો ભાસ્કર રિપોર્ટર દિલીપ સિંહનો ગંગા કિનારેથી LIVE રિપોર્ટ

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ગંગા ઘાટથી આ સદીની સૌથી ભયાનક તસવીરો સામે આવી છે. સ્થિતિ 1918ના સ્પેનિશ ફ્લૂથી પણ બદતર છે. ઉન્નાવના બક્સરમાં ગંગાના કિનારે માત્ર 500 મીટરના વિસ્તારમાં અગણિત લાશ દફન છે. દફન પણ એવી રીતે કે કોઈ લાશનો હાથ તો કોઈનો પગ કૂતરા ફાડી રહ્યા છે. ચારેબાજુ માનવ અંગ વિખરાયેલા પડ્યાં છે. આ તસવીરને દેખાડીને અમારો હેતુ તમને ડરાવવાનો નથી, પરંતુ એ સત્યથી રૂબરૂ કરાવવાનો છે, જેને 'સિસ્ટમ'એ પોતાના આંકડામાંથી ગાયબ કરી રાખ્યા છે.

સવારે મેં જે દૃશ્ય જોયું એનાથી હૃદય કંપી ઉઠ્યું હતું - દિલીપ સિંહ
કોરોનાકાળથી હું આ વિસ્તાર પર નજર રાખી રહ્યો છું, તમને જણાવી દઉં કે કાલે જે દૃશ્યો તમે જોયા એના કરતા આજનાં દૃશ્યો હૃદય કંપાવી નાખે તેવા ભયાનક છે. હું કાનપુરથી 70 કિમીનો પ્રવાસ કરીને સવારે 4 વાગ્યે અહિંયા પહોંચ્યો હતો. રાતે વરસાદ થયો હોવાને કારણે ગંગાનું જળસ્તર વધ્યું હતું, જેથી ઘણા મૃતદેહો જમીનનાં સ્તર પર બહાર આવી ગયા હતા.

એક-બે નહીં પરંતુ લગભગ 50થી પણ વધુ કૂતરાઓ આ મૃતદેહોને ખાઈ રહ્યા હતા. હું અહિંયા જ્યાં પણ નજર ફેરવું ત્યાં ક્ષતિગ્રસ્ત અવસ્થામાં મૃતદેહો અને તેમાનાં શરીરમાંથી છૂટા પડેલા વિવિધ અંગો પણ દેખાયા હતા. ગણતરીની મિનિટોમાં પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યા હતા અને મૃતદેહો પરથી કફન કાઢીને તેમના પર રેતીનો ઢગલો કરી દેતા હતા. અત્યારે આ જગ્યા પર પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ કોઈનેપણ આવવા દેતા નથી. હું અને મારી મીડિયાકર્મીઓની ટીમ બીજા છેડાનાં કિનારેથી આ તમામ દૃશ્યોને તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.

મૃતદેહ ખેંચીને રહેણાક વિસ્તારમાં લઈ જાય છે કૂતરા
ઉન્નાવમાં બક્સર ઘાટથી થોડે જ દૂર બીઘાપુરમાં શ્યામેન્દ્ર રહે છે. તેઓ જણાવે છે કે હવે દરરોજ ઘાટ પરથી લાશોને ખેંચીને કૂતરા તેમને રહેણાક વિસ્તાર સુધી લાવે છે. શ્યામેન્દ્ર જણાવે છે કે પહેલાં સામાન્ય દિવસોમાં દરરોજ 8થી 10 લાશોના જ અંતિમસંસ્કાર થતા હતા, પરંતુ હવે દરરોજ 100થી 150 લાશોને લઈને લોકો પહોંચે છે. કેટલાક અંતિમસંસ્કાર કરે છે તો કેટલાક લાશને દફન કરીને જતા રહે છે.

અધિકારીઓ આંખો સામે જુઠ્ઠું બોલવા લાગ્યા
આ તમામ બેદરકારી પર રેતીનો ઢગલો પાથરી રહેલા અધિકારીઓ મીડિયાને ખોટી સાબિત કરી રહ્યા છે. દયાશંકર નામનાં ઓફિસરને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે અહિંયા કેટલા મૃતદેહો છે, ત્યારે તેમણે કહ્યું હતું કે આ સ્થળ પર એકપણ મૃતદેહ નથી. મીડિયા ખોટા સમાચાર આપી રહી છે. આ નિવેદન આપતા સમયે જ કૂતરાઓનું સમૂહ મૃતદેહોનાં વિવિધ અંગોને ખાઈ રહ્યું હતું, તેમ છતાં આ ઓફિસર સચ્ચાઈ પર પણ રેતીનો ઢગલો પાથરવાની કોશિશ કરી રહ્યા હતા.

જ્યારે, એક બાજુ બુધવારે જ ભાસ્કરની ટીમે ઉન્નાવનાં DM રવીન્દ્ર કુમારને બક્સર ઘાટી પર દફન મૃતદેહો અંગે સવાલો પૂછ્યા હતા, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે અહિંયા મોટી માત્રામાં મૃતદોહો દફન કરાયા છે. આની તપાસ કરવા માટે SDM પાસેથી રિપોર્ટ માગવામાં આવી છે. હવે લોકો મૃતદેહને દફન કરીને ના જતા રહે એની વ્યવસ્થા પણ કરાઈ રહી છે. આની સાથે જેટલા મૃતદેહો અહિંયા દફન છે, એમનો વિધિવત અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે, જ્યારે બીજા જ દિવસે એમનો એક ઓફિસર વાતથી ફરી ગયા હતા.

બક્સર ઘાટ પર ફતેહપુર અને ઉન્નાવનાં ઓફિસરો નકશાની મદદથી વિવાદનો નિવેડો લાવી રહ્યા છે.
બક્સર ઘાટ પર ફતેહપુર અને ઉન્નાવનાં ઓફિસરો નકશાની મદદથી વિવાદનો નિવેડો લાવી રહ્યા છે.

હવે 2 જિલ્લા વચ્ચે ઘર્ષણ
આ મૃતદેહ કોના છે અને ક્યાંથી આવ્યા છે? આ અંગે કોઈને પણ જાણકારી નથી. હવે ફતેહપુર અને ઉન્નાવનાં ઓફિસરો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું છે. બંને આ વિસ્તારને પોતાના અંતર્ગત ન આવે એની તૈયારીઓ કરી રહ્યા છે, જેથી એમની ભૂલ ઢંકાઈ જાય. તેથીજ મૃતદેહનાં ઢગલાઓ વચ્ચે બંને જિલ્લાનાં ઓફિસરો પહોંચી ગયા છે.

ફતેહપુરની SDM પ્રિયંકાએ જણાવ્યું હતું કે આ ઘટના ઉન્નાવની છે અને ત્યાંના ઓફિસર તો પહેલા જ બોલ્યા હતા કે અહિંયા એક પણ મૃતદેહ દફન કરાયા નથી. પરંતુ હા, તમને જણાવી દઈએ કે આવા નિવેદનો વચ્ચે કૂતરાઓ હજુ પણ મૃતદેહને ખાઈ રહ્યા છે.

આખા ઘાટ પર માત્ર પીપીઈ કિટ અને માસ્ક જ જોવા મળે છે.
આખા ઘાટ પર માત્ર પીપીઈ કિટ અને માસ્ક જ જોવા મળે છે.

સમગ્ર ઘાટ પર પીપીઈ કિટ, માસ્ક અને ડેડબોડી કવર જ જોવા મળે છે
ગંગા કિનારે આ ઘાટ પર જ્યાં સુધી નજર પડે છે ત્યાં તમને પીપીઈ કિટ, માસ્ક, ડેડબોડી કવર જ જોવા મળશે. અહીં ઉન્નાવની સાથે સાથે ફતેહપુર જિલ્લાના લોકો પણ શબના અંતિમસંસ્કાર કરવા પહોંચે છે. DM રવીન્દ્ર કુમારે ભાસ્કરને જણાવ્યું કે લાશોને દફન કરવાના મામલે તપાસ શું થઈ છે, SDMએ આ અંગેનો રિપોર્ટ માગ્યો છે. જરૂર પડશે તો લાશોના ફરીથી અંતિમસંસ્કાર કરવામાં આવશે.

એક દિવસ પહેલાં જ શુક્લાગંજ ઘાટની સ્થિતિ જણાવી હતી
ભાસ્કરે મંગળવારે જ ઉન્નાવના શુક્લાગંજ ઘાટની સ્થિતિનો ખુલાસો કર્યો હતો. અહીં પણ માત્ર 800 મીટરના વિસ્તારમાં 1200થી વધુ લાશ દફન છે. ઘાટના કિનારે રહેતા લોકો જણાવે છે કે મોટી સંખ્યામાં લોકો એવા આવી રહ્યા છે, જેમની પાસે અંતિમસંસ્કાર માટે લાકડાં ખરીદવાની ક્ષમતા નથી. એવા લોકો અહીં ઘાટના કિનારે શબ દફન કરીને જતા રહે છે.

સ્પેનિશ ફ્લૂએ 5 કરોડ લોકોના જીવ લીધા હતા, માત્ર ભારતમાં 1.7 કરોડ લોકો મર્યા

ફોટો 1918નો છે. સ્પેનિશ ફ્લૂ દરમિયાન લાશોને દફન કરવાની જગ્યા ઓછી થઈ પડી હતી.
ફોટો 1918નો છે. સ્પેનિશ ફ્લૂ દરમિયાન લાશોને દફન કરવાની જગ્યા ઓછી થઈ પડી હતી.

1918માં ફેલી ફ્લૂની મહામારીને સ્પેનિશ ફ્લૂ પણ કહેવામાં આવે છે, જે છેલ્લાં 500 વર્ષમાં ઈતિહાસની સૌથી ખતરનાક મહામારી હતી. એવું માનવામાં આવે છે કે આ મહામારીથી એ સમયે દુનિયાની એક તૃતીયાંશ આબાદી એટલે કે 50 કરોડ લોકો સંક્મિત થયા હતા. દુનિયાભરમાં એનાથી 5 કરોડથી વધુ મોત થયાં હતાં. એકલા ભારતમાં જ આ મહામારીએ 1.7 કરોડ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

આ બીમારી એટલી વિચિત્ર હતી કે એને કારણે સૌથી વધુ મોત સ્વસ્થ લોકોનાં થયાં હતાં. ત્યારે પણ શબના અંતિમસંસ્કાર માટે જગ્યા ઓછી પડી ગઈ હતી. લોકો શબોને નદીઓના કિનારે ફેંકીને જતા રહેતા હતા. એ લાશોને કૂતરા અને પક્ષી ફાડી ખાતાં હતાં. સ્પેનિશ ફ્લૂ માટે H1N1 વાયરસ જવાબદાર હતો. આ વાયરસ આજે પણ આપણી વચ્ચે છે અને દર વર્ષે મનુષ્યોને સંક્રમિત કરે છે.

અન્ય સમાચારો પણ છે...