તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હૈદરાબાદ નગર નિગમની ચૂંટણીમાં તેલંગાણા રાષ્ટ્રવાદી સમિતિ (TRS)એ સૌથી વધારે બેઠકો મેળવી છે. આમ જોઈએ તો ભાજપને આ ચૂંટણીઓમાં સૌથી વધારે લાભ થયો છે. ભાજપે 48 બેઠક પર જીત મેળવી લીધી છે અને એક બેઠક પર આગળ છે. ભાજપે અહીં અસદ્દુદ્દીન ઓવૈસીની AIMIM ને ત્રીજા સ્થાન પર ધકેલી લીધી છે. કોંગ્રેસનો આ ચૂંટણીમાં પણ નબળો દેખાવ રહ્યો છે અને ફક્ત બે બેઠકથી જ સંતોષ માનવો પડ્યો છે. ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી.
આ અગાઉ સવારે 8 વાગે 150 બેઠકો માટેના પ્રાથમિક રુઝાનોમાં ભાજપ સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. તેને એક તબક્કે 79 બેઠક પર જીત મળતી દેખાતી હતી અને TRSને 35 બેઠક મળતી જોવા મળતી હતી.
પક્ષ | બેઠક | |
2020 | 2016 | |
TRS | 56 | 99 |
ભાજપ | 49 | 4 |
AIMIM | 43 | 44 |
કોંગ્રેસ | 2 | 2 |
કુલ બેઠકઃ 150 |
નાગપુરમાં પરાજય થયો હતો
તેલંગાણામાં 2023માં વિધાનસભાની ચૂંટણી છે. આથી આ પરિણામને વિધાનસભા ચૂંટણીની તૈયારીના પાયા તરીકે ગણવામાં આવે છે. બીજીબાજુ મહારાષ્ટ્રની MLC ચૂંટણીમાં ભાજપે તેના ગઢ નાગપુરમાં જ પરાજય મેળવ્યો છે. ત્યાં મહાવિકાસ અઘાડીનો વિજય થયો છે. બીજીબાજુ યુપી વિધાન પરિષદની ચૂંટણીમાં 6માંથી 3 બેઠકમાં ભાજપનો વિજય થયો છે પણ ભાજપના ગઢ વારાણસીમાં સપાનો કબજો થઈ ગયો છે.
હૈદરાબાદના વિજયનું મહત્ત્વ
150 સીટનું વલણ શુક્રવારે સવારે 8 વાગ્યાથી જ આવવાના શરૂ થઈ ગયા. થોડી જ વારમાં ભાજપ સૌથી વધુ સીટ જીતનારી પાર્ટી દેખાવા લાગી. એક સમયે ભાજપને 79 સીટ પર લીડ મળી હતી જે ગત ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી રહેલી તેલંગાના રાષ્ટ્રવાદી સમિતિ (TRS) 35 સીટ પર સમેટવા લાગી હતી. પરંતુ 5 કલાકની અંદર જ એટલે કે લગભગ એક વાગ્યાની આસપાસ ચિત્ર બદલાઈ ગયુ હતુ. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે તેલંગાણાના લોકોએ PM મોદી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Gratitude to the people of Telangana for reposing faith in PM @NarendraModi led BJP’s Politics of Development.
— Amit Shah (@AmitShah) December 4, 2020
Congratulations to Shri @JPNadda ji and Shri @bandisanjay_bjp for BJP’s astounding performance in GHMC.
I applaud the hard work of our karyakartas of @BJP4Telangana.
TRSએ સ્વીકાર્યું-પરિણામો અપેક્ષા પ્રમાણે નથી
ચૂંટણી પરિણામો સ્પષ્ટ થઈ ગયા બાદ TRSના કાર્યકારી અધ્યક્ષ કે.ટી.રામા રાવે કહ્યું છે કે પરિણામો અમારી આશા પ્રમાણે રહ્યા નથી. અમારી 20થી 25 બેઠક ઓછી આવી છે. તેલંગાણાના મ ુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવના દિકરા કે.ટી.રામા રાવે કહ્યું છે કે અમે 10થી 12 બેઠક પર 100-200 મતોથી હારી ગયા છીએ. જોકે પક્ષે આ પરિણામોથી નિરાશ થવાની જરૂર નથી. ગ્રેટર હૈદરાબાદના લોકોએ TRSને સૌથી મોટો પક્ષ બનાવ્યો છે.
યોગીએ કહ્યું- ભાગ્ય નગરનો ભાગ્યોદય પ્રારંભ થઈ રહ્યો છે
હૈદરાબાદમાં મળેલી સફળતા બાદ UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા મારફતે કહ્યું છે કે ભાગ્ય નગરનો ભાગ્યોદય પ્રારંભ થઈ રહ્યો છે. ભાજપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરવા બદલ ભાગ્ય નગરની પ્રજાનો ધન્યવાદ. ચૂંટણી સમયે યોગીએ કહ્યું હતું કે તે હૈદરાબાદનું નામ ભાગ્ય નગર કરવા આવ્યા છે.
"भाग्यनगर" का भाग्योदय प्रारंभ हो रहा है...
— Yogi Adityanath (@myogiadityanath) December 4, 2020
हैदराबाद के निकाय चुनावों में भाजपा एवं आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व पर अभूतपूर्व विश्वास जताने के लिए "भाग्यनगर" की जनता का कोटि-कोटि धन्यवाद।
ઓવૈસીએ કહ્યું- જ્યાં યોગી-શાહ આવ્યા ત્યાં અમે જીત મેળવી
ચૂંટણી બાદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે આજે અમને મોટી જીત મળી છે. તેની અમે ખુશી મનાવશું. આવતીકાલે પક્ષના નેતાઓ સાથે વાત કરી નિર્ણય કરશું કે શું કરવું છે. તેમણે કહ્યું કે યોગી અને શાહ આવ્યા હતા. કહેતા હતા કે સર્જીકલ સ્ટ્રાઈક કરશું. અમે ડેમોક્રેટીક સ્ટ્રાઈક કરી છે. આગામી સમયમાં તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી યોજાશે, તેમા જોશું. ત્યારે ભાજપને એટલી સફળતા મળશે નહીં.
13 વર્ષ પહેલા જ GHMCનું ગઠન થયું હતું
ગત 1 ડિસેમ્બરના રોજ વોટિંગ થયું હતું. GHMCના 150 વોર્ડ પર 1122 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી આ વખતે ખાસ એટલા માટે છે કારણ કે ભાજપે ચૂંટણીમાં તેની સમગ્ર તાકાત લગાવી દીધી હતી. 2007માં જ GHMCની રચના થઈ હતી.
અત્યાર સુધીમાં GHMCની 2 ચૂંટણી થઈ
2016ની સ્થિતિ
પાર્ટી | કેટલી સીટો |
TRS | 99 |
AIMIM | 44 |
ભાજપ | 4 |
કોંગ્રેસ | 2 |
TDP | 1 |
કુલ | 150 |
2009ની સ્થિતિ
પાર્ટી | કેટલી સીટો |
કોંગ્રેસ | 52 |
TDP | 45 |
AIMIM | 43 |
ભાજપ | 4 |
અન્ય | 5 |
કુલ | 149 |
2016માં ભાજપને મળી હતી 3 સીટ
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 44 વોર્ડમાં જીત મળી હતી. ભાજપે માત્ર 3 અને કોંગ્રેસને 2 વોર્ડમાં જીત મળી હતી. ગ્રેટર હૈદરાબાદ અને જૂના હૈદારાબાદના નિગમ પર મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ(KCR) અને ઓવેસીએ કબજો જમાવ્યો હતો.
ભાજપ તરફથી શાહે મોર્ચો સંભાળ્યો હતો
ગૃહમંત્રી અમિત શાહ 29 નવેમ્બરે હૈદરાબાદ પહોંચ્યા હતા. તેમણે સિકંદરાબાદમાં રોડ શો કર્યો હતો. એ પછી તેમણે પ્રેસ-કોન્ફરન્સ કરી TRS સરકાર પર શાબ્દિક હુમલો કર્યો હતો. શાહે કહ્યું- ચંદ્રશેખર રાવ(KCR)જીને પૂછવા માગું છું કે તમે ઓવૈસીની પાર્ટી સાથે કરાર કરો છે, તેમાં અમને કોઈ વાંધો નથી. લોકશાહીમાં કોઈપણ પાર્ટી સાથે કરાર કે ગઠબંધન કરી શકાય છે. સમસ્યા એ છે કે તમે એક રૂમમાં ઈલુ-ઈલુ કરીને સીટો વહેંચી લીધી.
ઓવૈસી તરફથી ગેરકાયદે મુસ્લિમોને શહેરમાં થનારા સવાલ પર શાહે કહ્યું ,જ્યારે હું એક્શન લઉં છું, તો તેઓ સંસદમાં બબાલ કરે છે. તેમને કહો કે મને લખીને આપે કે રોહિંગ્યા અને બાંગ્લાદેશીઓને બહાર કાઢવા જોઈએ.
આ વખતે 50 ટકા વોટિંગ ન થયું
આ વખતે GHMC ચૂંટણીમાં 46.55 ટકા વોટિંગ થયું. 2009માં 42.04 ટકા, જ્યારે 2016ની ચૂંટણીમાં 45.29 ટકા લોકોએ વોટિંગ કર્યું. જોકે અગાઉની 2 ચૂંટણીથી વધુ આ વખતે મતદાન થયું.
GHMCમાં 24 વિધાનસભા, 5 લોકસભા સીટ
GHMC દેશની સૌથી મોટી નગર નિગમોમાંથી એક છે. આ નગર નિગમ 4 જિલ્લામાં છે, જેમાં હૈદરાબાદ, મેડચલ-મલકાજગિરી, રંગારેડ્ડી અને સંગારેડ્ડી સામેલ છે. સમગ્ર વિસ્તારમાં 24 વિધાનસભા ક્ષેત્ર સામેલ છે, જ્યારે તેલંગાણાની 5 સીટ આવે છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.