તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાંવલિયાજી મંદિરના ભંડારમાં અત્યાર સુધીમાં 6.17 કરોડ મળ્યા:નોટ અને સિક્કાઓની ગણતરી આજે ફરીથી શરૂ થઈ, માત્ર એક મહિનામાં આવી આટલી મોટી રકમ

ચિતૌડગઢ25 દિવસ પહેલા
 • કૉપી લિંક
બુધવારે ગણતરી બાદ નોટની થપ્પી ગોઠવવામાં આવી હતી - Divya Bhaskar
બુધવારે ગણતરી બાદ નોટની થપ્પી ગોઠવવામાં આવી હતી

ચિત્તૌડગઢ સ્થિત કૃષ્ણધામ સાંવલિયાજી મંદિરના ભંડારમાં ભેટ કરવામાં આવેલી રકમની ગણતરી બીજા દિવસે પણ યથાવત છે. ગુરૂવારે સવારે સવા 11 વાગ્યે ભગવાનની રાજભોગ આરતી પછી ગણતરી શરૂ થઈ. મંદિરમાં ભંડારની ભેટ રકમ બુધવારે ખોલવામાં આવી હતી. પહેલાં દિવસે રેકોર્ડ 6 કરોડ 17 લાખ 12 હજાર 200 રૂપિયાની રકમ નીકળી. ગણતરી માટે મંદિર પ્રશાસન સહિત બે-ત્રણ બેંક કર્મચારીઓની પણ મદદ લેવામાં આવી રહી છે.

એક મહિના પહેલાં જ કાઢવામાં આવ્યા હતા 4 કરોડ 54 લાખ રૂપિયા
મંદિરના ભંડારમાંથી બુધવારે કાઢવામાં આવેલી રકમ અત્યાર સુધીની સર્વાધિક છે. કોરોના કાળમાં ચોથી વખત ખોલવામાં આવેલા ભંડારામાંથી આ વખતે રેકોર્ડ રકમ નીકળી છે. કર્મચારીઓએ પણ એક જ દિવસમાં 6 કરોડથી વધુ રૂપિયાની ગણતરી કરીને રેકોર્ડ બનાવ્યો છે. ભંડારથી 2.80 કરોડની 2000ની નોટ અને લગભગ 3 કરોડ રૂપિયાની 500-500ની નોટ નીકળી. જ્યારે અન્ય વધેલી નોટ અને સિક્કાના લગભગ 8 કોથળા ભરવામાં આવ્યા છે. ગત મહિને ભંડારમાંથી 4 કરોડ 54 લાખ રૂપિયા કાઢવામાં આવ્યા હતા.

આજે કોથળામાં રાખવામાં આવેલી નોટ અને સિક્કાઓની ગણતરી થઈ રહી છે
આજે કોથળામાં રાખવામાં આવેલી નોટ અને સિક્કાઓની ગણતરી થઈ રહી છે

બુધવારે ભંડાર તેમજ ભેંટ કક્ષમાંથી મળેલી રકમ તેમજ સોનુ

રોકડ6.17 કરોડ
સોનુ91 ગ્રામ
કાર્યાલય ભેંટ કક્ષમાં ઓનલાઈન અને રોકડ71.83 લાખ
કાર્યાલયમાં મંદિરને ભેંટમાં મળેલું સોનુ32 ગ્રામ
ચાંદી23 કિલો
મંદિર પરિસરમાં કરવામાં આવી રહેલી ગણતરી. બેંક કર્મચારી અને પોલીસ પણ હાજર
મંદિર પરિસરમાં કરવામાં આવી રહેલી ગણતરી. બેંક કર્મચારી અને પોલીસ પણ હાજર

મંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ રહ્યો
સાંવલિયાજી મંદિરમાં બુધવારે રાજભોગ આરતી પછી ભંડાર ખોલવામાં આવ્યો. કોરોના ગાઈડલાઈનના કારણે મંદિરમાં શ્રદ્ધાળુઓનો પ્રવેશ બંધ રહ્યો. ગુરૂવારે પણ શ્રદ્ધાળુઓ માટે દર્શન બંધ રહ્યાં. રાજભોગ આરતી પછી સાંવલિયાજી મંદિર મંડળ અધ્યક્ષ કન્હૈયાદાસ વૈષ્ણવ, ADM અને મંદિર મંડળ CEO રતન કુમાર સ્વામીજીની હાજરીમાં ભંડાર ખોલીને ગણતરી કરવામાં આવી. સુરક્ષા પણ સઘન રાખવામાં આવી.

બુધવારે શરૂ કરાઈ હતી નોટોની ગણતરી
બુધવારે શરૂ કરાઈ હતી નોટોની ગણતરી

અમાસની ચતુર્દશી પર ખુલે છે ભંડાર, મંદિર વિકાસ માટે ખર્ચ થાય છે પૈસા
મંદિરના ભંડારમાં આવતી રકમ દર અમાસની ચતુર્દશી પર ખુલે છે. જેને મંદિરમાં થતી ભગવાનની રાજભોગની આરતી બાદ ખોલવામાં આવે છે. સાંવલિયાજીના ભંડારમાં મળેલી રકમ મંદિર વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે. મંદિરનું બોર્ડ બનેલું છે.ચિત્તૌડગઢ ADM આ બોર્ડના CEO છે. ભેંટમાં મળેલી રકમને યાત્રી સુવિધાના વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે. સાથે જ મંદિર બોર્ડ દ્વારા ગૌશાળાનું પણ સંચાલન કરવામાં આવે છે. મંદિરમાં 500 કર્મચારીઓનો સ્ટાફ છે.

મંદિર લગભગ 2 સદી જૂનું છે. જેનો વિકાસ આજુબાજુના ગામડાંના લોકોએ જ કર્યો છે. માન્યતા છે કે એક ગોવાળિયાને સપનાંમાં સાંવલિયાજીની મૂર્તિના દર્શન થયા હતા. તેને તે સ્થળે જ ખોદકામ કરી પ્રતિમાને બહાર કાઢી હતી અને પોતાના ઘરમાં સ્થાપિત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો