ઈસરો ગુરુવારે નવો રેકોર્ડ રચવા જઈ રહ્યું છે. ભારત 75મા સ્વતંત્ર દિવસના ત્રણ દિવસ પહેલાં અંતરિક્ષમાં એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. એના માધ્યમથી હવે અંતરિક્ષથી પણ દેશ પર નજર રાખી શકાશે. ઈસરો પૃથ્વી પર દેખરેખ રાખનાર ભારતના પ્રથમ સેટેલાઈટ EOS-03નું લોન્ચિંગ કરવાનું છે. આ માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. એ સફળ થયા પછી ભારતની તાકાતમાં વધારો થશે. આ સેટેલાઈટ ભારતમાં આવનારાં વાવાઝોડા અને પૂર જેવાં સંકટ પર દેખરેખ રાખવા સક્ષમ હશે.
લોન્ચિંગનો આધાર હવામાનની સ્થિતિ પર
ઈસરોએ ટ્વીટ કરીને એનું કાઉન્ટડાઉન થઈ ગયું હોવા અંગેની માહિતી આપી છે. એમાં કહેવામાં આવ્યું છે કે જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હીકલ-એફ 10 EOS-03ના લોન્ચિંગનું કાઉન્ટડાઉન આજે સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર(SDSC)શાર, શ્રીહરિકોટા ખાતે શરૂ થયું છે. જોકે તેના લોન્ચિંગનો આધાર હવામાનની સ્થિતિ પર નિર્ભર રહેશે.
EOS-03 ખૂબ જ આધુનિક સેટેલાઈટ છે, જેને GSLV-F10ની મદદથી પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરવામાં આવશે. જો આ ટેસ્ટિંગ સફળ થાય છે તો ભારતની તાકાતમાં વધુ વધારો થશે અને હવામાન અંગેની હલચલને સમજવામાં સરળતા રહેશે.
સેટેલાઈટ અને એની વિશેષતાઓ
વર્ષનું પ્રથમ મિશન ફેબ્રુઆરીમાં થયું હતું
આ પહેલાં 28 ફેબ્રુઆરીએ ઈસરોએ વર્ષના પ્રથમ મિશનને સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ભારતનું રોકેટ 28 ફેબ્રુઆરીએ શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રમાંથી પ્રથમ વખત બ્રાઝિલનો સેટેલાઈટ લઈને અંતરિક્ષમાં રવાના થયું હતું. બ્રાઝિલના અમેઝોનિયા-1 અને 18 અન્ય સેટેલાઈટોને લઈને ભારતના પીએસએલવી સી-51એ શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રમાંથી ઉડાન ભરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.