તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ આપત્તિ 2.0:કાદવમાં દટાયેલાં, ખડકો પર અટકેલાં શબ મળ્યાં, હવે ટનલથી આશા

ચમોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યાં પછી સર્જાયેલા વિનાશ બાદનું દૃશ્ય વધુ ભયાવહ દેખાઈ રહ્યું છે. ઋષિગંગા નદી કિનારે 15 હેક્ટરમાં ફેલાયેલું મરિન્ડા જંગલ ગણતરીની મિનિટોમાં જ સાફ થઈ ગયું હતું. હાઈડ્રોપાવર પ્રોજેક્ટ ઉપરાંત ચીન સરહદે પહોંચનાર બીઆરઓનો બ્રિજ, ચાર ઝૂલા બ્રિજ, અનેક મંદિરો અને ઘર ફક્ત અડધા કલાકમાં જ નષ્ટ થઈ ગયાં હતાં. સોમવારે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું. આ દરમિયાન અનેક શબ કાદવમાં દબાયેલાં અને ખડકો પર અટકેલાં મળ્યાં હતાં.

હવે ટનલથી જ શ્વાસની આશા છે. વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જિયોલોજીના વિજ્ઞાનીઓએ આ દુર્ઘટના અંગે અમુક આશંકાઓ વ્યક્ત કરી જે ચોંકાવનારી હતી. આ ફક્ત ગ્લેશિયર તૂટવા પૂરતી ઘટના નથી પણ તેનાથી પેદા થયેલા સ્નો એવલાન્ચે આપત્તિના રૌદ્ર રૂપને વિકરાળ બનાવ્યું છે.

વરિષ્ઠ વિજ્ઞાની ડૉ. એસ.કે. રાય જણાવે છે કે જે વિસ્તારમાં આપત્તિ આવી ત્યાં ગત દિવસોમાં ભારે વરસાદ અને જોરદાર હિમવર્ષા પણ થઈ હતી. જે ભારે માત્રામાં ઉપરના ક્ષેત્રમાં જામી ગયો હતો. સંભવ છે કે ઉપરની સપાટી બરફ અને કાટમાળ સાથે ઝડપથી નીચે ધસી હશે. રિસર્ચ મુજબ ક્લાઈમેટ ચેન્જને કારણે ગંગોત્રી ગ્લેશિયર દર વર્ષે 22 મીટર પાછળ ખસી રહ્યાં છે. આ ગ્લેશિયર સ્નો એવાલન્ચ અને તૂટવાની દૃષ્ટિએ વધુ ઘાતક છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો