તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Coronavirus Wave Situation India Update; Health Ministry Joint Secretary Lav Agarwal On COVID Cases

વેક્સિવેશનમાં અંતરનો રિવ્યૂ:કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર ત્રીજી વખત બદલાઈ શકે છે, હાલ 84 દિવસમાં વેક્સિનનો બીજો ડોઝ લગાવામાં આવી રહ્યો છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
દેશમાં કેરળને છોડીને બીજા રાજ્યોમાં કોરોનાની ગતી ધીમી પડતી જણાય છે-ફાઈલ ફોટો - Divya Bhaskar
દેશમાં કેરળને છોડીને બીજા રાજ્યોમાં કોરોનાની ગતી ધીમી પડતી જણાય છે-ફાઈલ ફોટો

કોરોના વેક્સિન કોવિશિલ્ડ લગાવવા વચ્ચેના અંતરને ફરી એકવાર બદલી શકાય છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે જણાવ્યું હતું કે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતર પર વિચાર કરવામાં આવી રહ્યો છે. વેક્સિનેશન અંગે ટેકનિકલ એડવાઇઝરી ગ્રુપ NTAGIમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.

જો આવું થશે તો ત્રીજી વખત બે ડોઝ વચ્ચેનું અંતર બદલવામાં આવશે. હાલ, આ અંતર 84 દિવસનું છે. દેશમાં વેક્સિનેશનની શરૂઆતમાં કોવિશિલ્ડના બંને ડોઝ 4થી 6 અઠવાડિયાના અંતરે આપવામાં આવી રહ્યા હતા. બાદમાં તેને 6થી વધારીને 8 સપ્તાહ કરવામાં આવ્યો હતો.

જોકે NTAGI ચીફ ડો.એન.કે.અરોરાએ જણાવ્યું હતું કે વેક્સિનની અસરકારકતાનું મૂલ્યાંકન કરવા માટે પ્રોગ્રામેટિક ડેટા કલેક્શનની પ્રક્રિયા ચાલી રહી છે. નિયમિત ધોરણે આ ડેટાની સમીક્ષા કરતી NTAGI હાલમાં કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક વી માટે ડોઝનું અંતર બદલવાનો કોઈ પ્રસ્તાવ મળ્યો નથી.

તહેવારોના લીધે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મુશ્કેલિઓ વધી શકે છે
કેરળથી આવતા કોરોના સંક્રમણના આંકડા ચિંતાજનક છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે ગુરુવારે કહ્યું હતું કે કોરોના દેશભરમાં નબળો પડી રહ્યો છે પરંતુ કેરળે હજી પણ સરકારની ચિંતાઓ ઉભી કરી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 46,000 નવા કેસ નોંધાયા છે. તેમાંથી 58 ટકા એકલા કેરળના છે. બાકીના રાજ્યોમાં હજી પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આપણે હજી પણ કોરોનાની બીજી લહેરમાં છીએ. ઘણા તહેવારોને કારણે આગામી બે મહિના માટે સપ્ટેમ્બર અને ઓક્ટોબર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

તેમણે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં વેક્સિનના 80 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. ગુરુવારે 4 વાગ્યા સુધી 47 લાખથી વધુ ડોઝ લગાઈ ચૂક્યા છે. કોરોના વેક્સિન બિમારીનો ભય ઓછો કરનારી છે, પણ તેને રોકનારી નથી તેથીજ વેક્સિનેશન પછી પણ માસ્કનો ઊપયોગ કરવો જરૂરી છે. દેશના 41 જિલ્લાઓમાં અત્યારે વીકલી પોઝિટિવિટિ રેટ 10%થી વધુ છે.

56 દિવસ પછી આવ્યા આટલા વધુ આંકડા
દેશમાં 46,280 કોરોનાના નવા દર્દીઓ નોંધાયા. આ 56 દિવસોમાં સૌથી વધુ છે. આ પહેલા 1 જુલાઈએ 46,781 કેસો આવ્યા હતા. પાછલા 24 કલાકમાં 34,242 સંક્રમિત સાજા થયા અને 605ના મોત થયા. કેરળમાં સ્થિતિ ફરી ગંભીર બનતી નજરે આવી રહી છે. અહી બુધવારે 31,445 સંક્રમિતો નોંધાયા અને 20,271 સાજા થયા. આ દરમિયાન 215 દર્દીઓને આ મહામારીથી જીવ ગુમાવ્યો. રાજ્યનો પોઝિટિવિટિ રેટ વધીને 19.03% થઈ ગયો છે.

દેશમાં કોરોના મહામારી આંકડામાં......
છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ નોંધાયા: 46,265
છેલ્લા 24 કલાકમાં કુલ રિકવરી: 34,242
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 605
અત્યાર સુધીમાં કુલ સંક્રમિત: 3.25 કરોડ
અત્યાર સુધી રિકવર થયેલા: 3.17 કરોડ
અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 4.36 લાખ
હાલ સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 3.27 લાખ

અન્ય સમાચારો પણ છે...