વેક્સિન ટ્રેકર:કોવેક્સિનના ફેઝ-3 ક્લિનીકલ ટ્રાયલ્સનો ટાર્ગેટ પુરો, 25,800 વોલેન્ટિયર્સ સામેલ થયા

નવી દિલ્હી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
થોડા દિવસો પહેલા મીડિયામાં સામાચાર આવ્યા હતા કે કોવેક્સિનના ટ્રાયલ્સ માટે વોલેન્ટિયર્સ મળી રહ્યાં નથી. (ફાઈલ ફોટો) - Divya Bhaskar
થોડા દિવસો પહેલા મીડિયામાં સામાચાર આવ્યા હતા કે કોવેક્સિનના ટ્રાયલ્સ માટે વોલેન્ટિયર્સ મળી રહ્યાં નથી. (ફાઈલ ફોટો)
  • અાગામી મહિના સુધીમાં આવી શકે છે કોવેક્સિનના ફેઝ-3 ટ્રાયલ્સના પરિણામ
  • ડ્રગ રેગ્યુલેટરે 3 જાન્યુઆરીએ આપ્યું હતું વેક્સિનનું ઈમરજન્સી એપ્રુવલ

સ્વદેશી વેક્સિન કોવેક્સિન વિશે સારા સમાચાર આવ્યા છે. કોવેક્સિનના ભારતમાં ફેઝ-3 ક્લિનીકલ ટ્રાયલ્સે તેનો 25,800 વોલેન્ટિયર્સનું ટાર્ગેટ પુરુ કર્યું છે. ભારત બાયોટેકે ડિેસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ભારતના ડ્રગ રેગ્યુલેટર પાસે પોતાની વેક્સિન માટે ઈમરજન્સી એપ્રુવલ માંગ્યું હતું. આ અંગે 3 જાન્યુઆરીએ ડ્રગ રેગ્યુલેટરે તેની વેક્સિનને ઈમરજન ્સી એપ્રુવલ આપ્યું છે.

ભારત બાયોટેકના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર સુચિત્રા અલ્લાએ આ માહિતી આપી છે. સાથે જ ટ્રાયલ્સમાં સામેલ વોલેન્ટિયર્સનો આભાર પણ વ્યક્ત કર્યો. કંપનીની આ મહત્વની જાહેરાત છે. થોડા દિવસો પહેલા મીડિયામાં સમાચારો આવ્યા હતા કે કોવેક્સિનના ટ્રાયલ્સ માટે વોલેન્ટિયર્સ મળી રહ્યાં નથી. હવે કંપનીનો દાવો છે કે 25,800 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ લગાવવામાં આવી ચૂક્યો છે. આ વેક્સિનના બે ડોઝ લગાવવામાં આવી રહ્યાં છે. બીજા ડોઝના થોડા દિવસો પછી ખબર પડી કે આ વેક્સિન કેટલી સેફ અને ઈફેક્ટિવ છે. એટલે કે ફેઝ-3ના શરૂઆતી પરિણામ ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે.

સારી વાત એ છે કે કોવેક્સિનના ફેઝ-1 અને ફેઝ-2 ટ્રાયલ્સમાં 1000 વોલેન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાં વેક્સિને સારી સેફેટી અને ઈમ્યુનોજેનેસિટી રિઝલ્ટ્સ આપ્યા હતા. તેને આંતરરાષ્ટ્રીય પીયર રિવ્યુ સાયન્ટિફિક જર્નલ્સે પણ માન્યા છે.

સ્વદેશી કોરોના વેક્સિન-કોવેક્સિનને હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) અને પુનાના નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાઈરોલોજી(NIV)ની સાથે મળીન તૈયાર કરી છે. કંપનીના ફેઝ-3 ટ્રાયલ્સ નવેમ્બરમાં શરૂ કરવામાં આવ્યા હતા. આ કોરોનાવાઈરસ વેક્સિનની ભારતની પહેલી અને એકમાત્ર ફેઝ-3 અફિકેસી સ્ટડી છે. આ સ્વદેશી ઈનએક્ટિવેટેડ વેક્સિન ભારત બાયોટેકની BSL-3(બાયો-સેફ્ટી લેવલ 3) બાયો કન્ટેન્ટમેન્ટ ફેસિલિટીમાં ડેવલપ અને મેન્યુફકચર કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...