તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Coronavirus Vaccine Drone Delivery Project; ICMR Seeks Bid, Telangana Government Launched Project

હવે કોરોના પર ડ્રોન અટેક:ICMRની યોજના- અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોનથી વેક્સિન ડિલિવરી, તેલંગાણા સરકારે પ્રોજેક્ટ લોન્ચ કર્યો

3 મહિનો પહેલા
  • રાજ્ય સરકારના આ પ્રોજેક્ટમાં ફ્લિપકાર્ટ અને ડુંજોએ મદદ કરવાની જાહેરાત કરી

કેન્દ્ર અને રાજ્ય સરકારો હવે ડ્રોનથી વેક્સિનેશનની ડિલિવરી વિશે વિચાર કરી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આ પ્રોજેક્ટ માટે મોટી કંપનીઓ પાસે ટેન્ડર્સ મંગાવ્યા છે. જે વિસ્તારોમાં વેક્સિન મોકલાવવામાં તકલીફ થઈ રહી છે તે વિસ્તારોમાં વેક્સિન પહોંચાડવા માટે સરકાર આ પ્રમાણે ડિલિવરી કરવાનું વિચારી રહી છે. આ દરમિયાન તેલંગાણા સરકારે મેડિકલ સપ્લાય માટે ડ્રોન ડિલિવરી પ્રોજેક્ટ લોન્ચ કર્યો છે જેથી ખબર પડી શકે કે આ સિસ્ટમ કામ કરશે કે નહીં.

તેલંગાણા સરકારના આ પ્રોજેક્ટમાં ફ્લિપકાર્ટ અને ડુંજોએ મદદ કરવાની જાહેરાત કરી દીધી છે. તેઓ ડિલિવરી સિસ્ટમને ડેવલપ કરશે અને વેક્સિન ડિલિવરી સ્કીમને આગળ વધારશે.

11 જૂને ICMR દ્વારા જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં કહેવામાં આવ્યું છે કે, દરેક જગ્યાએ વેક્સિન પહોંચાડવા માટે એક એવી સિસ્ટમ ડેવલપ કરવાનું વિચારવામાં આવી રહ્યું છે કે, જેમાં ડ્રોન દ્વારા ડિલિવરી કરવામાં આવે. આ ડિલિવરી તે નક્કી કરેલા વિસ્તારોમાં હશે જ્યાં સરળ રીતે વેક્સિન પહોંચાડવી શક્ય નથી. આ ટેન્ડર HLL ઈન્ફ્રાટેક સર્વિસ લિમિટેડ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ ટેન્ડર કાનપુર IITના એક રિસર્ચ રિપોર્ટ સાથે રજૂ કરવામાં આવ્યું છે. જેમાં અનમેન્ડ એરિયલ વેહિકલ દ્વારા વેક્સિન ડિલિવરીના સારા પરિણામ સામે આવ્યા છે. એપ્રિલમાં મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિયેશને ICMRને IIT કાનપુર સાથે આ રિસર્ચને મંજૂરી આપી હતી.

ICMRની રિક્વાયરમેન્ટ

  • ICMR એવું ડ્રોન ઈચ્છે છે જે 100 મીટરની ઉંચાઈ પર 35 કિમી સુધી ઉડાન ભરી શકે.
  • આ ડ્રોન ઓછામાં ઓછું 4 કિલો વજન ઉપાડવા માટે સક્ષમ હોય.
  • સ્ટડીમાં પેરાશૂટ બેસ્ડ ડિલિવરીને બેસ્ટ માનવામાં આવે છે.

અત્યારે શું સમસ્યા છે
કેન્દ્રએ 20 કંપનીઓની પસંદગી કરી છે. તેમને ICMRની શરત પ્રમાણે ડ્રોન ડિલિવરીનો પ્રયોગ કરવાનો છે. ICMRએ શરત રાખી હતી કે, ડિલીવરી તે વિસ્તારોમાં કરવામાં આવે જે દેખાતા નથી. એટલે કે beyond visual line of sight પર અત્યાર સુધી કોઈ કંપનીએ આ પ્રમાણેનું ઓપરેશન કર્યું નથી. કારણકે હાલના નિયમ પ્રમાણે તેઓ અત્યારે એ જ વિસ્તારોમાં તેમનું ડ્રોન ઓપરેટ કરી શકે છે જે વિઝ્યુઅલ રેન્જમાં હોય છે.

અત્યારે દેશમાં વેક્સિનેશનની સ્થિતિ

  • અત્યારે દેશમાં મોટા પાયે બે વેક્સિનનો ઉપયોગ થાય છે. તેમાં કોવેક્સિન દેશમાં બનેલી છે. તેને ભારત બાયોટેકે બનાવી છે. જ્યારે બ્રિટનની ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા વેક્સિન કોવિશિલ્ડને ભારતમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ બનાવે છે.
  • રશિયન વેક્સિન સ્પુતનિક-Vને ભારતમાં ડોક્ટર રેડ્ડીઝ લેબ બનાવી રહી છે. જોકે આ વેક્સિન અત્યારે માત્ર અમુક પ્રાઈવેટ હોસ્પિટલોમાં જ મળે છે. તે ટૂંક સમયમાં જ બધે મળતી થઈ જશે તેવું માનવમાં આવી રહ્યું છે.
  • DCGIના નિર્ણયથી ફાઈઝર અને મોર્ડના જેવી વેક્સિનને પણ હવે દેશમાં મંજૂરી મળી છે. દેશના વેક્સિનેશન પ્રોગ્રામની વાત કરીએ તો અત્યાર સુધીમાં 25 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...