તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Coronavirus Vaccine Death India Update Government Panel Confirmed 68 Year Old Death After Receiving Shot

દેશમાં વેક્સિનથી પહેલા મોતનો ખુલાસો:68 વર્ષના વૃદ્ધને વેક્સિન પછી એલર્જી થઈ હતી, એનાથી જ તેમનું મોત થયું; તેમને 8 માર્ચે વેક્સિન અપાઈ હતી

3 મહિનો પહેલા
 • એનાફિલેક્સિસ એલર્જીમાં આખા શરીરે દાણાં દેખાવા લાગે છે
 • એનાફિલેક્સિસ એક ઘાતક એલર્જી છે જેની તુરંત સારવાર મળવી જરૂરી

ભારતમાં કોરોના વેક્સિનને કારણે એક 68 વર્ષના વૃદ્ધનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે. સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલ દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. ઈન્ડિયા ટૂડેના જણાવ્યા પ્રમાણે, 68 વર્ષના વૃદ્ધને 8 માર્ચના રોજ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી તેમને એનાફિલેક્સિસ જેવી સાઈડ ઈફેક્ટ જોવા મળી હતી. ત્યાર બાદ વૃદ્ધનું મોત થયું હતું. આ એક પ્રકારનું એલર્જિક રિએક્શન હોય છે.

31 મોતના અસેસમેન્ટ પછી ખુલાસો
વેક્સિન લગાવ્યા પછી કોઈ ગંભીર બીમારી થવા અથવા મોત થવાને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (AEFI) કહેવામાં આવે છે. આ રિએક્શન થવાથી આખા શરીરમાં ખૂબ ઝડપથી દાણા દેખાવા લાગે છે. AEFI માટે કેન્દ્ર સરકારે એક કમિટી બનાવી છે. આ કમિટીએ વેક્સિન લગાવ્યા પછી થયેલા 31 મોતના અસેસમેન્ટ પછી પહેલું મોત વેક્સિનને કારણે થયું હોવાનું કન્ફર્મ કર્યું છે.

વધુ બે લોકોમાં એનાફિલેક્સિસનાં લક્ષણો દેખાયાં
રિપોર્ટ પ્રમાણે, AEFI કમિટીના ચેરમેન ડૉ. એનકે અરોરાની અધ્યક્ષતામાં તૈયાર કરવામાં આવેલા રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે વધુ બે લોકોને વેક્સિન લીધા પછી એનાફિલેક્સિસની સમસ્યા જોવા મળી છે. તેમની ઉંમર 20 વર્ષની આસપાસની હતી. જોકે હોસ્પિટલમાં સારવાર પછી બંનેની તબિયતમાં સુધારો આવ્યો હતો. તેમને 16 અને 19 જાન્યુઆરીએ અલગ-અલગ વેક્સિન આપવામાં આવી હતી.
ડૉ. અરોરાએ આ વિશે વધુ કંઈપણ કહેવાની ના પાડી છે. જોકે તેમણે એવું ચોક્કસ કહ્યું છે કે હજારમાં એકાદ વ્યક્તિને એલર્જીનું રિએક્શન થાય છે, જો વેક્સિન પછી એનાફિલેક્સિસનાં લક્ષણ દેખાય તો તેમને તરત સારવારની જરૂર હોય છે. હજાર લોકોમાંથી 1ને એનાફિલેક્સિસ અથવા ગંભીર એલર્જી રિએક્શનની સમસ્યા હોય છે.

વધુ 3 મોતનો ખુલાસો થવાનો બાકી
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, વધુ 3 લોકોનાં મોત વેક્સિનને કારણે થયા હોવાનું માનવામાં આવે છે, પરંતુ હજી એનો ખુલાસો થવાનો બાકી છે. સરકારી પેનલના રિપોર્ટ પ્રમાણે, વેક્સિન સાથે જોડાયેલા અત્યારે એ પણ રિએક્શન સામે આવી રહ્યા છે તેની અપેક્ષા પહેલેથી જ હતી. એ માટે સાઈન્ટિફિક એવિડન્સના આધારે વેક્સિનેશનને જવાબદાર ઠેરવી શકાય છે. આ રિએક્શન એલર્જી સંબંધિત અથવા એનાફિલેક્સિસની હોઈ શકે છે.

આ કેસની તપાસ કરવામાં આવી
કમિટીએ જણાવ્યું હતું કે વેક્સિનેશન પછી સામે આવેલા આ 31 ગંભીર કેસમાં વેક્સિનની અસર પ્રમાણે એને અલગ-અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે

 • 18 કેસ- આ એવા કેસ જે વેક્સિનેશન સાથે જોડાયેલા નથી, એટલે કે વેક્સિન પછી કરવામાં આવેલા રિપોર્ટમાં વેક્સિનેશન સિવાય પણ અલગ કારણો માનવામાં આવે છે.
 • 7 કેસ- અનિશ્ચિત એટલે કે એના માટે કોઈ નિશ્ચિત પુરાવા અથવા ક્લિનિકલ ટ્રાયલ ડેટા નથી. એમાં વઘારે એનાલિસિસ અને સ્ટડીની જરૂર છે.
 • 3 કેસ- વેક્સિન પ્રોડક્ટ સાથે રિએક્શન અથવા એનાફિલેક્સિસ.
 • 2 કેસ- અવર્ગીકૃત એટલે કે જેની તપાસ કરવામાં આવી છે, પરંતુ મહત્ત્વની માહિતી ગાયબ હોવાના કારણે પૂરતા પુરાવા મળ્યા નથી. એ વિશે ફેરવિચારણા કરવામાં આવશે.
 • 1 કેસ- વેક્સિન વિશે ગંભીર રીતે જોડાયેલો આ કેસ, જેમાં બેભાન અવસ્થામાં અથવા વેક્સિનને કારણે વ્યક્તિ ગંભીર સ્થિતિમાં મુકાઈ હોય અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હોય.

શું હોય છે એનાફિલેક્સિસ એલર્જી?
એનાફિલેક્સિસ એક ઘાતક એલર્જી માનવામાં આવે છે, જેની તરત સારવાર કરવી જરૂરી હોય છે. એ ખૂબ ઝડપથી ફેલાય છે. એનાફિલેક્સિસ એલર્જી આખા શરીરમાં ફેલાતી હોય છે.

એનાફિલેક્સિસનાં લક્ષણો

 • સ્કિન પર રેશિસ થવા, આખા શરીરે ખણ આવે છે અને સોજા થાય છે
 • ખાંસી સિવાય શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે.
 • પેટમાં દુખાવો અને ઊલટી થાય છે.
 • ચક્કર આવવા અને માથામાં દુખાવો થવો.
 • શ્વાસ લેવામાં તકલીફ થવી, ગભરામણ થવી.
 • ડાયરિયા થઈ શકે છે અને જીભ થોથવાઈ જાય છે.
 • શરીર પીળું પડી શકે છે અને પલ્સ રેટ પણ ઘટી શકે છે.
 • ખાવા-પીવામાં મુશ્કેલી થવા લાગે છે અને ગળામાં સોજો આવે છે.

એનાફિલેક્સિસની સારવાર
એનાફિલેક્સિસ સામાન્ય રીતે એલર્જી ઊભી કરનારાં તત્ત્વોના સંપર્કમાં આવતાં જ તરત જ એનું સ્વરૂપ દર્શાવે છે. જોકે અમુક વખત આ એલર્જી સામે આવતાં અમુક કલાકો પણ થઈ જાય છે. એની સારવારમાં એપિનફિરીનનો શોટ ફાયદાકારક રહે છે અને એ તરત દર્દીને આપવાનો હોય છે. આ એક અડ્રેનલિન ઓટો-ઈન્જેક્ટર હોય છે, જે બ્લડ વેસલ્સને સાંકડી કરે છે. એનાથી મસલ્સને સ્મૂથ કરવામાં મદદ મળે છે અને શ્વાસ લેવાની તકલીફ પણ દૂર કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...