તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સાઉથ આફ્રિકાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને કહ્યું છે કે તે એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિનના 10 લાખ ડોઝ પાછા લઈ લે. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટમાં મંગળવારે એનો ઘટસ્ફોટ થયો છે. આ પહેલાં સાઉથ આફ્રિકાએ કહ્યું હતું કે તે પોતાને ત્યાં વેક્સિનેશન પ્રોગ્રામમાં એસ્ટ્રાજેનેકાની વેક્સિનને સામેલ નહીં કરે, કારણ કે આ દેશમાં હાજર કોરોનાના નવા પ્રકાર વિરુદ્ધ કારગર નથી.
SII એક મુખ્ય વેક્સિન સપ્લાયર તરીકે સામે આવી છે, જે ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનનું પ્રોડક્શન કરી રહ્યું છે. ગત સપ્તાહે જ સાઉથ આફ્રિકામાં વેક્સિનના 10 લાખ ડોઝનો પહેલો જથ્થો પહોંચ્યો હતો. પાંચ લાખ ડોઝ આગામી અમુક સપ્તાહમાં ત્યાં પહોંચવાના હતા.
રોલઆઉટ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો
ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા પ્રમાણે, સાઉથ આફ્રિકાની હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે દેશમાં હાલના સમયે કોરોનાના જે વેરિઅન્ટના કેસ સામે આવ્યા છે એની પર આ વેક્સિન અસરકારક નથી. એટલા માટે દેશમાં આ વેક્સિનના રોલઆઉટ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. હવે સરકાર એસ્ટ્રાજેનેકાની વેક્સિન વેચવા અંગે વિચારી રહી છે.
કંપનીએ કહ્યું હતું કે વેક્સિન માત્ર આફ્રિકન વેરિઅન્ટનાં હળવાં લક્ષણવાળા કેસમાં લિમિટેડ પ્રોટેક્શન આપે છે. આ દાવો દક્ષિણ આફ્રિકાની યુનિવર્સિટી ઓફ વિટવાટર્સરેન્ડ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના એક અધ્યયનના આંકડાના આધારે કરાયો છે.
જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિન અપાશે
સાઉથ આફ્રિકામાં અત્યારસુધી વેક્સિનેશનની શરૂઆત નથી થઈ. તેણે નિર્ણય કર્યો છે કે તે પોતાને ત્યાં હેલ્થકેરવર્કર્સને જોહન્સન એન્ડ જોહન્સનની વેક્સિન આપશે. આ વેક્સિનેશન અભિયાન રિસર્ચર્સ સાથે એક અભ્યાસની જેમ હશે. આ સમાચાર એવા સમયે આવ્યા છે, જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડને દુનિયામાં ગમે ત્યાં ઈમર્જન્સી યુઝનું અપ્રૂવલ આપી દીધું છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.