તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Cough Accumulated In The Lungs Did Not Come Out Of The Drug, Many Patients Returned To Normal With Chest Physiotherapy; Oxygen Levels Also Returned To Normal

કોરોનાના દર્દીઓ માટે નવી આશા:ફેફસામાં જમા થયેલો કફ દવાથી બહાર આવતો ન હતો, ચેસ્ટ ફિઝિયોથેરેપીથી ઘણા દર્દીઓ નોર્મલ થયા

જયપુર3 મહિનો પહેલાલેખક: દિનેશ પાલીવાલ
  • ચેસ્ટ થેરેપીમાં ત્રણ પ્રકારના વોલ્યુમ છે, તે દર્દીની સ્થિતિ જોઈને નક્કી કરવામાં આવે છેઃ ડો.ડોઈ

સમગ્ર દેશમાં કોરોનાના કારણે સ્થિતિ કથળી છે. સતત વધી રહેલા દર્દીઓની વચ્ચે સૌથી મોટી ચિંતા એ વાતની છે કે દર્દીની સારવાર અંતે કઈ રીતે કરવામાં આવે? કોરોનાની વેક્સિન આવી ચૂકી છે, જોકે કોરોના સંક્રમણ પછી સારવારને લઈને સમગ્ર વિશ્વમાં અલગ-અલગ પ્રકારના મત છે. અલગ-અલગ દવાઓ છે.

આ બધાની વચ્ચે વિવિધ રાજ્યોના ડોક્ટર પોતાના સ્તરે નવા પ્રયોગ કરી રહ્યાં છે, જે કોરોનાના દર્દીઓની સારવારમાં ઉપયોગી સાબિત થઈ રહ્યાં છે. આવી જ શરૂઆત રાજસ્થાનના જયપુરમાં કરવામાં આવી છે. અહીં હવે ચેસ્ટ ફિઝિયોથેરેપી અપાઈ રહ્યાં છે. આ થેરેપીથી મોટી સંખ્યામાં દર્દીઓ રિકવર થઈ રહ્યાં છે.

કોરોના સંક્રમિત જે દર્દીઓ ઓક્સિજનની અછતના કારણે હેરાન થઈ રહ્યાં છે, તેમના માટે ચેસ્ટ ફિઝીયોથેરેપી રામબાણ સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તેના દ્વારા જયપુરની ઘણી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓનું સેચ્યુરેશન વધ્યું છે. આ સિવાય દર્દીના ફેફસાની રિકવરી પણ ઝડપથી થઈ છે. એવા પણ રિઝલ્ટ સામે આવ્યા છે કે દર્દી ઓક્સિજન સપોર્ટ પર હોય પરંતુ આ થેરેપીથી તેનુ ઓક્સિજન લેવલ નોર્મલ થયું હોય.

થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિતોનું સેચ્યુરેશન લેવલ એક સ્તર સુધી વધારવા માટે ડોક્ટરે જે રીતે પ્રોનિંગ કરવાની સલાહ આપી, એ જ રીતે ચેસ્ટ ફિઝીયોથેરેપી દ્વારા દર્દીનું ઓક્સિજન લેવલ વધારીને તેને સંતુલિત લેવલે લાવી શકાય છે.

જયપુરના રિ-લાઈફ હોસ્પિટલના ચીફ ફિઝીયોથેરેપિસ્ટ ડો.અવતાર ડોઈએ જણાવ્યું કે જયપુરમાં ચેસ્ટ ફિઝીયોથેરેપીને હાલ બીજી હોસ્પિટલોમાં શરૂ કરવામાં આવી નથી. જોકે અમે વ્યક્તિગત રીતે કેટલીક હોસ્પિટલોમાં જઈને દર્દીઓને આ થેરેપી આપી. તેમણે જણાવ્યું કે છેલ્લા 15-20 દિવસની અંદર 100થી વધુ દર્દીઓ પર આ થેરેપી અપનાવવામાં આવી છે. તેના ઘણા સારા રિઝલ્ટ મળ્યા છે.

ડો. અવતાર ડોઈએ જણાવ્યું કે થેરેપી માત્ર એ જ દર્દીઓને આપવામાં આવે છે, જેનુ સેચ્યુરેશન લેવલ 80 કે તેનાથી વધુ છે. તેમાં આપણે દર્દીના ફેફસામાં જમા થયેલા કફને ઢીલો કરી શકીએ છીએ, તેના કારણે કફ બહાર આવવા લાગે છે. અને દર્દીની શ્વાસ લેવાની કેપિસિટી વધી જાય છે.

દર્દીને આ રીતે મળી જાય છે આરામ

  • કોવિડના દર્દીના ફેફસા વાઈરસથી ડેમેજ થઈ જાય છે, સાથે જ ઘણા દર્દીના ફેફસામાં કફ જામવાની ફરિયાદ આવવા લાગે છે. કફ જામી જવાથી ફેફસા તેની ક્ષમતા મુજબ કામ કરી શકતા નથી, તેના કારણે દર્દીની રિકવરી પણ મોડી થાય છે.
  • રિકવરીની સ્પીડને વધારવા માટે દર્દીના ફેફસામાંથી કફને હટાવવો જરૂરી છે. જેથી તે સારી રીતે કામ કરી શકે અને દર્દી શ્વાસ લઈ શેક.
  • શ્વાસમાં જામેલા ટાઈટ કફને ઢીલો કરીને બહાર નીકાળવા માટે ડોકટર અલગ-અલગ દવાઓ આપે છે, જેમાં સમય લાગે છે. જ્યારે ચેસ્ટ થેરેપીમાં દવા વગર કફને ઢીલો કરવામાં આવે છે અને કફ તેની રીતે જ શરીરન બહાર નીકળવા લાગે છે.
  • દર્દીના શરીરમાંથી જ્યારે કફ બહાર આવે છે તો તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. સંક્રમિત ફેફસા પણ ઝડપથી સાજા થવા લાગે છે.

સીટી સ્કેનના રિપોર્ટના આધારે થાય છે થેરેપી
ડો.ડોઈએ જણાવ્યું કે ચેસ્ટ થેરેપીમાં ત્રણ પ્રકારના વોલ્યુમ છે, જે દર્દીની સ્થિતિ જોઈને નક્કી કરવામાં આવે છે. ચેસ્ટ થેરેપીમાં પહેલા એ જોવામાં આવે છે કે ફેફસાના ક્યાં ભાગમાં વધુ કફ જમા છે. સીધા હાથ તરફ બનેલા ફેફસાના ત્રણ પાર્ટ અને ઉધા હાથની તરફ બનેલા ફેફસાના બે પાર્ટ હોય છે. તેના માટે દર્દીનો સીટી સ્કેન રિપોર્ટ જોવામાં આવે છે. આ રિપોર્ટના આધારે અલગ-અલગ સ્થિતિમાં થેરેપી આપવામાં આવે છે. થેરેપીમાં સૌથી પહેલા મશીનથી વાઈબ્રેશન દ્વારા અને તે પછી મેન્યુઅલી હાથથી થપડ મારીને ટાઈટ કફને ઢીલો કરવામાં આવે છે.

કોરોના સંક્રમણમાંથી બહાર આવેલી સંગીત શર્માને પણ ચેસ્ટ ફિઝિયોથેરેપી લીધા પછી ઘણી રાહત છે.
કોરોના સંક્રમણમાંથી બહાર આવેલી સંગીત શર્માને પણ ચેસ્ટ ફિઝિયોથેરેપી લીધા પછી ઘણી રાહત છે.

કેસનં.1ઃ ફેફસા થવા લાગ્યા રિકવર
જયપુરની સંગીતા શર્મા(56) એપ્રિલથી શાસ્ત્રી નગર સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. કોરોનાના કારણે તેના બંન્ને ફેફસા ઘણા ખરાબ થઈ ગયા. તેમના પુત્ર અાશુતોષ શર્માએ જણાવ્યું કે છેલ્લા એક સપ્તાહથી ચેસ્ટ થેરેપી લીધા બાદ ફેફસાની સ્થિતિમાં ધીરે-ધીરે સુધારો આવવા લાગ્યો છે. તેમણે જણાવ્યું કે તેમની માતાનો એક સપ્તાહ પહેલા કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, જોકે ફેફસા ડેમેજ હોવાના કારણે હાઈફ્લો ઓક્સિજન સપોર્ટ પર રહી, જોકે જ્યારથી થેરેપી શરૂ કરી છે ફેફસાની રિકવરી થવા લાગી છે.

સીતારામ શર્મા નામના દર્દીને પણ ચેસ્ટ ફિઝીયોથેરેપીથી રાહત મળી છે. હવે ઓક્સિજન લેવાની જરૂર પડતી નથી.
સીતારામ શર્મા નામના દર્દીને પણ ચેસ્ટ ફિઝીયોથેરેપીથી રાહત મળી છે. હવે ઓક્સિજન લેવાની જરૂર પડતી નથી.

કેસ નં.2ઃ ન લેવો પડ્યો ઓક્જિસજન સપોર્ટ
સીતારામ શર્મા બે દિવસ પહેલા કોરોનાથી સંક્રમિત થયા, જે શાસ્ત્રીનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. તેમના પુત્ર પવન શર્માએ જણાવ્યું કે જ્યારે તેમના પિતાને અહીં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે ઓક્સિજનનું લેવલ 88-90ની વચ્ચે રહેતુ હતુ અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. ડોક્ટર્સે ઓક્સિજન સપોર્ટ આપવાની જગ્યાએ ચેસ્ટ ફિઝિયોથેરેપીની સલાહ આપી. બે દિવસથી સતત ચેસ્ટ ફિઝિયોથેરેપી લીધા પછી તેમને શ્વાસ લેવાની સમસ્યામાં થોડા આરામ મળ્યો છે. હવે ઓક્સિજન પણ આપવો પડતો નથી.

અન્ય સમાચારો પણ છે...