• Gujarati News
  • National
  • Coronavirus Third Wave In India Know Everything About It Indians Are Afraid Of Uk Us Facing

ત્રીજી લહેર:જાણો શું છે કોરોના વાઈરસની ત્રીજી લહેર, જેનાથી ભારતીયો ડરે છે; અન્ય દેશોએ ટક્કર આપવા લીધો લોકડાઉનનો સહારો, ભારત શું કરશે?

5 મહિનો પહેલા
કોરોનાનીત્રીજી લહેર એ ભારતની નવી ચિંતા
  • કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે ખૂબ જોખમી માનવામાં આવે છે

દેશમાં કોરોના વાઈરસની બીજી લહેર હવે પીક પર આવવાની તૈયારીમાં છે ત્યારે સરકારને હવે ત્રીજી લહેરનો ડર પરેશાન કરવા લાગ્યો છે. દરેક લોકોના મનમાં સવાલ ઉભો થયો છે કે, જો બીજી લહેર આટલી જોખમી છે તો ત્રીજી લહેરની કેવી અસર હશે? ત્રીજી લહેર સામે હાલ લીધેલી વેક્સિન પણ પ્રભાવશાળી હશે કે નહીં તે વિશે પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઘણાં દેશોએ ત્રીજી લહેરને રોકવા માટે લોકડાઉન સહિત અન્ય પ્રતિબંધો પણ વધારી દીધા છે. માનવામાં આવે છે કે, કોરોનાની ત્રીજી લહેર ત્યારે જ રોકાશે જ્યારે આપણે કોઈ એક જગ્યાએ રોકાઈ જઈએ. ભારતમાં આજે કોરોનાની બીજી લહેરનો સખત ડર ફેલાયેલો છે. પરંતુ તેની સાથે સાથે રોજ ચારેય બાજુ ત્રીજી લહેરની ચર્ચા પણ એટલી જ વધી રહી છે. તો આવી જાણીએ કે આ ત્રીજી લહેર છે શું....

કાઉન્સિલઓફ સાઈન્ટીફિક ઈન્ડસ્ટ્રીયલ એન્ડ રિસર્ચ (CSIR)ના મહાનિર્દેશક ડોક્ટર શેખર માંડેએ પણ કહ્યું છે કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવશે. તેમણે કહ્યું છે કે, આ વિશે સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો ચિંતિત છે. દરેક લોકો તેને રોકવાના ઉપાયમાં જોડાયેલા છે. માંડેએ કહ્યું છે કે, ત્રીજી લહેરથી બચી શકાય છે, કારણકે આપણી પાસે વેક્સિન છે.

શું છે થર્ડ વેવ?
WHOના યુરોપ નિર્દેશક હેન્સ ક્લુઝે કહ્યું છે કે, થર્ડ વેવમાં વાઈરસનો નવો વેરિઅન્ટ B117નું મ્યુટેશન પહેલીવાર યુકેમાં જોવા મળ્યું છે. એવું પણ કહેવામાં આવે છે કે, તે મૂળ વાઈરસની સરખામણીએ 50 ટકા ઝડપથી સંક્રમણ ફેલાવે છે અને વધુ ઘાતક છે. તેણે કહ્યું છે કે, વેરિઅન્ટનો પ્રસાર વધી રહ્યો છે અને જો લોકો સુરક્ષિત અને નિયંત્રિત રીતે નહીં રહે ત્યારે તે વધારે ઝડપથી ફેલાવાની શક્યતા છે.

બાળકો માટે વધારે જોખમી બનશે ત્રીજી લહેર
અમુક નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ત્રીજી લહેર નાની ઉંમરના બાળકો માટે ખૂબ આક્રમક રહેશે. કોરોનાની પહેલી લહેરમાં વૃદ્ધો લોકો વધારે સંક્રમિત થયા હતા. બીજી લહેરમાં પણ જોવા મળ્યું છે કે, ઉમરનો કોઈ બાધ રહ્યો નથી અને યુવા વર્ગ તેમાં વધારે સપડાયો છે. જ્યારે ત્રીજી લહેર માટે માનવામાં આવે છે કે તેમાં 12થી ઓછી ઉંમરના બાળકો વધારે સંક્રમિત થઈ શકે છે. ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને હવે વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોનું માનવું છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે પણ શક્ય હોય તેટલી ઝડપથી વેક્સિન ડેવલપ થવી જોઈએ.

ભારતની હાલ શુ સ્થિતિ છે
ભારતની વાત કરીએ તો અહીં સરકાર દ્વારા વેક્સિનેશનના બીજા તબક્કાની શરૂઆત કરી દેવામાંઆવી છે. પહેલાં તબક્કામાં સ્વાસ્થ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર અને 45થી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સંજોગોમાં થર્ડવેવ વિશે લોકોના મનમાં ખૂબ ડર છે. તે ઉપરાંત દેશમાં અત્યારે રોજના 3.50 લાખ કરતાં પણ વધારે કેસ અને રોજના 3000થી વધારે મોત થતાં હોવા છતાં કેન્દ્ર સરકાર તરફથી પૂર્ણ લોકડાઉનની કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેમ છતાં દેશમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર સહિત સાત રાજ્યોએ તેમના પ્રમાણે લોકડાઉન લગાવી દીધુ છે.

કોરોનાની થર્ડ વેવ સામે અન્ય દેશોની સ્થિતિ
જર્મનીની હાલત

જર્મનીએ ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્કૂલ, નોકરી-ધંધા બધુ ખોલવાનો વિચાર કરી લીધો હતો. પરંતુ ત્રીજી લહેરની શરૂઆત થતાં જ લોકો સતર્ક થઈ ગયા હતા. અહીં થર્ડ વેવ પછી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે. અહીં એક દિવસના 30 હજાર કેસ આવતાં જ આ કડક નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, આ વેવમાં નાની ઉંમરના બાળકો વધારે સંક્રમિત થયા હતા.

મોટાભાગના દેશોએ થર્ડ વેવને ટક્કર આપવા લોકડાઉન અને પ્રતિબંધોનો સહારો લીધો
મોટાભાગના દેશોએ થર્ડ વેવને ટક્કર આપવા લોકડાઉન અને પ્રતિબંધોનો સહારો લીધો

ફ્રાન્સની સ્થિતિ
ફ્રાન્સમાં ત્રીજી વખત રાષ્ટ્રિય લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. સ્કૂલ-કોલેજોની સાથે સાથે નોકરી-ધંધા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તે ઉપરાંત સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો નાઈટ કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યો છે. જોકે બીજો એક પ્લસ પોઈન્ટ અહીં એ છે કે, અહીં 11.6 મિલિયન લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

ઈટાલીમાં ફરી વધવા લાગ્યા કેસ
ઈટાલીમાં જાન્યુઆરીથી કેસની સંખ્યા વધી રહીછે. જાન્યુઆરીમાં 12000 કેસ નોંધાયા હતા જે એપ્રિલમાં વધીને 20,000 સુધી પહોંચી ગયા છે. અહીં પણ સરકાર શક્ય હોય તેટલું ઝડપથી વેક્સિનેશન કાર્યક્રમ પર ભાર મુકી રહી છે. જેથી થર્ડ વેવને નિયંત્રણમાં લાવી શકાય.

નેધરલેન્ડમાં પ્રતિબંધો ચાલુ રાખવાના આદેશ
નેધરલેન્ડની સરકાર દ્વારા પ્રતિબંધો ચાલુ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. તાજેતરમાં જ અહીં 21 એપ્રિલથી કર્ફ્યુ હટાવવાની વાત ચાલતી હતી. પરંતુ અચાનક ખરાબ થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને અહીં પ્રતિબંધો ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

કોરોનાના વધતા જતા નવા કેસ અને મૃત્યુએ કર્ફ્યુ અને પ્રતિબંધો લંબાવવામાં આવ્યા
કોરોનાના વધતા જતા નવા કેસ અને મૃત્યુએ કર્ફ્યુ અને પ્રતિબંધો લંબાવવામાં આવ્યા

પોલેન્ડની હાલત વધારે ખરાબ
પોલેન્ડની સરકાર પણ કોરોનાની ત્રીજી લહેર સામે લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. અહીં અચાનકથી કેસમાં વધારો જોવા મળ્યો છે. અહીં એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહ સુધી કુલ 26 લાખ કેસ નોંધાયા છે. જ્યારે મૃત્યુઆક 59 હજાર થઈ ગયો છે. આ સંજોગોમાં પોલેન્ડ સરકારે આગામી સમયમાં પણ લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...