તમિલનાડુ / લોકડાઉનમાં ચેન્નાઈની ગલીઓમાં કોરોના થીમનો રોબોટ રસ્તાઓ સેનિટાઈઝ કરે છે

Coronavirus-Themed Robots Sanitise Chennai Streets
X
Coronavirus-Themed Robots Sanitise Chennai Streets

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 06:47 PM IST

ચેન્નાઈ. તમિલનાડુના ચેન્નાઈ શહેરની હોસ્પિટલમાં હાલ કોરોના દર્દીઓને જમવાનું અને દવા રોબોટ આપે છે, એ પછી હવે રોબોટ શહેરના રસ્તાઓ પણ સેનિટાઈઝ કરી રહ્યા છે. બુધવારથી ચેન્નાઈ શહેરના કન્ટેન્મેન્ટ ઝોનમાં કોરોના વાઈરસ થીમનો રોબોટ ગલીઓને સેનિટાઈઝ કરી રહ્યો છે. આ રોબોટને લીલા રંગની ઓટો રિક્ષામાં પાછળની બાજુએ રાખ્યો છે. આ રોબોટ રસ્તાને સેનિટાઈઝ કરતો જાય છે અને સાથે-સાથે લોકોનું ધ્યાન પણ ખેંચતો જાય છે.

કોરોના થીમનો રોબોટ બનાવનાર ગૌતમે ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, આ રોબોટ 30 લિટર ડિસિન્ફેક્ટન્ટ એટલે કે જંતુનાશક પ્રવાહીનો સંગ્રહ કરે છે. હાલ આ પ્રોટોટાઈપ છે અમે આનાથી સારો રોબોટ બનાવી રહ્યા છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી