તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 68% Reduction In Daily Cases, More Than 60% Of The Elderly Population Receiving A Single Dose Of The Vaccine

કોરોના પર સારા સમાચાર:રોજિંદા કેસમાં 68% ઘટાડો, 60%થી વધુ વૃદ્ધ વસ્તીને વેક્સિનનો સિંગલ ડોઝ લાગ્યો

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકોનું વેક્સિનેશન શરૂ કરવા લગભગ 25 કરોડ ડોઝની જરૂર પડશે

દેશમાં કોરોના કેસ સતત ઘટી રહ્યાં છે. પ્રત્યેક દિવસે નોંધાતા કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. વેક્સિન લગાવનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. નીતિ આયોગના સભ્ય ડો.વીકેપોલે જણાવ્યું કે અવર વર્લ્ડ ઈન ડેટાના જણાવ્યા મુજબ ભારતમાં વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લેનારાઓની સંખ્યા 17.2 કરોડ છે. આ બાબતમાં આપણે અમેરિકાથી આગળ નીકળી ગયા છે. આ સિવાય 60 ટકાથી વધુ વૃદ્ધ વસ્તીને પણ વેક્સિનનો ઓછમાં ઓછો એક ડોઝ લાગી ચૂક્યો છે.

તેમણે જણાવ્યું કે બાળકો પર કોવેક્સિન અને ઝાયડસની વેક્સિનના ટ્રાયલ પહેલેથી કરવામાં આવી રહ્યાં છે. આપણને તેમના માટે લગભગ 25 કરોડ ડોઝની જરૂર પડશે. રણનીતી બનાવતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખવી પડશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ જો 7 મેને પીક માનીને ડેટાનું એનાલિસિસ કરીએ તો કોરોનાના રોજના કેસમાં 68 ટકાનો ઘટાડો નોંધાયો છે. 66 ટકા નવા મામલા 5 રાજ્યોમાંથી આવી રહ્યાં છે અને બાકીના 31 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી. આ વાત જ જણાવે છે કે લોકલ લેવલ પર વાઈરસને કાબુ લેવામાં સફળતા મળી રહી છે.

બાળકો માટે જોઈશે 25 કરોડ ડોઝ
કોવેક્સિનને ઈમરજન્સી યુઝના લિસ્ટમાં સામેલ કરવામાં થઈ રહેલા વિલંબ પર ડો.વી કે પોલે કહ્યું કે અમે ભારત બાયોટેક અને WHOની સાથે કામ કરી રહ્યાં છીએ.
દેશમાં બાળકોનું વેક્સિનેશન શરૂ કરવા પર તેમણે કહ્યું કે બાળકો પર કોવેક્સિન અને ઝાયડસની વેક્સિનની ટ્રાયલ પહેલેથી થઈ રહી છે. આપણને તેના માટે લગભગ 25 કરોડ ડોઝની જરૂર પડશે. રણનીતી બનાવતી વખતે આ વાતને ધ્યાનમાં રાખવી પડશે.

257 જિલ્લાઓમાં જ 100થી વધુ ડેલી કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે 377 જિલ્લાઓમાં હાલ 5 ટકાથી ઓછા કેસ નોંધાયા છે. રિકવરી રેટમાં સતત વધારો થયો છે. હાલ તે 93.1 ટકા છે. રોજ 100થી વધુ કેસવાળા જિલ્લાઓની સંખ્યા પણ ઘટી રહી છે. 257 જિલ્લાઓમાં હવે 100થી વધુ ડેલી કેસ નોંધાઈ રહ્યાં છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના લગભગ 1.32 લાખ કેસ નોંધાયા છે. છેલ્લા 8 દિવસથી નવા કેસ 2 લાખથી ઓછા નોંધાઈ રહ્યાં છે. અત્યાર સુધીમાં વેક્સિનના 22.41 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.