તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • A Record 1.85 Lakh New Infections Were Found In 24 Hours, An Increase Of One Lakh Active Cases; More Than 1,000 Deaths A Day For The First Time This Year

કોરોના દેશમાં:મહારાષ્ટ્રના માર્ગે ઉત્તરપ્રદેશ; 24 કલાકમાં 20,512 કેસ મળ્યા, એક સપ્તાહમાં નવા દર્દીમાં 3 ગણો વધારો થયો; દેશમાં 1.99 લાખ લોકો સંક્રમિત,1036નાં મોત

નવી દિલ્હી5 મહિનો પહેલા
  • 3500 રૂપિયાથી વધારે નહીં હોય રેમડેસિવિર ઈન્જેક્શનની કિંમત, 6 નવી કંપનીને પણ ઉત્પાદનની મંજૂરી
  • UPના CM યોગી આદિત્યનાથ અને SP અધ્યક્ષ અખિલેશ યાદવને પણ થયો કોરોના, યોગીએ 9 દિવસ પહેલાં 5 એપ્રિલે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો
  • 24 કલાકમાં રેકોર્ડ 1.85 લાખ નવા સંક્રમિત મળ્યા, એક લાખ એક્ટિવ કેસ વધ્યા; આ વર્ષે પહેલી વખત એક દિવસમાં 1000થી વધુનાં મોત

ઉત્તરપ્રદેશમાં સ્થિતિ સતત બગડી રહી છે. પ્રદેશમાં બુધવારે કોરોનાના નવા દર્દીની સંખ્યા વિક્રમજનક રહી છે. અહીં પ્રથમ વખત 24 કલાકમાં 20 હજારથી વધારે નવા કેસ મળ્યા છે. અહીં સંખ્યાં 20,512 રહ્યા છે. UPમાં 7 એપ્રિલના રોજ 6002 કેસ મળ્યા હતા. 8 માર્ચના રોજ અહીં ફક્ત 101 કેસ મળ્યા હતા. ત્યારબાદ અચાનક કોરોનાનો વિસ્ફોટ થયો છે.. અત્યારસુધી મહારાષ્ટ્ર એકમાત્ર એવું રાજ્ય છે કે જ્યાં દરરોજ 20 હજારથી વધારે કેસ આવી રહ્યા છે.

એડિશનલ ચીફ સેક્રેટરી (હેલ્થ) અમિત મોહન પ્રસાદે જણાવ્યું હતું કે બુધવારે 4,517 દર્દી રિકવર થયા છે. જ્યારે 67 લોકોનાં મોત થયાં છે.પ્રદેશમાં અત્યારસુધી કુલ કેસ સાડાસાત લાખને પાર થયા છે. 9,376 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં 1.11 લાખ એક્ટિવ કેસ છે. અહીં 83 લાખથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. દેશમાં આજે આશરે 1.99 લાખ લોકોના સંક્રમિત થયા છે અને 1036 લોકોનાં મોત થયાં છે.

દેશમાં ઘણાં રાજ્યોમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત
દેશમાં ઘણાં રાજ્યોમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સામે આવી છે. ઘણી જગ્યાએ ઈન્જેક્શનની ઈચ્છા મુજબ રકમ વસુલવામાં આવે છે. આ સંજોગોમાં સરકાર દ્વારા એક રાહતના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. મંત્રાલયે જણાવ્યું છે કે, રેમડેસિવિર ઈન્જેક્શન બનાવતી કંપનીઓએ નક્કી કર્યું છે કે, તેની કિંમત રૂ. 3500થી વધારે રાખવામાં આવશે નહીં. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA) સમગ્ર દેશમાં તેના સપ્લાય પર નજર રાખશે.

સરકાર રેમડેસિવિરનું ઉત્પાદન વધારશે
દેશમાં રેમડેસિવિરની સખત ઉભી થયેલી અછત પછી સરકારે હવે તેનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો છે. અત્યારે હાલ દેશમાં સાત મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ દ્વારા મહિને 38.80 લાખ ઈન્જેક્શનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા અન્ય 6 નવા મેન્યુફેક્ચરિંગ સેન્ટર્સને 7 યુનિટમાં રેમડેસિવિરના ઉત્પાદનને મંજૂરી આપી છે. આ મંજૂરી પછી મહિને વધુ 10 લાખ ઈન્જેક્શનનું ઉત્પાદન કરી શકાશે. આ ઉપરાંત મહિને વધુ 30 લાખ રેમડિસિવરનું ઉત્પાદન થઈ શકે તેવું લાઈન અપ કરવામાં આવી રહ્યું છે. આમ, થોડા જ સમયમાં ભારતમાં માસિક રેમડિસિવરનું ઉત્પાદન 78 લાખનું થઈ જશે.

UPના CM યોગી આદિત્યનાથ અને SPના અધ્યક્ષ અખિલેશ યાદવ સંક્રમિત
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના સંક્રમિત થયા છે. મુખ્યમંત્રી કાર્યાલયના ઘણાં ઓફિસરો અને કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી મંગળવારે તેમને પોતાની જાતને આઈસોલેટ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રીએ આ માહિતી જાતે શેર કરી છે. 5 એપ્રિલે તેમણે કોરોના વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. યોગી અત્યારે પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં સતત ચૂંટણી સભાઓ કરતાં હતા.

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પણ સંક્રમિત થયા છે. તેઓએ સોશિયલ મીડિયા પર આ જાણકારી શેર કરી. અખિલેશે લખ્યું કે છેલ્લાં કેટલાંક દિવસોમાં તેમના સંપર્કમાં આવેલા લોકો પોતાને આઈસોલેટ કરી લે.

ઉત્તરપ્રદેશમાં એક્ટિવ કેસ 95ને પાર
ઉત્તરપ્રદેશમાં સ્થિતિ સતત બગડી રહી છે. અહીં એક્ટિવ દર્દીઓની સંખ્યા 95 હજારથી વધુ થઈ ગઈ છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને વેન્ટિલેટરનું સંકટ સામે આવવા લાગ્યું છે. સમગ્ર રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાતના અમદાવાદમાંથી રેમડેસિવિર ઈન્જેક્શનના 25 હજાર ડોઝ મંગાવવાનું કહ્યું છે. તેઓએ અધિકારીઓને તત્કાલ પ્રભાવથી ઈન્જેક્શનની સપ્લાઈ કરવાના આદેશ આપ્યાં છે.

દિલ્હીમાં હોટલ્સમાં ફરી બનશે કોવિડ કેર સેન્ટર
તો દિલ્હીમાં સતત વધી રહેલા કોરોનાના કેસને જોતા રાજ્ય સરકારે ફરીથી હોટલ્સ અને હોલમાં કોવિડ કેર સેન્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર ચૌહાણે કહ્યું કે હાલ બેડ અને વેન્ટિલેટરની કોઈ જ અછત નથી, પરંતુ વધતા કેસને જોતાં પહેલેથી જ તૈયારી કરવામાં આવી રહી છે.

દેશમાં છેલ્લાં 24 કલાકમાં 1.85 લાખથી વધુ દર્દીઓ મળ્યા
દેશમાં મંગળવારે 1 લાખ 85 હજાર 104 નવા દર્દી સામે આવ્યા. 82,231 લોકો સ્વસ્થ થયા અને 1,026 લોકોનાં મોત નીપજ્યાં છે. આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 1 લાખ 1 હજાર 835 લોકોનો વધારો થયો છે. નવા દર્દીઓનો આંકડો તો દરરોજ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે, પરંતુ પહેલી વખત એક્ટિવ કેસમાં પણ એક લાખથી વધુનો વધારો નોંધાયો છે. મોતનો આંકડો પણ આ વર્ષે પહેલી વખત 1,000ને પાર થઈ ગયો છે. ગત વર્ષે મહામારીની પહેલી લહેરમાં સૌથી વધુ 1,281 લોકોનાં મોત 15 સપ્ટેમ્બરના રોજ થયાં હતાં.

દેશમાં કોરોના મહામારી આંકડામાં
છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યાઃ
1.85 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મોતઃ 1,026

છેલ્લા 24 કલાકમાં કુલ સ્વસ્થ થયાઃ 82 હજાર

છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા વધીઃ 1.01 લાખ

ભારતમાં અત્યારસુધીમાં કોરોના સંક્રમિત થઈ ગયાઃ 13.87 કરોડ

ભારતમાં અત્યારસુધીમાં સ્વસ્થ થયાઃ 1.23 કરોડ

ભારતમાં અત્યારસુધીમાં કોરોનાના દર્દીઓનાં મોતઃ 1.72 લાખ

ભારતમાં અત્યારસુધીમાં સારવાર કરી રહેલા દર્દીઓની કુલ સંખ્યાઃ 13.60 લાખ

કોરોનાં અપડેટ્સ

  • હેલ્થ મિનિસ્ટ્રીના રિપોર્ટ મુજબ, દેશવ્યાપી વેક્સિન ઉત્સવના ત્રીજા દિવસે એટલે કે મંગળવારે લગભગ 40 લાખ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા. આ રીતે અત્યારસુધીમાં કુલ 11.43 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ પહેલાં સોમવારે 37 લાખ 63 હજાર 858 લોકોને વેક્સિન આપવામાં આવી હતી.
  • રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકારને CBSEની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ રદ કરાવવાની માગ કરી છે. તેમણે કહ્યું હતું કે દેશભરમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં પરીક્ષા કરાવવી ખતરાથી વધુ નથી.
  • દેશમાં કોરોનાની બીજી લહેરની અસર સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગઈ છે. સૂત્રોનું માનવામાં આવે તો સુપ્રીમ કોર્ટના સ્ટાફના અનેક મેમ્બર્સ કોરોના સંક્રમિત થયા છે. એવામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટમાં થનારી તમામ સુનાવણી હવે વીડિયો-કોન્ફરન્સિંગથી થશે. તમામ જજ આ દરમિયાન પોતાના નિવાસસ્થાનેથી જ કામ કરશે. આ દરમિયાન કોર્ટની અલગ અલગ બેંચ નિશ્ચિત સમયથી એક કલાક મોડી બેસશે અને સુનાવણી કરશે.
અન્ય સમાચારો પણ છે...