સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે નિયમિત પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, દેશભરમાં કોરોના કેસ પ્રમાણે વિસ્તારને વિવિધ ઝોનમાં વહેચવામાં આવશે. જિલ્લાઓને ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવશે. જેમાં હોટ સ્પોટ જિલાલ, નોન હોટ સ્પોટ જિલ્લા અને ગ્રીન ઝોન જિલ્લા. રાજ્યના ચીફ સેક્રેટરી, ડીજીપી, હેલ્થ સેક્રેટરી, ડીએમ, એસપી વગેરે સાથે કેબિનેટ સેક્રેટરીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાત કરી હતી. લવ અગ્રવાલે કહ્યું કે, આમા હોટસ્પોટ પર ચર્ચા થઈ હતી. 170 જિલ્લા હોટ સ્પોટ જાહેર કરવામાં આવશે, નોન હોટસ્પોટ 207 જિલ્લા છે. દરમિયાન આજે સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે 23 લાખ ટેસ્ટિંગ કીટ મળી છે.
દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,921 થઈ ગઈ છે. બુધવારે મહારાષ્ટ્રમાં 117 નવા કેસ આવ્યા છે, આ પૈકી મુંબઈમાંથી 66 અને પુણેમાંથી 44 કેસનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી આજે વધુ 56 કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રુપાણીનો ટેસ્ટ નેગેટીવ રહ્યો છે. બીજી બાજુ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં 117, રાજસ્થાનમાં 41 અને પશ્ચિમ બંગાળમાંથી 23 સંક્રમિત લોકોની પુષ્ટિ થઈ છે. આ આંકડા covid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. આજે દેશમાં કોરોનાથી મૃત્યુ પામનારનો આંક 415 થયો છે. આજે વધુ 20 લોકોના મોત થયા છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી 2-2 દર્દીના મોત થયા છે.
આ અગાઉ મંગળવારે દેશમાં કોરોનાના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. મંગળવારે સૌથી વધારે 350 દર્દી મુંબઈમાં મળ્યા હતા. મહારાષ્ટ્રમાં હવે 2684 સંક્રમિત થયા છે. અહીંયા મંગળવારે 18 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં 102 અને રાજસ્થાનમાં 108 નવા કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં પણ આ મહામારી પગ પેસારો કરી રહી છે.
તો બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવાર સાંજે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 1643 નવા કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં સંક્રમિતોનો સૌથી મોટો આંકડો છે. આ પહેલા 13 એપ્રિલે 1242, 10 એપ્રિલે 854 દર્દી સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય રોજ સાંજે છેલ્લા 24 કલાકના આંકડા જાહેર કરે છે. સાથે જ covid19india.org રોજ સવારે કાઉન્ટીંગ શરૂ કરી દે છે. આ કોરોના ટ્રેકર પ્રમાણે, મંગળવાર સવારથી રાત સુધી 1033 નવા દર્દી મળ્યા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ
દેશમાં મૃતકોનો આંકડો 399એ પહોંચ્યો
દેશમાં કોરોના વાઈરસથી મરનારાઓની સંખ્યા વધી રહી છે. અત્યાર સુધી 404 લોકોના મોત થયા છે. છેલ્લા 15 કલાકની અંદર 8 લોકોના મોત થયા છે. બુધવારે મેઘાલયમાં પહેલું મોત થયું છે. મૃત્યુ થયું છે. મૃતક 69 વર્ષના ડોક્ટર હતા. આ પહેલા મધ્યપ્રદેશના ઈન્દોરમાં 2 અને ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં 1 ડોક્ટરનું મોત થયું છે. તો બીજી તરફ ગુજરાત અને મહારાષ્ટ્રના પૂણેમાં બે-બે દર્દીઓનું મોત થયું છે. જ્યારે તેલંગાણા અને કર્ણાટકમાં 1-1 દર્દીનું મોત થયું છે. આ પહેલા મંગળવારે દેશમાં 33 સંક્રમિતોનું મોત થયું હતું. આ આંકડા અલગ અલગ રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયા છે.
મહત્વના અપડેટ્સ
મુખ્ય રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશના 52માંથી 25 જિલ્લાઓમાં સંક્રમણ ફેલાઈ ગયું છે. ઈન્દોર પછી ભોપાલ પણ ચિંતાજનક જોવા મળી રહ્યું છે. ઈન્દોર બાદ ભોપાલની સ્થિતિ ચિંતાજનક બની રહી છે. હવે સ્થિતિ કોમ્યુનિટિ ટ્રાન્સમિશન તરફ ઈશારો કરી રહી છે. ઈન્દોરની ટાટપટ્ટી બાખલ બાદ ભોપાલના જહાંગીરાબાદ વિસ્તારથી પ્રશાસને ચાર દિવસમાં પાંચ હજાર સેમ્પલ લેવાનું લક્ષ્ય રાખ્યું હતું. જહાંગીરાબાદ એ જ વિસ્તાર છે જ્યાં નિઝામુદ્દીન મરકઝથી આવેલા જમાતીઓનું સૌથી વધારે મુવમેન્ટ હતી. રાજ્યમાં અત્યાર સુધી 761 લોકો સંક્રમિત થયા છે.
ઉત્તરપ્રદેશ, સંક્રમિત 705 અહીંયા બુધવારે કોરોના વાઈરસના 45 નવા કેસ સામે આવ્યા છે. જેમાં લખનઉમાં 31, આગરામાં 13 અને એક કેસ સિતાપુર જિલ્લાનો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવની સંખ્યા 705 થઈ ગઈ છે. સંક્રમણથી અત્યાર સુધી 11 લોકોના મોત થયા છે. રાજ્યના સંક્રમિતોમાં લગભગ 400 જમાતી છે. કાનપુરમાં જમાતીઓના સંપર્કમાં આવનારા 8 મદરેસા વિદ્યાર્થી સંક્રમિત છે.
મહારાષ્ટ્ર, સંક્રમિત 2699 - બુધવારે એક હોસ્પિટલના વધુ 10 સ્વાસ્થ્ય કર્મચારીઓ સંક્રમિત મળ્યા હતા ત્યાં સુધી કોરોનાના સંકજામાં આવેલા 35 કર્મચારીઓની સારવાર હોસ્પિટલ કરી રહ્યું છે. ધારાવીમાં 5 નવા દર્દી મળવાથી અહીંયા સંક્રમિતોની સંખ્યા 60 થઈ ગઈ છે, ધારાવીમાં 7 લોકોના મોત થયા છે. મુંબઈમાં અફવા ફેલાવાના આરોપમાં વિનય દુબે નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. મુંબઈમાં મંગળવારે સંક્રમણના 350 નવા કેસ સામે આવ્યા છે. આ મહામારીના કારણે અત્યાર સુધી 178 લોકોના મોત થયા છે, તો સૌથી વધારે 259 લોકો સ્વસ્થ પણ થયા છે.
રાજસ્થાન, સંક્રમિત-1034 , રાજસ્થાનમાં છેલ્લા 12 કલાકમાં કોરોનાના 29 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી સૌથી વધારે જયપુરમાં 15 છે. આ સાથે જ શહેરમાં સંક્રમિતોન સંખ્યા વધીને 470 પર પહોંચી ગઈ છે. અહીંયા લોકડાઉન પહેલો ફરવા માટે આવેલા 15 દેશોના 74 વિદેશી નાગરિક અલગ અલગ હોટલમાં રોકાયા છે. જેમાંથી કોરોના પ્રભાવિત દેશ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સના પર્યટક પણ સામેલ છે. આ લોકોએ કહ્યું કે, હાલની સ્થિતિમાં અમે ભારતમાં વધારે સુરક્ષિત છીએ. અમે અમારા દેશની એમ્બસીના નિર્ણયનું પાલન કરીશું.અહીંયા મંગળવારે સંક્રમણના 108 નવા કેસ સામે આવ્યા. જેમાંથી જયપુરના 83 દર્દીઓ ઉપરાંત જોધપુરમાં 13, કોટામાં 08, ઝાલાવાડમાં 2 અને ઝૂંઝૂનૂં તથા જૈસલમેરમાં 1-1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજ્યમાં આ બિમારી સૌથી વધારે 453 દર્દી જયપુરમાં જ છે. ત્યારબાદ જોધપુરમાં 82, જ્યારે ટોન્ક અને બાંસવાડમાં 59-59 સંક્રમિત છે.
લોકડાઉન 3 મે સુધી વધ્યું, 20 એપ્રિલ સુધી દરેક જિલ્લાનું અસેસમેન્ટ કરાશે
કોરાના સંકટ વચ્ચે લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. આ સાથે જ કેન્દ્ર સરકાર રાજ્યોના તંત્રના અમલ પ્રત્યે વધુ કડક થવા જઈ રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 20 એપ્રિલ સુધી દેશના તમામ શહેર અને જિલ્લાનું અસેસમેન્ટ થશે. જેમાં જોવામાં આવશે કે તેમણે કોરોના સામે પહોંચી વળવા માટે કેવી કામગીરી કરી છે. જ્યાં ઠીકથી પાલન નહીં થયું હોય, ત્યાં છૂટ છાટ આપવામાં નહીં આવે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.