• Gujarati News
  • National
  • Coronavirus Outbreak India Cases Updates Case Increase In Delhi, NCR Haryana, Uttar Pradesh, Noida, Gurgaon And Ghaziabad

ફરી વધવા લાગ્યો કોરોના:લખનઉ-NCRના જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત, દેશમાં 24 કલાકમાં કોરોનાના કેસમાં 90%નો વધારો; રોજના કેસની સંખ્યા 1150થી 2183 થઈ

એક મહિનો પહેલા

દેશમાં એકવાર ફરી કોરોનાના કેસ વધી રહ્યા છે. દેશમાં રવિવારે કોરોનાના 2,183 કેસ નોંધાયા હતા, જે શનિવારની સરખામણીએ 89.8% વધુ છે. શનિવારે 1,150 કેસ નોંધાયા હતા. કોરોનાથી મૃતકોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. રવિવારે 214 લોકોનાં મોત નોંધાયાં છે, 212 લોકોનાં મોત કેરળના બેકલોગ ડેટાના છે, જ્યારે એક મોત ઉત્તરપ્રદેશમાં નોંધાયું છે.

લખનઉ-NCRના જિલ્લાઓમાં માસ્ક ફરજિયાત

ઉત્તરપ્રદેશની સીમા સાથે જોડાયેલાં અમુક રાજ્યોમાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એનસીઆરના જિલ્લા અને લખનઉમાં માસ્ક ફરજિયાત પહેરવાનો આદેશ આપ્યો છે.

મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે એનસીઆરના ગૌતમબુદ્ધનગર, ગાઝિયાબાગ, હાપુડ, મેરઠ, બુલંદશહર, બાગપત અને લખનઉનાં મુખ્ય શહેરોમાં જાહેર જગ્યાઓએ માસ્ક પહેરવું ફરજિયાત છે. આ વિસ્તારોમાં જે લોકોને વેક્સિન બાકી છે તેવા લોકોને શોધીને વેક્સિનેટ કરવામાં આવે. પબ્લિક એડ્રેસ સિસ્ટમનો પ્રભાવી રીતે ઉપયોગ કરવામાં આવે, જેનામાં થોડાં પણ લક્ષણ દેખાય તેમનું તરત ટેસ્ટિંગ કરવામાં આવે. તેમણે સોમવારે રાજ્યમાં જિલ્લાવાર કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી.

લખનઉ-NCRની સ્થિતિ

છેલ્લા 24 કલાકમાં ગૌતમબુદ્ધનગરમાં 65, ગાઝિયાબાદમાં 20 અને લખનઉમાં 10 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. એનસીઆરમાં કોવિડ પોઝિટિવ મળેલા દર્દીઓના સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ દરમિયાન કોવિડના ઓમિક્રોન વેરિયન્ટનો ઘટસ્ફોટ થયો હતો. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, શક્ય છે કે કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. લોકોને કોવિડ પ્રોટોકોલ માટે જાગ્રત કરવામાં આવશે.

રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસની સંખ્યા 695 છે. છેલ્લા 24 કલાકમાં 83,864 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એમાં 115 નવા દર્દીની ઓળખ થઈ છે. આ સમયમાં 29 લોકો સાજા થયા છે. આપણે સંપૂર્ણ સાવધાની રાખવાની જરૂર છે.

11 સપ્તાહના ઘટાડા પછી ફરી વધી રહ્યા છે કેસ
જાન્યુઆરીમાં આવેલી ત્રીજી લહેર પછી સતત 11 સપ્તાહથી કેસ ઘટી રહ્યા હતા, પરંતુ છેલ્લા સાત દિવસથી (11થી 17 એપ્રિલમાં) કોરોનાના કેસમાં 35%નો વધારો થયો છે. જોકે આ કેસ માત્ર દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં વધી રહ્યા છે.

રવિવારે પૂરા થયેલા સપ્તાહમાં દેશમાં અંદાજે 6,610 કોરોના કેસ નોંધાયા છે. એના ગયા સપ્તાહે દેશમાં 4,900 કેસ મળ્યા હતા. કોરોનાથી થતાં મોતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ગયા સપ્તાહમાં માત્ર 27 લોકોનાં કોરોના સંક્રમણમાં મોત થયાં છે. અહીં 23થી 29 માર્ચ, 2020ના સપ્તાહ પછી એકપણ સપ્તાહમાં સૌથી ઓછાં મોત થયાં છે. આ પહેલાં ગયા સપ્તાહમાં 54 મોત નોંધાયાં છે.

ત્રણ રાજ્યમાં વધી રહ્યા છે કેસ
દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા 7 દિવસથી કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં દિલ્હીમાં અત્યારસુધી 2,307 કેસ નોંધાયા છે. એના ગયા સપ્તાહે દિલ્હીમાં 943 કેસ મળ્યા હતા, એટલે કે એક જ સપ્તાહમાં દિલ્હીમાં 145% કેસ વધ્યા છે. આ સપ્તાહે દેશમાં કુલ કોરોના કેસમાં દિલ્હીની ભાગીદારી એક ચતુર્થાંશ થઈ છે. દિલ્હીની સ્કૂલોમાં કોરોનાના કેસને કારણે સ્કૂલમાં અમુક દિવસ રજા આપવામાં આવી છે.
હરિયાણામાં એક સપ્તહમાં કેસ 514થી 118% વધીને 1,119 થઈ ગયા છે. ઉત્તરપ્રદેશમાં ગયા સપ્તાહે 540 કેસ નોંધાયા હતા, જે અગાઉના સપ્તાહની સરખામણીએ 141 ટકા વધ્યા હતા. 3 એપ્રિલથી 9 એપ્રિલવાળા સપ્તાહમાં ઉત્તરપ્રદેશમાં 224 કેસ નોંધાયા હતા. બંને રાજ્યમાં મોટા ભાગના નવા કેસ દિલ્હીથી NCR, નોઈડા, ગુડગાંવ અને ગાઝિયાબાદમાં મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...