તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Decrease In Active Case For 42 Consecutive Days, Now More Than 55% Patients In Only 5 States

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી દેશમાં રાહત:સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO પૂનાવાલાએ કહ્યું- ભારતને ડિસેમ્બર સુધીમાં કોવિશીલ્ડ વેક્સિનના 10 કરોડ ડોઝ મળી જશે

નવી દિલ્હી5 મહિનો પહેલા
પુણેની સીરમ ઈન્સ્ટ્રીટ્યૂટ ઓફ ઈન્ડિયા એસ્ટ્રેઝેનિકા સાથે મળીને ભારતમાં કોવીશીલ્ડ વેક્સીન બનાવી રહી છે. - Divya Bhaskar
પુણેની સીરમ ઈન્સ્ટ્રીટ્યૂટ ઓફ ઈન્ડિયા એસ્ટ્રેઝેનિકા સાથે મળીને ભારતમાં કોવીશીલ્ડ વેક્સીન બનાવી રહી છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ડિસેમ્બર સુધીમાં કોવિશીલ્ડ વેક્સિનના 10 કરોડ ડોઝ તૈયાર કરી લેશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટના CEO પૂનાવાલાએ શુક્રવારે આ માહિતી આપી છે. તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે વેક્સિનના ચાર કરોડ ડોઝ તૈયાર કરી લેવાયા છે.

બ્રિટનની કંપની એસ્ટ્રાઝેનિકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ પોતાની આ વેક્સિનના પ્રોડક્શન અને ટ્રાયલ માટે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ સાથે કરાર કર્યો છે.

એક્ટિવ કેસમાં સતત 42મા દિવસે ઘટાડો
દેશમાં કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 3 ઓક્ટોબરથી સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. 17 સપ્ટેમ્બરે એ 10.17 લાખની પીક પર હતા, જે હવે ઘટીને 4.84 લાખ બચ્યા છે. હવે માત્ર પાંચ રાજ્ય મહારાષ્ટ્ર, કેરળ, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં જ 55 ટકા એક્ટિવ કેસ છે.

દેશમાં બુધવારે 44 હજાર 546 કેસ આવ્યા છે. એમાંથી 49 હજાર 266 દર્દી સાજા થયા છે, જ્યારે 544નાં મોત થયાં છે. અત્યારસુધીમાં કુલ 87.28 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. એમાંથી 81.13 લાખ સાજા થઈ ચૂક્યા છે અને 1.28 લાખ લોકોનાં મોત થયાં છે.

એમ્સ ડાયરેક્ટર ગુલેરિયાએ કહ્યું- જેમને ઈન્ફેક્શન, તેમને વેક્સિન પહેલા મળશે
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ(એમ્સ)ના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનું કહેવું છે કે કોરોના વાઈરસના વધતા પ્રકોપ પછી આપણે એવી સ્થિતિમાં પહોંચી જઈશું, જ્યારે હર્ડ ઈમ્યુનિટી આવી જશે ત્યારે વેક્સિનની પણ જરૂર પડશે નહિ.

એક ઈન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું કે વેક્સિન 2021ના અંત સુધીમાં અથવા તો 2022ની શરૂઆતમાં આવે છે તો શું ત્યાં સુધીમાં લોકોમાં ઈમ્યુનિટી આવી જશે નહિ ? લોકો આ વાઈરસના સંક્રમણને શરદી, ખાસી, તાવ જેવી સામાન્ય બીમારી સમજવા લાગ્યા છે. તો તેની તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર તો પડશે નહિ ને ?

તેના જવાબમાં રણદીપ ગુલેરિયાએ કહ્યું, અહીં બે બાબત છે. એક તો એ કે વેક્સિન ઝડપથી આવી જાય. જો આવી ગઈ તો તેને સૌપ્રથમ એ લોકોને આપવામાં આવશે, જેમને ઈન્ફેક્શનનું જોખમ વધુ છે. એનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ઘટાડો આવશે.

આ દરમિયાન એક સમય એવો આવી જશે, જ્યારે આપણમાં હર્ડ ઈમ્યુનિટી આવી જશે અને લોકો પણ અનુભવશે કે તેમનામાં હર્ડ ઈમ્યુનિટી આવી ગઈ છે. આવી સ્થિતિમાં વેક્સિનની જરૂર પડશે નહિ. જો વાઈરસમાં કોઈ ફેરફાર આવતો નથી તો વેક્સિનની જરૂર પડશે, કારણ કે બીજી વખત સંક્રમણનું જોખમ સર્જાશે.

કોરોનાં અપડેટ્સ

 • દિલ્હીમાં કોરોનાથી ગુરુવારે 104 લોકોનાં મોત થયાં છે. અહીં એક દિવસમાં જીવ ગુમાવનારા દર્દીઓની આ સૌથી વધુ સંખ્યા છે. આ દરમિયાન 7 હજાર 53 નવા કેસ મળ્યા છે. અત્યારસુધીમાં દિલ્હીમાં કુલ 4 લાખ 67 હજાર 28 કેસ પ્રકાશમાં આવ્યા છે. 4 લાખ 16 હજાર 580 દર્દી સાજા થઈ ચૂક્યા છે. મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા 7 હજાર 332 થઈ છે. 43 હજાર 116 એક્ટિવ કેસ છે.
 • કોંગ્રેસનેતા સચિન પાયલટનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ગુરુવારે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.
 • સિરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII)એ ગુરુવારે જણાવ્યું હતું કે ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડના ચાર કરોડ ડોઝ તૈયાર કરી લેવામાં આવ્યા છે. ત્રીજા અને ફાઈનલ ફેઝની ટ્રાયલ માટે 1600 લોકોનું રજિસ્ટ્રેશન પણ થઈ ગયું છે.
 • કોવિડ સુરક્ષા મિશન અંતર્ગત ભારતીય વેક્સિનને તૈયાર કરવા માટે નાણામંત્રાલયે 900 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.

પાંચ રાજ્યની સ્થિતિ
1. મધ્યપ્રદેશ

રાજ્યમાં બુધવારે 883 કોરોનાના દર્દી મળ્યા છે. 691 લોકો રિકવર થયા અને 13 સંક્રમિતનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 1 લાખ 79 હજાર 951 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 8328 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 68 હજાર 568 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણને કારણે અત્યારસુધીમાં 3055 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

2. રાજસ્થાન

બુધવારે રાજ્યમાં 2080 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એની સાથે જ દર્દીઓનો આંકડો હવે 2 લાખ 17 હજાર 151 થયો છે. એમાંથી 16 હજાર 993 દર્દીની સારવાર ચાલી રહી છે. જ્યારે 1 લાખ 98 હજાર 139 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં સંક્રમણના કારણે 2019 દર્દીઓનાં મોત થઈ ચૂક્યાં છે.

3. બિહાર

છેલ્લા 24 કલાકમાં 702 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. એની સાથે જ દર્દીઓનો આંકડો હવે 2 લાખ 24 હજાર 997 થયો છે. એમાંથી 6392 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 17 હજાર 422 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 1162 થઈ છે.

4. મહારાષ્ટ્ર

રાજ્યમાં બુધવારે 4907 નવા દર્દી મળ્યા છે. 9164 લોકો રિકવર થયા અને 125 સંક્રમિતોનાં મોત થયાં છે. અત્યારસુધીમાં રાજ્યમાં 17 લાખ 31 હજાર 833 લોકો સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે. એમાંથી 88 હજાર 70 દર્દીની સારવાર ચાલી રહી છે, જ્યારે 15 લાખ 97 હજાર 255 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમણથી અત્યારસુધીમાં 45 હજાર 560 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

5. ઉત્તરપ્રદેશ

રાજ્યમાં બુધવારે સંક્રમણના 1848 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. 2112 દર્દી સાજા થયા અને 20નાં મોત થયાં છે. અત્યારસુધીમાં 5 લાખ 3 હજાર 159 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. એમાંથી 22 હજાર 562 દર્દીની સારવાર ચાલી રહી છે. 4 લાખ 73 હજાર 316 સંક્રમિત સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 7281 લોકોનાં મૃત્યુ થયાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો