તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • India Ranks Third In The World In The Number Of Active Cases, With Only 4.34% Active Cases Remaining In The Country

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી રાહત:21 રાજ્ય-કેન્દ્ર શાસિત પ્રદેશમાં સરેરાશથી ઓછા મૃત્યુ, રિકવરી રેટ 92%થી વધારે થયો

નવી દિલ્હી3 મહિનો પહેલા

દેશના 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 10 લાખની વસ્તીમાં 90થી ઓછા મૃત્યુ થઈ રહ્યા છે. આ આંકડા નેશનલ એવરેજથી ઓછા છે. તેમા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, રાજસ્થાન જેવા મોટા રાજ્યોનો સમાવેશ થાય છે. બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ અંગે જાણકારી આપી છે. મંત્રાલયે કહ્યું છે કે દેશમાં પ્રત્યેક 10 લાખની વસ્તીમાં 90 મૃત્યુ થઈ રહ્યા છે. રાહતની વાત એ છે કે 21 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્ય એવા છે જ્યાં તેનાથી ઓછા લોકોએ જીવ ગુમાવ્યા છે. રિકવરી રેટમાં સતત સુધારો થઈ રહ્યો છે. 6.42 ટકા દર્દી એવા છે જેમની સારવાર થઈ રહી છે.

દર્દીની સંખ્યા 83.53 લાખ
દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો 83 લાખને વટાવી ગયો છે. અત્યારસુધીમાં 83 લાખ 53 હજાર 493 લોકો સંક્રમિત થયા છે. રાહતની વાત એ છે કે એમાંથી 76 લાખ 98 હજાર 482 લોકો સાજા થઈ ચૂક્યા છે. જોકે 1 લાખ 961 લોકો જીવ ગુમાવી ચુક્યા છે.
24 કલાકમાં 77 ટકા નવા કેસ અને 80 ટકા મૃત્યુ 10 રાજ્યમાંથી
દેશમાં છેલ્લા 24 કલાકમાં 77 ટકા નવા કે અને 80 ટકા મૃત્યુ 10 રાજ્યોમાંથી થયા છે.સૌથી વધારે કેસ કેરળ, દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી આવ્યા છે. આ રીતે સૌથી વધારે મૃત્યુ પણ આ રાજ્યોમાં થયા છે. આ રાજ્યોમાં સંક્રમણ અને તેને લીધે થતા મૃત્યુને અટકાવવા માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.

4 રાજ્યમાં કેસ ફરીથી વધવા લાગ્યા

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય સેક્રેટરી રાજેશ ભૂષણે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ઓક્ટોબરની સરખામણીએ નવેમ્બરમાં મણિપુર, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક્ટિવ કેસની સંખ્યા ઝડપથી વધી છે. મણિપુરમાં ઓક્ટોબરની શરૂઆતમાં 2000 એક્ટિવ કેસ હતા, જે હવે 3500 થયા છે.
  • દિલ્હીમાં 26 હજારથી વધીને 33 હજાર, કેરળમાં 77 હજારથી 86 હજાર અને પશ્ચિમ બંગાળમાં 26 હજારથી વધીને 36 હજાર એક્ટિવ કેસ થઈ ગયા છે. એને રોકવા માટે ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ પર ફોક્સ કરવું પડશે. ભૂષણે જણાવ્યું હતું કે સંક્રમણનો ઓવરઓલ પોઝિટિવ રેટ 8 ટકાથી ઘટીને 7.4 ટકા થયો છે. વીકલી પોઝિટિવ રેટ પણ 5.2 ટકાથી ઘટીને 4.4 ટકા અને ડેલી પોઝિટિવિટી રેટ 3.7 ટકા થયો છે.

કોરોનાં અપડેટ્સ

  • દિલ્હીના આંકડા જણાવી રહ્યા છે કે અહીં કોરોના સંક્રમણની ત્રીજી લહેર ચાલી રહી છે. અધિકારિક આંકડાઓ અનુસાર, અહીં ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટરવાળાં 1244 ICU બેડમાંથી 837 ફુલ છે. સરકારી હોસ્પિટલોની વાત કરીએ તો એલએનજેપીમાં 200 ICU બેડમાંથી માત્ર 11 જ ખાલી છે. સફદરજંગ હોસ્પિટલમાં 54માંથી એક અને એમ્સ ટ્રોમા સેન્ટરમાં 50માંથી ત્રણ બેડ ખાલી છે.
  • હોમ ક્રેડિટ ઈન્ડિયાના તાજા રિપોર્ટ મુજબ કોરોના મહામારી દરમિયાન લગભગ 46 ટકા ભારતીયોએ ઘર ચલાવવા માટે લોન લીધી. મોટા ભાગની લોન સંબંધીઓ અને દોસ્તો પાસેથી લીધી હતી. આ સર્વે મુંબઈ, દિલ્હી, ભોપાલ અને પટના સહિત સાત શહેરોમાં કરવામાં આવ્યો.
  • કોરોનાના વધતા કેસોને જોતાં રાજસ્થાન અને ઓડિશાએ ફટાકડાનાં ખરીદી-વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજસ્થાનમાં કોઈ ફટાકડા વેચતું જોવા મળ્યું તો તેને 10 હજારનો દંડ ચૂકવવો પડશે, જ્યારે ફટાકડા ફોડનારને 2 હજાર રૂપિયાનો દંડ થશે.

પાંચ રાજ્યની સ્થિતિ
1.મધ્યપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 667 નવા દર્દીઓ મળ્યા, 912 દર્દી સાજા થયા. અત્યારસુધીમાં 1 લાખ 73 હજાર 384 કેસ આવી ચૂક્યા છે. એમાંથી 1 લાખ 62 હજાર 366 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 2794 સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે અને 8044 દર્દીની સારવાર ચાલી રહી છે.

2. રાજસ્થાન

રાજ્યમાં મંગળવારે 1725 સંક્રમિત મળ્યા, 1219 દર્દી સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં 1 લાખ 73 હજાર 384 કેસ આવી ચૂક્યા છે. એમાંથી 1 લાખ 62 હજાર 366 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 2794 સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યાં છે.

3. બિહાર

રાજ્યમાં મંગળવારે 846 કેસ મળ્યા, 875 દર્દી સાજા થયા અને સાતનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 18 હજાર 964 કેસ પ્રકાશમાં આવ્યા છે. એમાંથી 2 લાખ 10 હજાર 855 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1108 સંક્રમિતોનાં મોત થઈ ચૂક્યા છે. હવે કુલ 7000 દર્દીની સારવાર ચાલી રહી છે.

4. મહારાષ્ટ્ર

મંગળવારે રાજ્યમાં 4909 દર્દી મળ્યા, 6973 સંક્રમિત સાજા થયા અને 120નાં મોત થયાં છે. અત્યારસુધીમાં 16 લાખ 92 હજાર 693 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 15 લાખ 31 હજાર 277 દર્દી સાજા થઈ ચૂક્યા છે. આ બીમારીને કારણે 44 હજાર 248 લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. હાલ 1 લાખ 16 હજાર 593 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. ઉત્તરપ્રદેશ

રાજ્યમાં મંગળવારે 1726 લોકો પોઝિટિવ મળ્યા હતા. એમાંથી 2210 લોકો સાજા થયા અને 13નાં મોત થયાં છે. દર્દીઓનો કુલ આંકડો અત્યારસુધીમાં 4 લાખ 87 હજાર 335 થયો છે. એમાંથી 4 લાખ 57 હજાર 708 લોકો સાજા થઈ ચૂક્યા છે, 7089 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધીમાં કુલ 22 હજાર 538 દર્દીની સારવાર ચાલી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser