• Home
  • National
  • Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

કોરોના ઈન્ડિયા LIVE / અત્યાર સુધી 6637 કેસ, કુલ મૃત્યુ 223;રૂા.15 હજાર કરોડના ઈમર્જન્સી ફંડને કેન્દ્રની મંજૂરી, દવા- તબીબી સુવિધાઓ પાછળ ખર્ચાશે

Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today
આ મુંબઈનો જુહૂ વિસ્તાર છે.લોકડાઉનને લીધે ટ્રાફિક થંભી ગયો છે. હંમેશા ભીડ-ઘોંઘાટથી દૂર રહેતા પશુ-પક્ષી માર્ગો પર દેખાય છે
આ મુંબઈનો જુહૂ વિસ્તાર છે.લોકડાઉનને લીધે ટ્રાફિક થંભી ગયો છે. હંમેશા ભીડ-ઘોંઘાટથી દૂર રહેતા પશુ-પક્ષી માર્ગો પર દેખાય છે
જીવના જોખમેઃ આ ફોટો દિલ્હીના આઝાદપુર શાકભાજી બજારનો છે. લોકડાઉનમાં પોલીસથી બચવા લોકો કાંટા લગાવેલી દિવાલો કૂદી રહ્યા છે
જીવના જોખમેઃ આ ફોટો દિલ્હીના આઝાદપુર શાકભાજી બજારનો છે. લોકડાઉનમાં પોલીસથી બચવા લોકો કાંટા લગાવેલી દિવાલો કૂદી રહ્યા છે
પટના રેલવે સ્ટેશન પર રેલવે કોચને આઇસોલેશન વોર્ડમાં બદલવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે
પટના રેલવે સ્ટેશન પર રેલવે કોચને આઇસોલેશન વોર્ડમાં બદલવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે
Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today
X
Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today
આ મુંબઈનો જુહૂ વિસ્તાર છે.લોકડાઉનને લીધે ટ્રાફિક થંભી ગયો છે. હંમેશા ભીડ-ઘોંઘાટથી દૂર રહેતા પશુ-પક્ષી માર્ગો પર દેખાય છેઆ મુંબઈનો જુહૂ વિસ્તાર છે.લોકડાઉનને લીધે ટ્રાફિક થંભી ગયો છે. હંમેશા ભીડ-ઘોંઘાટથી દૂર રહેતા પશુ-પક્ષી માર્ગો પર દેખાય છે
જીવના જોખમેઃ આ ફોટો દિલ્હીના આઝાદપુર શાકભાજી બજારનો છે. લોકડાઉનમાં પોલીસથી બચવા લોકો કાંટા લગાવેલી દિવાલો કૂદી રહ્યા છેજીવના જોખમેઃ આ ફોટો દિલ્હીના આઝાદપુર શાકભાજી બજારનો છે. લોકડાઉનમાં પોલીસથી બચવા લોકો કાંટા લગાવેલી દિવાલો કૂદી રહ્યા છે
પટના રેલવે સ્ટેશન પર રેલવે કોચને આઇસોલેશન વોર્ડમાં બદલવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છેપટના રેલવે સ્ટેશન પર રેલવે કોચને આઇસોલેશન વોર્ડમાં બદલવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે
Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Rajasthan Uttar Pradesh Madhya Pradesh Indore Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

  • રેલવેએ 2 હજાર 500 ડોક્ટર અને 35 હજાર પરેમેડિકલ સ્ટાફ તૈનાત કર્યો
  • 5 હજાર કોચ આઈસોલેશન યુનિટમાં ફેરવાયા, સપ્લાય માટે 109 ટ્રેન ચાલશે
  • ફૂડ કોર્પોરેશન ચેરિટેબલ ટ્રસ્ટની મદદથી જિલ્લા સ્તર પર 90 હજાર લોકોને ભોજન ઉપલબ્ધ કરાવશે
  • દિલ્હીને રેપિડ ટેસ્ટિંગ કીટ મળી, વધારે સંક્રમણવાળા વિસ્તારોમાં ટૂંક સમયમાં ટેસ્ટિંગ શરૂ થશે
  • દેશભરમાં બુધવારે 565 નવા દર્દી મળ્યા, એક દિવસ પહેલા 573 રિપોર્ટ પોઝિટિવ આવ્યા 

દિવ્ય ભાસ્કર

Apr 10, 2020, 11:41 AM IST

નવી દિલ્હી. કોરોના વાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશમાં 6637 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 223 થયો છે. કોરોના સંકટનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે કોવિડ-19 ઈમર્જન્સી રિસ્પોન્સ એન્ડ હેલ્થ સિસ્ટમ પ્રિપેર્ડનેસ પેકેજ હેઠળ રૂપિયા 15 હજાર કરોડના ફંડને મંજૂરી આપી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે 100 ટકા કેન્દ્રીય ફંડના આ પેકેજને જાન્યુઆરી,2020થી માર્ચ, 2024 વચ્ચે ત્રણ તબક્કામાં લાગુ કરવામાં આવશે. કેન્દ્રએ આ પેકેજ જાહેર કરતા કહ્યું છે કે આ પકેજથી રાષ્ટ્રીય તથા રાજ્ય સ્તરો પર આરોગ્ય સુવિધાઓને વધારે અસરકારક બનાવવા કામ કરી શકાશે. તેનાથી બીમારીના ઈલાજ તથા તેની તૈયારી પણ કરી શકાશે. આવશ્યક મેડિકલ ડિવાઈસ તથા દવાઓ ખરીદવા સાથે આરોગ્યલક્ષી દેખરેખ રાખવા વિશેષ વ્યવસ્થા કરી શકાશે. આ પેકેજ મારફતે ટેસ્ટ માટે લેબોરેટરી તથા બાયો સિક્યોરિટીઝની વ્યવસ્થા ઉભી કરી શકાશે.આજે 319 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી ગુજરાતમાં 55, રાજસ્થાનમાં 30, ઉત્તરપ્રદેશમાં 19, મધ્યપ્રદેશમાં 14 અને બિહારમાં 11 દર્દી વધ્યા.આ ઉપરાંત કર્ણાટકમાં 10, ઝારખંડમાં 9, પંજાબમાં 8, મધ્યપ્રદેશમાં 5, પશ્વિમ બંગાળમાં 4, ઓરિસ્સામાં 2, જ્યારે હરિયાણા, હિમાચલ પ્રદેશ અને છત્તીસગઢમાં 1-1 કેસ સામે આવ્યા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. સરકારે પ્રેસ કોન્ફોરન્સમાં ગુરુવારે જણાવ્યું કે રેલવેએ 2 હજાર 500 ડોક્ટર અને 35 હજાર પેરામેડિકલ કર્મચારીઓની નિમણૂંક કરી છે. રેલેવેના 586 સ્વાસ્થ્ય યુનિટ, 45 સબ ડિવિઝન હોસ્પિટલ, 56 ડિવિઝનલ હોસ્પિટલ, 8 પ્રોડક્શન યુનિટ અને 16 ઝોનલ હોસ્પિટલ પણ સતત સંક્રમણ રોકવા માટે કામ કરી રહ્યાં છે.

દેશમાં અત્યાર સુધી 223મોત

દેશમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણને લીધે મૃત્યુ પામનારની સંખ્યા વધીને 223 થઈ ગઈ છે. આજે 25 સંક્રમિત દર્દીના મોત થયા હતા. નવી મુંબઈમાં છેલ્લા 20 કલાકમાં સૌથી વધારે નવ દર્દીના મોત થયા છે. પુણેમાં ગઈકાલ રાતના 12 વાગ્યાથી આજે સાંજના છ વાગ્યા સુધીમાં 7 વ્યક્તિના મોત થયા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં 96 લોકોના મોત થયા છે. મધ્ય પ્રદેશમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. ઈન્દોરમાં 62 વરષના ડોક્ટર તથા 44 વર્ષના એક દર્દીનુ મોત થયુ હતું. દેવાસમાં 52 વર્ષના પત્રકારનું મોત થયુ હતુ. મધ્ય પ્રદેશમાં કુલ મૃત્યુઆંક 30થી ઉપર થઈ ગયો છે. પંજાબમાં બે, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા અને ઝારખંડમાં એક-એક વ્યક્તિનું મોત થયુ છે. ગઈકાલે દેશમાં કુલ 27 લોકોના મોત થયા હતા. આ આંકડા અલગ-અલગ રાજય સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે 169 મૃત્યુની પૃષ્ટી કરી છે.

મહત્વના અપડેટ્સ 

  • દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રંબધક કમિટિ કોરોના વાઈરસની આપત્તિ વચ્ચે સરકારની મદદ માટે આગળ આવી છે. કમિટિએ 50 બેડ વાળો ગુરુ હરકુષ્ણા હોસ્પિટલ અને છ માળની 500 બેડની એક અન્ય હોસ્પિટસ દર્દીઓની સારવાર માટે દિલ્હી સરકારને સોંપી દીધી છે. 
  • એઈમ્સ ભોપાલના રેસીડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને સંસ્થાનના ડાયરેક્ટરને પત્ર લખ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઘણા ડોક્ટર્સ સાથે સાથે ઘણા પોલીસવાળાઓએ મારઝૂડ અને ગેરવર્ણતૂક કરી છે.
  • ઓરિસ્સામાં મુખ્યમંત્રી નવીન પટનાયકે લોકડાઉન 30 એપ્રિલ સુધી વધાર્યું છે. ઓરિસ્સા આવું કરનારું પહેલું રાજ્ય છે. પટનાયકે કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે 30 એપ્રિલ સુધી રાજ્યમાં ટ્રેન અને વિમાનનું સંચાલન ન કરવામાં આવે. 
  • મુંબઈમાં બુધવારે લોકડાઉનનું ઉલ્લંઘન કરવા અંગે 464 કેસ નોંધવામાં આવ્યા છે. 20 માર્ચથી અત્યાર સુધી 3634 કેસ નોંધાયા છે. ગઈકાલ સુધી 2850 લોકોની ધરપકડ કરવામાં આવી અને જામીન પર છોડવામાં આવ્યા છે.
  • રાજસ્થાનમાં એકસાથે 47 કેસ સામે આવ્યા છે. તો બીજી બાજું જયપુરમા રામગંજમાં 125 લોકો પોઝિટિવ મળી આવ્યા છે.   
  • ઈન્દોરમાં જે ડોક્ટર બિમાર હતા તેમનું આજે મોત થયું છે. તેમને થોડા દિવસ પહેલા એક વીડિયોમાં પોતે સ્વસ્થ થઈ ગયા હોવાની વાત કરી હતી. 
  • ઓરિસ્સાએ લોકડાઉનની મર્યાદા 30 એપ્રિલ સુધી વધારી

હાઈડ્રોક્સીક્લોક્વીનની નિકાસ પર પ્રતિબંધ હટાવવા અંગે ટ્રમ્પે મોદીનો આભાર માન્યો 
કોરોનાની સારવારમાં કારગર હાઈડ્રોરક્સીક્લોરોક્વીન પરથી આંશિક પ્રતિબંધ હટાવવા અંગે અમેરિકન રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. ટ્રમ્પે કહ્યું કે તે આને હંમેશા યાદ રાખશે. તેમણે કહ્યું કે, તમારા મજબૂત નેતૃત્વથી માત્ર ભારતને જ નહીંસ પણ આ પડકાર સામે લડી રહેલી માનવતાને પણ મદદ મળશે.કોરોના વાઈરસથી યુદ્ધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દરેક શક્ય મદદ આપવાનો વિશ્વાસ અપાવ્યો છે. જો કે, ટ્રમ્પે કોરોનાની સારવારમાં કારગર ગણાતી હાઈડ્રોક્સીક્લોરોક્વીન પરથી આંશિક પ્રતિબંધ હટાવી દીધી હતા. આ અંગે મોદીએ કહ્યું કે, આ સમય મિત્રોની નજીક આવવાનો છે. ભારતની અમેરિકાના સંબંધ પહેલા કરતા મજબૂત થયા છે. ભારત કોવિડ-19થી માનવતાની રીતે જે પણ શક્ય હશે તેવી મદદ કરશે. આપણે આ મુસીબત સાથે મળીને જીતીશું. 

દેશના રાજ્યોની સ્થિતિ 

મહારાષ્ટ્ર, સંક્રમિત 1297 અહીંયા બુધવારે વધું 117 પોઝિટિવ કેસ મળ્યા હતા જેથી હવે દર્દીઓની સંખ્યા 1135 થઈ ગઈ છે. જેમાં 44 મુંબઈ અને 9 પૂણેમાં સામે આવ્યા છે. પૂણેમાં 44 વર્ષના વ્યક્તિનું સંક્રમણના કારણે મોત થયું છે. તેને ડાયાબિટીસની બિમારી હતી. તો બીજી તરફ નાગપુરમાં તબલીઘ જમાત સાથે જોડાયેલા 8 લોકો વિરુદ્ધ કેસ કરવામાં આવ્યા છે. તે એક મસ્જિદમાં રોકાયા હતા, તમામને અહીંયા ક્વૉરન્ટીન કરી દેવાયા છે. રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 162 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી મુંબઈમાં જ 152 દર્દી મળ્યા છે. શહેરના 381 વિસ્તારને કન્ટેમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યા છે. અહીંયા સામાન્ય લોકોની અવરજવર બંધ કરી દેવાઈ છે.

આ મુંબઈના જુહુનો વિસ્તાર છે. લોકડાઉન દરમિયાન અહીંયા સન્નાટો છવાયો હતો. જેથી હવે રસ્તાઓ પર પશુ પંખીઓ જોવા મળી રહ્યા છે. 

રાજસ્થાન, સંક્રમિત 413ઃ અહીંયા ગુરુવારે 30 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી ઝાલાવાડ, ઝૂંઝુનૂં અને ટોંકમાં 7-7, જૈસલમેરમાં 5, બાંસવાડામાં 2 અને જોધપુરમાં એક અને અન્ય સ્થળ પર 1-1 સંક્રમિત મળ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, બુધવારે જયપુર, બીકાનેર અને બાંસવાડામાં 20 નવા સંક્રમિત મળ્યા હતા. ભીલવાડામાં સંક્રમણ સામુદાયિક સ્તરે ફેલાવાની આશંકા હતી, પણ હવે અહીંયા સ્થિતિ નિયંત્રણમાં છે. જિલ્લામાં કોરોના સંક્રમણના 27 દર્દી છે.

મધ્યપ્રદેશ, સંક્રમિત -355ઃ ગુરુવારે 13 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી ભોપાલમાં 8, ખંડવામાં 4 અને ધારમાં 1 દર્દી મળ્યો છે. રાજ્યમાં સંક્રમણને ધ્યાનમાં રાખતા રાજધાની ભોપાલ, ઈન્દોર અને ઉજ્જાનને સીલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બુધવારે કહ્યું કે, આ સ્થળો પર પ્રશાસન દ્વારા જ જરૂરી ચીજ વસ્તુઓ આપવામાં આવશે. રાજ્યમાં બુધવારે 51 નવા સંક્રમિત મળ્યા છે. માત્ર ઈન્દોરમાં જ 22 પોઝિટિવ કેસ મળ્યા છે. 

દિલ્હી; સંક્રમિત-669ઃ રાજ્ય સરકારે મયૂર વિહારમાં વર્ધમાન અપાર્ટમેન્ટના ફેસ-1 એક્ટેન્શન અને પાંડવ નગરમાં આઈપી એક્સટેન્શનના મયૂરધ્વજ અપાર્ટમેન્ટને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ વિસ્તારમાં સામાન્ય લોકોની અવરજવર પુરી રીતે બંધ કરી દેવાઈ છે. રાજધાનીમાં 20થી વધારે હોટસ્પોટ ચિન્હિત કરીને સીલ કરાઈ ચુક્યા છે. અહીંયા બુધવારે સંક્રમણના 93 નવા કેસ સામે આવ્યા છે. કુલ સંક્રમિતોમાંથી 35 ICUમાં અને 8 વેન્ટીલેટર પર છે. 

ઝારખંડ; સંક્રમિત 13ઃ રાજ્યમાં ગુરુવારે વધુ 9 પોઝિટિવ મળ્યા છે. જેમાંથી પાંચ કેસ રાંચીના અને 4 બોકારો છે. આ તમામ પહેલા પોઝિટિવ મળી આવેલા લોકોના પરિવારના સભ્ય છે. 

પંજાબ; સંક્રમિત-114ઃ રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 8 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 6 SASનગરમાં અને 2 દર્દી લુધિયાણામાં મળ્યા છે. આ સાથે જ અમૃતસર શાકભાજી માર્કેટમાં લોકોને સંક્રમણ મુક્ત કરવા માટે એક ડિસઈન્ફેક્ટ ટનલ બનાવવામાં આવી છે. જેમાંથી પસાર થતા લોકો સેનેટાઈઝ થઈ જાય છે. 

ગુજરાત, સંક્રમિતઃ 241  વડોદરામાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા પર 7 લોકો વિરુદ્ધ અલગ અલગ કલમોમાં FIR નોંધવામાં આવી છે. આ તમામ લોકડાઉન દરમિયાન સ્થાનિક મસ્જિદમાં નમાઝ પઢી રહ્યા હતા. અહીંયા બુધવારે સંક્રમણના 4 નવા કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે. 

ઉત્તરપ્રદેશ, સંક્રમિત-381ઃ આગરામાં ગુરુવારે સંક્રમણના 19 નવા કેસ સામે આવ્યા. આ પહેલા બુધવારે રાજ્યના નોઈડા, ગાઝિયાબાદ, લખનઉ સહિત 15 જિલ્લા સીલ કરી દેવાયા છે. અહીંયા માત્ર જરૂરી સામાનની જ હોમ ડિલીવરી કરવામાં આવશે. આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કોરોના ડ્યૂટીમાં લાગેલા દરેક પોલીસકર્મીનો 50 લાખ રૂપિયાનું વીમ કવર કરાવવાની જાહેરાત કરી છે.

બિહાર, સંક્રમિત-51 ઃ રાજ્યમાં ગુરુવારે સંક્રમણના 12 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી સીવાનમાં એક જ પરિવારના 10 સભ્ય છે. રાજ્યમાં અત્યાર સુધી 4699 દર્દીઓની તપાસ કરવામાં આવી છે. કોરોના સંક્રમિતોમાંથી 15 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે, જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે.

છત્તીસગઢ, સંક્રમિત-11ઃ સ્વાસ્થ્ય મંત્રી ટીએસ સિંહદેવે ગુરુવારે જણાવ્યું કે, રાજ્યમાં સંક્રમણનો એક કેસ સામે આવ્યો છે. કુલ સંક્રમિતોમાંથી 9 દર્દીઓની પહેલા જ હોસ્પિટલથી રજા આપી દેવાઈ છે.  

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી