તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઈન્ડિયા LIVE:અત્યાર સુધી 14192 કેસ-487 મોતઃ ગૃહ મંત્રાલયે કહ્યું- રાજ્ય પોતાને ત્યાં રોહિંગ્યા મુસલમાનોની તપાસ કરે, તે મોટી સંખ્યામાં મરકજમાં સામેલ થયા હતા

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • કેરળમાં અત્યાર સુધીમાં સંક્રમણના 395 કેસ સામે આવ્યા છે જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે 3236 કેસ
  • આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ દક્ષિણ કોરિયાથી આવેલી રેપિડ ટેસ્ટ કીટથી કોરોના ટેસ્ટ કરાવ્યો, રિપોર્ટ નેગેટીવ આવ્યો
  • સરકારે કહ્યું- ભારત ટૂંક સમયમાં વેક્સીન બનાવવા સજ્જ થશે, પણ આ માટે સમય લાગશે

કોરોના વાઈરસને અટકાવવા માટે ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પોતાને ત્યાં રહેલા રોહિંગ્યા મુસલમાનોનું સ્ક્રીનિંગ કરવા માટે કહ્યું છે. આ સંબંધમાં એક ચિઠ્ઠી લખવામાં આવી છે. તેમા કહેવામાં આવ્યુ છે કે મોટી સંખ્યામાં રોહિંગ્યા પણ તબલીઘ જમાતના મરકજમાં સામેલ થયા હતા.આ સંજોગોમાં તપાસ જરૂર છે.દરમિયાન દેશમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા 14,192 થઈ છે. જ્યારે મૃતકોની સંખ્યા 487થઈ છે. કેરળમાં આજે ફક્ત એક કેસ જ સામે આવ્યો છે. મહારાષ્ટ્રમાં 34 નવા કેસ સામે આવ્યા છે. અહીં સંક્રમિતોની સંખ્યા 3,236 થઈ ગઈ છે જ્યારે કેરળમાં 395 દર્દી છે. શુક્રવારે વધુ 10 દર્દીને સારું થઈ ગયુ હતું. 

મહારાષ્ટ્રમાં ત્રણ હજારથી પણ વધારે કેસ થઈ ગયા છે. સાથે જ દિલ્હી, તમિલનાડું, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ એક હજારથી વધારે દર્દી છે. ગુરુવારે 1081 નવા કેસ સામે આવ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં 286, રાજસ્થાનમાં 55, ઉત્તરપ્રદેશમાં 70, ગુજરાતમાં 163 અને બિહારમાં 8 નવા દર્દી મળ્યા છે. 

ગુજરાતમાં શુક્રવારે 170, મધ્ય પ્રદેશમાંથી 146, રાજસ્થાનમાં 62, તમિલનાડુમાં 56, કર્ણાટકમાં 44, આંધ્રપ્રદેશમાં 38, મધ્ય પ્રદેશમાં 36, મહારાષ્ટ્રમાં 34, પશ્ચિમ બંગાળમાં 24 જ્યારે આંડમાન-નિકોબારમાં એક દર્દીના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે.  આ આંકડાઓ covid19india.org અને રાજ્ય સરકાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે છે. સાથે જ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી 12759 કોરોના પોઝિટિવ મળી ચુક્યા છે. જેમાં 10824 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 1514 સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 420 લોકોના મોત થયા છે.

ચીનથી આવેલી 63 હજાર પીપીઈ કીટ માપદંડો પ્રમાણે નથી

સરકારના મંત્રાલયોની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં શુક્રવારે જણાવ્યુ હતું કે મે સુધીમાં જ 10 લાખ રેપિડ ટેસ્ટ કીટ બનાવી લેવામાં આવશે. એન્ટીવાયરલ ડ્રગ અને વેક્સીન પર કામ થઈ રહ્યુ છે. પીપીઈ અને વેન્ટીલેટર્સ માટે પણ સ્વદેશી ડિઝાઈન તૈયાર કરી લેવામાં આવશે. એક દિવસ અગાઉ ચીનથી આવેલી 5 લાખ રેપિડ ટેસ્ટીંગ કીટ રાજ્યોને આપવામાં આવી, પણ સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીનથી આવેલી 63 હજાર પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (પીપીઈ) કીટ નક્કી માપદંડ પ્રમાણે નથી.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીએ રેપિડ ટેસ્ટ કીટતી તપાસ કરાવી

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગનમોહન રેડ્ડીએ શુક્રવારે દક્ષિણ કોરીયાથી આવેલી રેપિડ ટેસ્ટ કીટની મદદથી પોતાનો કોરા ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. રાજ્યને આ પ્રકારની 1 લાખ રેપિડ ટેસ્ટ કીટ્સ મળશે.

સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ 

  • દેશમાં અત્યાર સુધી 1919 કોવિડ હોસ્પિટલ બનાવાઈ ચુકી છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • મે મહિના સુધી 10 લાખ રેપિડ કીટ બનાવી શકીશું, એન્ટી વાઈરલ ડ્રગ પર પણ કામ ચાલી રહ્યું છે
  • ઝડપથી વેક્સીન વિકસીત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે
  • દેશમાં એક પણ મોત ચિંતાની વાત છેઃ સ્વાસ્થ્ય મંત્રાલય
  • રાજ્યોને પાંચ લાખ ટેસ્ટ કીટ આપી રહ્યા છીએ
  • કોરોના સંક્રમિત 13.6% લોકો સ્વસ્થ થયા
  • દેશમાં એન્ટી બોડી પર કામ ચાલી રહ્યું છે
  • અસરકારક દવાઓની ઉપલબ્ધી વધારવા માટે પણ ભાર આપવામાં આવી રહ્યો છે
  • ભારતની સ્થિતિ અન્ય દેશો કરતા સારી છે
  • એવી નવી ટેસ્ટ કીટ પર કામ ચાલી રહ્યું છે જે 30 મિનિટમાં પરિણામ આપે
  • ઝડપથી વેક્સીન વિકસીત કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે
  • લોકડાઉનમાં થોડા સેક્ટર્સને છૂટ આપવામાં આવી છે.
  • જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટેની સ્થિતિ નિયંત્રણમાં છે.
  • મુંબઈ, દિલહી, જયપુર રેડ ઝોનમાં
  • દેશમાં કડકાઈથી લોકડાઉનનું પાલન થઈ રહ્યું છે.
  • કોરોનાના 1749 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે,
  • લોકડાઉનમાં પાકની લણણી માટે છૂટ અપાઈ છે
  • 24 કલાકમાં 23 મોત,1007 નવા કોરોનાના કેસ, કોરોનાના ગ્રોથ ફેક્ટરમાં 40 ટકાનો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

સેનામાં સંક્રમણના માત્ર 8 કેસ 
 સેના પ્રમુખ નરવણેએ શુક્રવારે જણાવ્યું કે, સેના માં હજુ સુધી સંક્રમણના માત્ર 8 કેસ સામે આવ્યા છે, જેમાંથી 2 ડોક્ટર્સ છે. 1 નર્સંગ આસિસટન્ટ છે, જ્યારે 4 અન્ય લોકોને પણ ઘણો આરામ છે. લદ્દાખમાં એક કેસ આવ્યો હતો. તે દર્દી પુરી રીતે સ્વસ્થ થઈ ગયો છે અને તેને ડ્યૂટી પણ જોઈન કરી લીધી છે.

મહત્વના અપડેટ્સ 

  • યુપીઃ ગ્રેટર નોઈડાના અલ્ફા-1ને હોટસ્પોટના લિસ્ટમાંથી બહાર કરાયું
  • જમ્મુ-કાશ્મીરઃ કોરોના પોઝિટિવ વધુ એક શખ્સનું મોત, અત્યાર સુધી પાંચ લોકોના મોત
  • કોરોના માટે કોઈ પણ દેશે આવી કલ્પના નથી કરી, માત્ર WHOને દોષ ન આપી શકાયઃ UNSC અધ્યક્ષ
  • મહારાષ્ટ્રમાં 34 નવા કોરોના વાઈરસના દર્દી, અત્યાર સુધી 3236 લોકો સંક્રમિત
  • આંધ્રપ્રદેશમાં એક દિવસમાં 38 નવા દર્દી કોરોના વાઈરસથી સંક્રમિત
  • આંધ્રપ્રદેશમાં એક દિવસમાં કોરોનાથી સંક્રમિત 38 નવા દર્દી મળ્યા
  • ઉત્તરપ્રદેશના વિદ્યાર્થીને પાછા લાવવા માટે સીએમ યોગીએ 300 બસોને કોટા મોકલી

અત્યાર સુધી 450 લોકોના મોત 
 દેશમાં મોતનો આંકડો સતત વધતો જઈ રહ્યો છે. શુક્રવાર સુધી મરનારાઓની સંખ્યા 448 પર પહોંચી ગઈ છે. મધ્યપ્રદેશમાં  ગુરુવારે 9 લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવ્યા છે જેમાં 8 મોત ઈન્દોરમાં થયા છે. સાથે જ ભોપાલમાં હમીદિયા હોસ્પિટલામાં 11 એપ્રિલે મૃત જહાંગીરાબાદ નિવાસી યૂનુસ ખાનનો રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યા હતો. શહેરમાં કોરોનાથી અત્યાર સુધી 6 લોકોના મોત થયા છે. 

મધ્યપ્રદેશમાં ઈન્દોર એપી સેન્ટર બન્યું 
ગુરુવારે મહારાષ્ટ્રમાં 286, રાજસ્થાનમાં 55, ઉત્તરપ્રદેશમાં70, ગુજરાતમાં 163, અને બિહારમાં 8 નવા દર્દી મળ્યા છે. તો બીજી બાજું મધ્યપ્રદેશના ઈન્દોરમાં રેકોર્ડ 256 નવા દર્દી મળ્યા છે. આ દેશના કોઈ પણ શહેરમાં એક દિવસમાં મળતા સૌથી વધારે કેસ છે. એમપીના 65% દર્દી ઈન્દોરમાં છે.

27 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું 
કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદર નગર હવેલી, જમ્મુ-કાશ્મીર , લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે. 

દેશના રાજ્યોની સ્થિતિ 

મહારાષ્ટ્રમાં  લોકડાઉનના ફેઝ-2નો શુક્રવારે ત્રીજો દિવસ છે. શુક્રવારે પૂણેમાં કોરોના સંક્રમણથી 50 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. આ સાથે જ શહેરમાં મરનારાઓની સંખ્યા 50 થઈ ગઈ છે. તો બીજી બાજુ રાજ્યમાં અત્યાર સુધી 195 લોકોના મોત થયા છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે 20 એપ્રિલથી ખેતી સાથે જોડાયેલા કામમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે.

રાજસ્થાનમાં શુક્રવારે 38 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં જોધપુરમાં 18(એક ઈરાનથી આવ્યો હતો) ટોન્કમાં છ, જયપુરમાં પાંચ, કોટામાં ચાર, નાગોરમાં બે, ઝૂંઝૂનૂ, અજમેર અને ઝાલાવાડમાં એક-એક દર્દી મળ્યા છે. નાગોરમાં પોઝિટિવ મળેલા બે લોકોમાં એક મહિલા કોન્સ્ટેબલ છે. તો બીજી તરફ બીજી મુંબઈથી આવી હતી. જેની સાથે રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા 1169 પર પહોંચી ગઈ છે.

દિલ્હી, સંક્રમિત 1640ઃ અહીંયા ગુરુવારે 62 નવા કેસ સામે આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને ગુરુવારે જણાવ્યું કે અહીંયા એક પિત્ઝા બોય સંક્રમિત મળ્યો છે. તેના 17 સાથીને ક્વૉરન્ટીન કરી દેવાયા છે.

બિહારમાં કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. લોકડાઉન ફેઝ-2નું પાલન કરી રહ્યો છે. ગ્રીમાણ વિસ્તારમાં જ્યાં હોટસ્પોટ નથી, ત્યાં મનરેગા હેઠળ કામ શરૂ થઈ ગયું છે. 2.77 લાખ મજૂરોને રોજગારી મળી. જેમાંથી 1.25 લાખ પ્રવાસી મજૂર છે. બીજી બાજુ કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાં કર્ફ્યૂ જેવી સ્થિતિ છે. ગુરુવારે મુંગેરના 9 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 

 હરિયાણાઃ અહીંયા લોકડાઉનનો ત્રીજો તબક્કો છે. રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 207 પહોંચી ગયો છે. સાથે જ ફરીદાબાદ જિલ્લામાં એક મહિલાની ખાંસી શરદી અને તાવથી મોત થયું છે. 

 ઝારખંડઃ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 29 થઈ ગઈ છે. સંક્રમિત જિલ્લામાં ધનબાદ પણ સામેલ થઈ ગયું છે. અહીંયા કોરોનાનો પહેલો સંક્રમિત દર્દી મળ્યો છે. દર્દીને કોવિડ-19 હોસ્પિટલમાં શિફ્ટ કરાયો છે. રાહતની વાત એ છે કે દર્દીના પરિવારજનોમાં કોરોનાનું સંક્રમણ મળ્યું નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો