તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

કોરોના ઈન્ડિયા LIVE:છેલ્લા 24 કલાકમાં 1,463 કેસ વધ્યા, મૃત્યુઆંક 393: સંક્રમિતોની કુલ સંખ્યા 11 હજારને પાર, મુંબઈમાં મૃત્યુ પામનારનો આંક 111 થયો

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • સરકારે કહ્યું- 20 એપ્રિલ સુધી મૂલ્યાંકન કરશુ, સંક્રમણ અટકાવવા કામ ન થયુ હોય ત્યાં કોઈ છૂટછાટ નહીં મળે
  • સંક્રમણને અટકાવવા માટે આઠ રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશે લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે

 દેશમાં કોરોના વાઈરસના સંક્રમિતોની સંખ્યા 11 હજારને પાર થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1,463 નવા કેસ સામે આવ્યા છે. તે એક જ દિવસમાં સંક્રમિતોની સૌથી મોટી સંખ્યા છે. આ અગાઉ 13 એપ્રિલના રોજ 1,242, 10 એપ્રિલના રોજ 871 અને 11 એપ્રિલના રોજ 854 દર્દીના પોઝિટિવ ટેસ્ટ આવ્યા હતા. સ્વાસ્થ્ય મંત્રાલય દરરોજ સાંજે છેલ્લા 24 કલાકની આંકડાકીય માહિતી જાહેર કરે છે. જ્યારે covid19india.org દરરોજ સવારે કાઉન્ટિંગ શરૂ કરે છે. આ કોરોના ટ્રેકરના મત મંગળવાર સવારથી અત્યાર સુધીમાં 527 નવા કેસ સામે આવ્યા છે.

બીજીબાજુ દેશમાં કોરોના વાઈરસને લીધે છેલ્લા 19 કલાકમાં 29 લોકોના મોત થય છે. આ સાથે દેશમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની સંખ્યા 393 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં 15 દર્દીના મોત થયા હતા. મુંબઈમાં 11 અને પુણેમાં 4 દર્દીના મોત થયા હતા. આ સાથે જ રાજ્યમાં મોતની સંખ્યા વધીને 175 થઈ છે. એકલા મુંબઈમાં અત્યાર સુધીમાં 111 અને પુણેમાં 38 લોકોના મોત થઈ ચુક્યા છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં 2-2 લોકોના મોત થયા છે. તમિલનાડુ અને પંજાબમાં 1-1 વ્યક્તિના મોત થયા છે.

દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખતા લોકડાઉન 3 મે સુધી વધારવામાં આવ્યું છે. આ સાથે કેન્દ્ર સરકાર રાજ્યોના પ્રશાસનિક અમલને લઈ વધારે કડક થવા જઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે 20 એપ્રિલ સુધી દેશના તમામ શહેરો અને જીલ્લામાં મૂલ્યાંકન થશે. તેમા જોવામાં આવશે કે તેમના દ્વારા કોરોનાનો સામનો કરવા માટે કેવી રીતે કામ કર્યું છે. યોગ્ય રીતે પાલન કરનારને કેટલીક છૂટછાટ આપવામાં આવશે. જ્યાં યોગ્ય રીતે પાલન ન થયુ હોય ત્યાં કોઈ જ છૂટછાટ આપવામાં આવશે નહીં. 

બીજી બાજુ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં મંગળવારે હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરો માર્ગો પર ઉતરી આવ્યા હતા. આ લોકો સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતી તેમને ઘરે પરત મોકલવાની માંગ કરતા હતા. આ લોકોનું કહેવુ હતું કે સરકારે લોકડાઉન આગળ વધારી દીધુ છે અને અમારી પાસે ખાવા માટે કંઈ જ નથી. આ સંજોગોમાં અમને ગામ પરત જવા દેવામાં આવે.

વડાપ્રધાનના રાષ્ટ્રના નામે સંબોધનના થોડા સમય બાદ જ રેલવેએ કહ્યું કે, લોકડાઉન દરમિયાન દેશભરમાં મુસાફર ટ્રેન નહીં ચાલે.માલગાડીઓ ચાલું રહેશે. જેમાંથી રાજસ્થાનમાં 48, પશ્વિમ બંગાળમાં 38 અને ઓરિસ્સામાં 1 દર્દી મળ્યો છે. બીજી બાજુ મહારાષ્ટ્રમાં મંગળવારે કોરાનાના 350 દર્દી મળ્યા હતા. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,684 થઈ ગઈ છે. જ

12 એપ્રિલે સૌથી વધારે મોત 

તારીખ મોત
5 એપ્રિલ23
6 એપ્રિલ21
7 એપ્રિલ22
8 એપ્રિલ27
9 એપ્રિલ34
10 એપ્રિલ29
11 એપ્રિલ36
12 એપ્રિલ39
13 એપ્રિલ25

27 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ ફેલાયું 
કોરોના વાઈરસ અત્યાર સુધી દેશના 26 રાજ્યોમાં પગ પેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદર નગર હવેલી, જમ્મુ-કાશ્મીર , લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે.

7 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ 
મહારાષ્ટ્ર, સંક્રમિત 2455ઃ અહીંયા સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે 121 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 2455 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, 121 કેસમાંથી મુંબઈમાંથી 92, નવી મુંબઈમાંથી 13, થાણેમાંતી 10 અને વસઈ-વિરારથી 5 અને એક રાયગઢથી છે. 

ઉત્તરપ્રદેશ, સંક્રમિત 646ઃ અહીંયા કોરોના વાઈરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. સોમવારે બપોરથી મંગળવાર સવાર સુધી 24 કલાકમાં 147 નવા સંક્રમિત કેસ સામે આવ્યા છે. રાજ્યમાં દર્દીઓની સંખ્યા 464 થઈ ગઈ છે.વારાણસીમાં જિલ્લા તંત્રએ દક્ષિણ ભારતના રાજ્યો સાથે જોડાયેલા 800 તીર્થયાત્રીઓને 25 બસોથી તેમના ઘરે મોકલી દીધા છે. તેમને મોકલતા પહેલા તેમનું થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. 

મધ્યપ્રદેશ, સંક્રમિત 731ઃ અહીંયા સંક્રમિતોની સંખ્યા 731એ પહોંચી ગઈ છે. સાથે જ રાજ્યમાં મૃતકોનો આંકડો 50એ પહોંચી ગયો છે. જેમાં સૌથી વધારે 35 લોકો ઈન્દોરના છે. આ ઉપરાંત ભોપાલમાં ચાર, ઉજ્જૈનમાં 6, ખરગોનમાં 3, છિંદવાડા અને દેવાસમાં એક એક દર્દીનું મોત થયું છે. મધ્યપ્રદેશ બીજું એવું રાજ્ય બન્યું છે જ્યાં મોતનો આંકડો 50ને પાર પહોંચી ગયો છે. 

રાજસ્થાન, સંક્રમિત 945ઃ અહીંયા સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. મંગળવારે સવારે રાજ્યમાં 48 નવા કોરોના પોઝિટિવ સામે આવ્યા છે. એ તમામ જયપુરના છે. હજે રાજ્યમાં સંક્રમિતોનો આંકડો 945એ પહોંચી ગયો છે.

સરકારની પ્રેસ કોન્ફરન્સની મહત્વની વાતો 

  • દેશભરમાં 857 કોરોના સંક્રમિત સ્વસ્થ થયા છે. એક જ દિવસમાં 141 લોકો રિકવર થયા છે. મહારાષ્ટ્રના ગોંદિયા, કર્ણાટકના તુમકુર, કેરળના વાયનાડ, મણિપુર, છત્તીસગઢ, પુડ્ડુચેરી, બિહાર અને નાલંદા અને પટનામાં 14 દિવસોમાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી.
  • સરકારે કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના એ કર્મચારીઓની મદદ કરવી જોઈએ, જેમને લોકડાઉનમાંથી છૂટ મળી છે. ઘઉંમો લોટ તેલ બનાવતા નાના ઉદ્યોગો અને મધ્યમ એકમનો કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ.
  • આરોગ્ય સેતું એપ લોન્ચ કરી છે. જેને બ્લૂટૂથ અથ એઆઈ ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવી છે. બેંગલુરુમાં વોર રૂમ બનાવવામાં આવ્યો છે. આ 24 કલાક કામ કરે છે. સેના અને ચિકિત્સા ક્ષેત્રના સેનાનિવૃત્ત કર્મચારી અમારી મદદ કરી રહ્યા છે. ચાઈનાથી ઘણી ટેસ્ટિંગ કીટ 15 તારીખે પહોંચે તેવી શક્યતાઓ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો