તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Coronavirus Outbreak India Cases LIVE Updates; Maharashtra Pune Madhya Pradesh Indore Rajasthan Uttar Pradesh Haryana Bihar Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

કોરોના ઈન્ડિયા LIVE:અત્યાર સુધીમાં 10,453 કેસ, મેઘાલયમાં પ્રથમ સંક્રમિત મળ્યો, દેશનાં 27 રાજ્ય અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશમાં સંક્રમણ

નવી દિલ્હી6 મહિનો પહેલા
મુંબઇમાં લોકડાઉન દરમિયાન ડૉ. આંબેડકર જયંતી (14 એપ્રિલ) પહેલા સોમવારે ચૈતન્ય ભૂમિની સફાઇ કરતાં બૌદ્ધ ભિક્ષુ.
 • સરકારે કહ્યું- અમે ઈચ્છીએ છીએ કે જીવન અટકે નહીં અને તેને બચાવવાની કામગીરી પણ થતી રહે
 • છેલ્લા 24 કલાકમાં કોરોનાના 796 પોઝિટિવ કેસ, 35 લોકોના મોતઃ સ્વાસ્થ્ય મંત્રાલય
 • મુંબઈમાં 6 મહિનાની બાળકીએ વાઈરસને હરાવ્યો
 • ICMRએ કહ્યું- કોરોનાની સારવાર માટે 40 વેક્સીન પર કામ ચાલી રહ્યું છે, પરંતુ હજુ આપણી પાસે તેની દવા નથી
 • સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું- કોરોનાના 20% કેસમાં ICU સપોર્ટની જરૂર, 80% કેસમાં સામાન્ય લક્ષણ

દેશમાં કોરોના સંક્રમણના કેસની સંખ્યા 10 હજારને પાર કરી ગઈ છે. સોમવારે સંક્રમણના 1224 નવા કેસ સામે આવ્યા. દેશમાં એક દિવસમાં આ સૌથી વધુ સંક્રમિતો મળવાનો રેકોર્ડ છે. મેઘાલયમાં સોમવાર સાંજે કોરોના વાઈરસનો પ્રથમ સંક્રમિત મળ્યો. મેઘાલયના મુખ્યમંત્રી કોનાર્ડ સંગમાએ કહ્યુ- હું લોકોને અપીલ કરું છું કે તેઓ ગભરાય નહીં. અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. કોરોનાનો સામનો કરવા અમારી પાસે પુરતી તૈયારીઓ છે.   સોમવારે મહારાષ્ટ્રમાં સૌથી વધુ 352, રાજસ્થાનમાં 93 અને ઉત્તરપ્રદેશમાં 75 નવા કેસ આવ્યા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાંથી 52 અને ગુજરાતમાં 56 કેસ જ્યારે બિહાર અને આસામમાં 1-1 દર્દી મળ્યા છે. આ સાથે દેશમાં સંક્રમિતોની સંખ્યા 10,075 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધારે મોત થયા છે.આ આંકડા covid19india.org વેબસાઈટ અને રાજ્ય સરકારોના આંકડા પ્રમાણે છે. દરમિયાન વધી રહેલા કોરોના સંક્રમણની સ્થિતિ વચ્ચે બે રાજ્ય અરુણાચલ પ્રદેશ બાદ પુંડુચેરીએ સોમવારે લોકડાઉન 30 એપ્રિલ સુધી વધારવાની જાહેરાત કરી છે. આ સાથે દેશમાં સાત રાજ્યએ લોકડાઉનની અવધી વધારી છે. આ અગાઉ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, પંજાબ અને ઓડિશાએ આ અંગે જાહેરાત કરી હતી. ગત 11 એપ્રિલના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાથે યોજાયેલી વિડિયો કોન્ફરન્સિંગમાં અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ લોકડાઉન જાળવી રાખવા સહમતિ દર્શાવી હતી.

બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયના મતે સોમવારની સાંજે 5 વાંગ્યા સુધીમાં દેશમાં 9352 કરોડ છે. આ પૈકી 8,048 દર્દીનો ઈલાજ ચાલી રહ્યો છે. 979 દર્દીને સારુ થતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આપી છે.  ICMRએ કહ્યું કે, ગઈ કાલે સુધી અમે 2 લાખ 6 હજાર 212 ટેસ્ટ કર્યા છે. ચિંતા જેવી કોઈ વાત નથી. આપણે આગામી 6 સપ્તાહ સુધી સરળતાથી ટેસ્ટ કરી શકીશું.

મુંબઈમાં 6 મહિનાની બાળકીએ કોરોના વાઈરસને હરાવ્યો છે. પહેલા બાળકી કોરોના પોઝિટિવ આવી હતી. ત્યારબાદ તેના બે રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

રવિવારે 759 નવા દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ બાદ આ આંકડો 800ની નીચે ગયો છે. આ પહેલા 9 એપ્રિલે 813, 10 એપ્રિલે 871 અને 11 એપ્રિલે 854 સંક્રમિત મળી આવ્યા હતા. ગઈ કાલે નાગાલેન્ડમાં પહેલો કોરોના સંક્રમિત મળી આવ્યો છે. 

યુપીમાં બાંધકામ શરૂ થયું, આ મુક્તિ આખા દેશમાં મળી શકે
ઉત્તરપ્રદેશ સરકારે 15 એપ્રિલથી નિર્માણકાર્ય શરૂ કરવાની જાહેરાત કરી દીધી. જે દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવશે. જ્યારે વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં 750 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલ કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરનું નિર્માણકાર્ય સોમવારથી જ શરૂ થઇ ગયું. તેથી એવી સંભાવના છે કે બાંધકામ શરૂ કરવાની છૂટ સંપૂર્ણદેશમાં મળી શકે છે.
રેલવે-એરપોર્ટના મર્યાદિત સંચાલનના સંકેત
રેલવે, એરપોર્ટ, પોર્ટ અને કસ્ટમ વિભાગને સીમિત રૂપથી ખોલવાના સંકેત અપાયા છે. આ સંબંધમાં કહેવામાં આવ્યું છે કે ત્યાંના સ્ટાફ અને કોન્ટ્રાક્ટ મજૂરો માટે આવવા જવાના પાસ આપવામાં આવે. ગૃહ મંત્રાલયે રાજ્યો વચ્ચે સામાનની સપ્લાય માટે ટ્રકોને દરેક પ્રકારનું સામાન લઇ જવાની પરવાનગી આપી દેવાઇ છે. તેમાં ભરાયેલ જરૂરી-બિન જરૂરી સામાનનો ભેદ રાખવામાં આવશે નહીં. રાજ્યોને આદેશ છે કે ટ્રક ડ્રાઇવરો અને ક્લિનરોની સુરક્ષિત અવર-જવરમાં સહાયતા કરે.
વૃદ્ધોને ઘરમાં રહેવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ
કેન્દ્ર સરકારે એક એડવાઇઝરી જારી કરી 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકોને લૉકડાઉન 2.0 દરમિયાન ઘરમાં જ રહેવાની સલાહ અપાઇ છે. તેમને બહારની કોઇ વ્યક્તિને ઘરમાં નહીં બોલાવવા પણ કહેવામાં આવ્યું છે. કોઇની સાથે મળવાનું બહુ જરૂરી હોય તો ઓછામાં ઓછું એક મીટરના સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવે.

દેશમાં મૃતકોનો આંક 351 થયો
દેશમાં કોરોના સંક્રમણને લીધે મૃત્યુ પામનારનો આંકડો સોમવારે 351 પહોંચી ગયો છે. મુંબઈમાં 20 કલાકમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે અહીં મૃત્યુ પામનારની સંખ્યા 100 થઈ ગઈ છે. પુણેમાં સંક્રમિતોના મોત થયા છે. અહીં અત્યાર સુધીમાં 34 સંક્રમિતોના જીવ ગયા છે.  સમગ્ર મહારાષ્ટ્રના આંકડા જોઈએ તો કોરોનાને લીધે 160 લોકોના મોત થયા છે. બીજી બાજુ ગુજરાતમાં 2 અને મધ્ય પ્રદેશમાં 1 દર્દીએ જીવ ગુમાવ્યો છે. આ અગાઉ રવિવારે એક દિવસમાં સૌથી વધારે 39 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મહારાષ્ટ્રમાં 22 દર્દી સામેલ હતા. શનિવારે કુલ 36 દર્દીના મોત થયા હતા.

સરકારે કહ્યું જીવન અટકે નહીં અને જીવન બચાવવાની કામગીરી જારી રહે

કેન્દ્ર સરકારના અલગ-અલગ મંત્રાલયોની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી કે કોરોના સંક્ટનો સામનો કરવા માટે દરેક સ્તર પર તકનિકી મદદ મેળવવામાં આવી રહી છે. મેનેજમેન્ટ અને કન્ટેનમેન્ટ પ્લાન તથા પોઝિટિવ કેસ તથા એક્ટિવ કેસ પર નજર રાખવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઈન્ટીગ્રેટેડ કમાન્ડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યુ છે. સ્થાનિક મેડિકલ સ્ટોરને ટેકનોલોજીના માધ્યમથી જોડવામાં આવેલ છે. સરકારી, ખાનગી, નાના અને મધ્યમ સ્તરની લેબ સાથે મળી કામ કરવામાં આવી રહ્યુ છે. 27 રાજ્યોમાં 78 હજાર કર્મચારી કામ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 50 હજારથી વધારે વોલિયન્ટીયર્સ અમારી સાથે જોડાયા છે. સરકારે કહ્યું છે કે અમે ઈચ્છીએ છેએ કે જીવન અટકે નહીં અને જીવન બચાવવાની કામગીરી પણ જારી રહે.

કોરોના સંબંધિત મહત્વના અપડેટ્સ

 • રાજસ્થાનમાં કોટાના વલ્લભવાડી વિસ્તારમાં સીસીટીવી ફુટેજમાં ઘણી મહિલાઓ પોલિથીનમાં થૂંકીને તેને ઘરમાં નાંખતા જોવા મળી હતી. ત્યારબાદ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો, આરોપીઓની તપાસ કરાઈ રહી છે. મહામારીના કારણે જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર થૂંકવા પર પ્રતિબંધ છે.
 • ઓરિસ્સામાં લોકડાઉનના બીજા તબક્કામાં ખેડૂતોના કાર્યો અને ઈ-કોમર્સ કંપનીઓને સેવા આપવામાં છૂટ
 • અપાશે. મનરેગા યોજના હેઠળ કામકાજ ચાલતું રહેશે. સ્વસ્છ ભારત મિશન હેઠળ ગામમાં બનાવાઈ રહેલા ટોયલેટ અને ઘરોનું નિર્માણ પણ ચાલું રહેશે. રાજ્યના એડીશનલ ચીફ સેક્રેટરી પ્રદીપ જેનાએ સોમવારે આ અંગેની માહિતી આપી હતી.
 • દિલ્હીના મૈક્સ હોસ્પિટલમાં એક ડોક્ટર, એક નર્સ અને સ્ટાફનો એક અન્ય કર્મચારી સંક્રમિત મળી આવ્યો છે. હોસ્પિટલના પ્રવક્તાએ કહ્યું- અનુમાન છે કે ડોક્ટર હોસ્પિટલથી બહાર સંક્રમિત થયા છે.
 • ઋષિકેશમાં 10 વિદેશી ગંગા નદીના કિનારે ફરતા જોવા મળ્યા હતા. પોલીસએ સજા તરીકે તેમની પાસે 500 લખાવડાવ્યું કે, મેં લોકડાઉનનું પાલન નથી કર્યું, મને તેનું દુઃખ છે. આ મામલો શનિવારનો છે.
 • રવિવારે રાતે ભોપાલમાં ચોથા IAS અધિકારી સોમેશ મિશ્રા કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેઓ ચિકિત્સા શિક્ષણ વિભાગમાં હતા. તેમને ચિરાયુ હોસ્પિટલમાં ભરતી કરાયા છે. આ પહેલા ત્રણ અધિકારી પોઝિટિવ મળી આવ્યા હતા. ભોપાલમાં અત્યાર સુધી 142 સંક્રમિત છે.

મૃત્યુઆંક 340એ પહોંચ્યો
દેશમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 340એ પહોંચી ગયો છે. સોમવારે મુંબઈના ધારાવીમાં સંક્રમણના કારણે પાંચમું મોત થયું છે. આ સાથે જ મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા 150એ પહોંચી ગઈ છે. આ પહેલા રવિવારે એક દિવસમાં સૌથી વધારે 39 લોકોના મોત થયા છે. 

પાંચ દિવસ જ્યારે સંક્રમણના સૌથી વધારે કેસ સામે આવ્યા 

દિવસકેસ
10 એપ્રિલ871
11 એપ્રિલ854
9 એપ્રિલ813
12 એપ્રિલ759
05 એપ્રિલ605

પૂર્વોત્તરના 2 રાજ્યોમાં આજે દારૂની દુકાનો ખુલશે 
આસામ અને મેઘાલયમાં લોકડાઉન ખતમ થયા પહેલા જ રાજ્ય સરકારે સોમવારે દારૂની દુકાનો ખોલવાની મંજૂરી આપી દીધી છે. સરકારના કહ્યાં પ્રમાણે, નિર્ણય લોકોની માંગને ધ્યાનમાં રાખતા લેવામાં આવ્યો છે. દુકાનોમાં ઓછામાં ઓછો સ્ટાફ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. મેઘાલયમાં અત્યાર સુધી કોરોનાનો એક પણ સામે આવ્યો નથી. આસામમાં 29 સંક્રમિત છે. 

26 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ફેલાયું સંક્રમણ
કોરોનાવાઈરસ અત્યાર સુધી દેશના 25 રાજ્યોમાં પગપેસારો કરી ચુક્યો છે. સાથે જ દેશના સાત કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ આ સંક્રમણ પહોંચી ચુક્યું છે. જેમાં દિલ્હી, ચંદીગઢ, આંદામાન-નિકોબાર, દાદરા નગર હવેલી, જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને પુડ્ડુચેરી સામેલ છે. 

8 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થિતિ 
મધ્યપ્રદેશ, સંક્રમિત 614 -ઈન્દોરમાં સોમવારે 22 પોઝિટિવ ટેસ્ટ આવ્યા હતા. આ સાથે શહેરમાં 328 સંક્રમિત લોકો નોંધાયા છે. રવિવારે રાજ્યમાં સંક્રમણના 40 કેસ સામે આવ્યા હતા. તેમાંથી ઈન્દોરમાં 25, ભોપાલમાં 8, ઈટારસીમાં 5 અને સતનામાં 2 દર્દીના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. 

મહારાષ્ટ્ર, સંક્રમિત-2314  રાજ્યમાં વિક્રમજનક 316 કેસ મળ્યા,આ પૈકી મુંબઈમાંથી 59 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમં રવિવારે 221 કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.જેમાંથી મુંબઈમાં 113, મીરા ભયંદરમાં 7, પૂણેમાં 4, નવી મુંબઈ, થાણે અને વસઈ વિરાર્સમાં 2-2, જ્યારે રાયગઢ, અમરાવતી, ભિવંડી અને પિંપરી-ચિંચવડમાં 1-1 દર્દી મળ્યો હતો. 

ઉત્તરપ્રદેશ, સંક્રમિત -558 આગરા સોમવારે સંક્રમણના 30 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ જિલ્લામાં સંક્રમિતોની સંખ્યા 134એ પહોંચી ગઈ છે. શહેરના આઈજી સતીશ ગણેશે જણાવ્યું કે, તંત્ર આઈસોલેશ વોર્ડ વધારવા માટે સતત કામ કરી રહ્યું છે. જ્યાં પણ અમને પોઝિટિવ કેસ મળી રહ્યા છે, ત્યાં અમે ઘરે ઘરે જઈને તપાસ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધી 1 લાખ 65 હજાર લોકોનું સ્ક્રીનિંગ કરાઈ ચુક્યું છે. રાજ્યમાં રવિવારે 31 નવા કેસ સામે આવ્યા છે. 

રાજસ્થાન, સંક્રમિત 897 અહીંયા સોમવારે સંક્રમણના 93 નવા કેસ સામે આવ્યા છે. જેમાં  જયપુરમાં 20, ભરતપુરમાં 11, જોધપુરમાં 7 અને બાંસવાડામાં 1 દર્દી મળી આવ્યો છે. રાજ્યમાં રવિવારે 104 દર્દીઓનો રિપોર્ટ આવ્યો હતો. જેમાંથી જયપુરમાં 35, બાંસવાડામાં 15, ટોન્કમાં 11, બીકાનેર અને જોધપુરમાં 8-8 કોટામાં 7, નાગૌરમાં 5, હનુમાનગઢમાં 2, જ્યારે ચૂરુ, જૈસલમેર અમે સીકરમાં 1-1 દર્દી મળ્યા છે. 2 દર્દી રાજ્યની બહારના છે. 

પંજાબ, સંક્રમિત-176 રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 કેસ સામે આવ્યા છે. આ પૈકી મોહાલીના જવાહરપુરમાં 4, જાલંધરમાં 7, જ્યારે ફરીદકોટ તથા કપૂરથલામાં 1-1 દર્દીના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. 

બિહાર, સંક્રમિત 64ઃ મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યમાં સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી હોસ્પિટલની સંખ્યા વધારવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, સંક્રમિતોની ભાળ લગાવવા માટે ટ્રેસિંગ, ટ્રેકિંગ અને ટેસ્ટિંગ વધારો. આ સાથે જ બીજી બિમારીના દર્દીઓને પણ કોઈ મુશ્કેલી ન થવી જોઈએ. 

દિલ્હી, સંક્રમિત 1154ઃ રાજધાનીમાં રવિવારે 85 નવા કેસ સામે આવ્યા છે. નિઝામુદ્દીન મરકઝમાં ભેગા થયેલા તબલીઘી જમાતને દેશમાં કોરોના સંક્રમણ કેસ વધવાનું કારણ માનવામાં આવે છે, પરંતુ કેજરીવાલ સરકારે તેમના હેલ્થ બુલેટિનથી મરકઝની કેટેગરી હટાવી દીધી છે. તેની જગ્યાએ અંડર સ્પેશ્યલ ઓપરેશન્સ લખવામાં આવી રહ્યું છે. મરકઝના લોકોના આંકડા અલગ લખવા માટે દિલ્હી લઘુમતી પંચે વાંધો ઉઠાવ્યો હતો. 

ગુજરાત, સંક્રમિત 572 અહીંયા  સોમવારે 56 સંક્રમિત કેસ નોંધાયા હતા.જેમાંથી 23 દર્દી અમદાવાદમાં અને 2 આણંદમાં મળ્યા છે. રાજ્યમાં શનિવારે 90 સંક્રમિત મળ્યા હતા અહીંયા સૌથી વધારે 282 સંક્રમિત અમદાવાદ અને ત્યારબાદ 101 વડોદરામાં છે.    

રવિવાર સુધી લગભગ 2 લાખ સેમ્પલની તપાસ 
ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચે કહ્યું કે, રવિવારે રાતે 9 વાગ્યા સુધી દેશના 1 લાખ 81 હજાર 28 લોકો પાસેથી લેવાયેલા કુલ 1 લાખ 95 હજાર 748 સેમ્પલની તપાસ કરવામાં આવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો