તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Corona Update LIVE India:કોરોનાના કુલ 3,678 કેસઃ મહારાષ્ટ્રમાં સૌથી વધુ 145, આં.પ્ર.ના મુખ્યમંત્રી બોલ્યાઃ એક જ સમુદાય પર નિશાન સાધવું અયોગ્ય

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુંબઈના સાયનમાં શાકભાજી લેવા માટે ભીડનો જમાવડો. અહીંયા લોકોએ લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટેસિંગને નજરઅંદાજ કર્યું
  • સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે, ‘30 ટકા કેસ જમાતના મરકજને કારણે વધ્યાં’
  • શનિવારે 400થી વધારે કેસ સામે આવ્યાં
  • તમિલનાડુમાં 74, ઉત્તર પ્રદેશમાં 60 અને દિલ્હીમાં 59 કેસ
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકડાઉન પછી પહેલી વાર વિપક્ષી નેતાઓ સાથે 8 એપ્રિલે વાત કરશે
  • રાજ ઠાકરેએ કહ્યું- મરકઝમાં ગયેલા લોકોને ગોળી મારી દેવી જોઈએ, સરકાર શા માટે સારવાર કરી રહી છે?

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં અત્યાર સુધી કુલ 2902 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં 1023 કેસ તબલીઘી જમાત સાથે જોડાયેલા છે. જ્યારે શનિવારે કોરોના વાઇરસના સંક્રમણના 500થી વધારે કેસ સામે આવ્યાં. જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 145 કેસ છે. આ ઉપરાંત દેશમાં 6 લોકોના શનિવારે મોત નીપજ્યાં છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 3,678 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઇટ પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 525 દર્દીઓ વધ્યાં છે. અત્યાર સુધીનો આ સૌથી વધારે આંકડો છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3072 થઈ ગઈ છે. જેમાંથી 213 લોકો સાજા થઈ ઘરે પરત ફર્યાં છે અને 75 દર્દીઓના મોત નીપજ્યા છે.

તબલીઘી જમાતને કારણે કેસ વધ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય
દેશમાં કોરોના વાઇરસમાં ઝડપથી થયેલા વધારાનું કારણ તબલીઘી જમાત છે. સ્વાસ્થ્ય વિભાગે શનિવારે આ વાત જણાવી છે. સ્યુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, સંક્રમણના 30 ટકા કેસ જમાતના મરકજમાંથી પાછા આવેલા લોકોને કારણે વધ્યા છે. પરંતુ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કોઇ એક સમુદાય વિરુદ્ધ થઈ રહેલી વાતોને ખોટી ઠેરવી છે. તેમણે જણાવ્યું કે, નિઝામુદ્દીનમાં જે થયું તે દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ તેની માટે કોઇ એક સમુદાય પર નિશાન સાધવું યોગ્ય નથી.

8 એપ્રિલે મોદી વિપક્ષ સાથે વાત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસના લીધે ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ અંગે 8 એપ્રિલના સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકીય પાર્ટીઓના નેતાઓ સાથે વાતચીત કરશે. લોકડાઉનની જાહેરાત બાદ વડાપ્રધાન પહેલી વાર વિપક્ષના નેતાઓ સાથે વાત કરશે. લોકસભા અને રાજ્યસભામાં પાંચ અથવા તેનાથી વધારે સાંસદો ધરાવતી પાર્ટીઓના નેતાઓ સાથે ચર્ચા કરશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ શનિવારે આ જાણકારી આપી હતી. 
દેશમાં કોરોના વાઈરસ સંક્રમણના આજે 107 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી સૌથી વધારે 47 દર્દી મહારાષ્ટ્રના છે. ત્યારબાદ રાજસ્થાનમાં 19, ગુજરાતમાં 10, મધ્યપ્રદેશમાં 4 જ્યારે આસામમાં 2, ગોવામાં 01 અને પંજાબમાં 04 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધી દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 3373 થઈ ગઈ છે. આ આંકડાઓ covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. દેશમાં એક સપ્તાહમાં જ આ બિમારીના 1973 દર્દી વધ્યા છે. 29 માર્ચે કોરોના સંક્રમિતોની સંખઅયા 1139 હતી. આ પહેલા શુક્રવારે એક દિવસમાં સૌથી વધારે 563 કેસ સામે આવ્યા હતા. અત્યાર સુધી 229 દર્દી સ્વસ્થ થયા છે, જ્યારે 98ના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 હજાર 902 છે. જેમાંથી 2650ની સારવાર ચાલી રહી છે. 183 સ્વસ્થ થયા છે અને 68 લોકોના મોત થયા છે.

અપડેટ્સ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે ઉશ્કેરણીજનક નિવેદન આપતા કહ્યું કે, મરકઝમાં ગયેલા લોકોને ગોળી મારી દેવી જોઈએ, સરકાર શા માટે આવા લોકોની સારવાર કરી રહી છે.

દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ઘણા ડોક્ટર્સ અને નર્સો સહિત સ્ટાફના 108 લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 85 લોકોને ઘરે અને 23ને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ તમામ 2 દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા, જેમનો હાલમાં જ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

મુંબઈની કાંદીવલીની શતાબ્દી હોસ્પિટલમાં 63 કર્મચારીઓને ક્વૉરન્ટીન કરાયા છે. 40 વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
દેશના 6 રાજ્યોમાં શુક્રવારે 13 લોકોના મોત થયા છે, જેમાં ગુજરાતમાં બે, આંધ્રપ્રદેશમાં એક, મહારાષ્ટ્રમાં છ, તેલંગાણામાં બે, હિમાચલમાં એક અને દિલ્હીમાં બે લોકોના મોત થયા છે. આ પ્રકારે દેશમાં અત્યાર સુધી 94 લોકોના મોત થયા છે. 
દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલના ઘણા ડોક્ટર્સ નર્સો સહિત સ્ટાફના 108 લોકોને ક્વૉરિન્ટીન કરી દેવાયા છે. જેમાંથી 85 લોકોને ઘરે અને 23 લોકોને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ તમામ એવા 2 દર્દીઓના સંપર્કમાં આવ્યા હતા,જેની હાલની સ્થિતિ માં કોરોના પોઝિટિવ આવ્યો છે. 

કેટલા રાજ્યોમાં કેટલા નવા સંક્રમિત મળ્યા 
શુક્રવારે તમિલનાડુમાં 102, દિલ્હીમાં 93, તેલંગાણામાં 75, મહારાષ્ટ્રમાં 67, ઉત્તરપ્રેદશમાં 44, રાજસ્થાનમાં 35, મધ્યપ્રદેશમાં 34, આંધ્રપ્રદેશમાં 12, કેરળમાં 9, હરિયાણામાં 9, ગુજરાતમાં 7, જમ્મુ-કાશ્મીરમાં 5, કર્ણાટકમાં 4 નવા દર્દી મળ્યા.

મોદીની અપીલ પર મહારાષ્ટ્રના ઉર્જા મંત્રીની દલીલ- તમામ લાઈટ એક સાથે બંધ થઈ તો ગ્રિડ ફેલ થઈ શકે છે 
વડાપ્રધાન મોદીએ 5 એપ્રિલે રાતે 9 વાગ્યે દેશના લોકોની સામૂહિકતા બતાવવા માટે 9 મિનિટ ઘરની લાઈટ બંધ કરવાની અપીલ કરી છે. વડાપ્રધાનનું કહેવું છે કે લોકો આ દરમિયાન ઘરના દરવાજા કે બાલ્કની પર મીણબત્તી, દીવો અથવા મોબાઈલની ટોર્ચની રોશન કરે. આ અંગે મહારાષ્ટ્રના ઉર્જા મંત્રી નીતિન રાઉતે કહ્યું કે, એક સાથે લાઈટ બંધ કરવાથી પાવર ગ્રિડ ફેલ થવાનું જોખમ છે. આવું થયું તો આને ઠીક કરવામાં એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે. એટલા માટે લોકો મીણબત્તી અથવા દીવો ભલે સળગાવતા પણ લાઈટ બંધ ન કરશો. 

મુશ્કેલીની ઘડી વચ્ચે ત્રણ રાહતના સમાચાર 

  • IIT રૂરકીએ કોરોના વાઈરસ સંક્રમિતોની સારવારમાં લાગેલા એઈમ્સ ઋષિકેષના ડોક્ટર્સની રક્ષા કરવા માટે એકદમ ઓછી કિંમતમાં ફેસ શીલ્ડ તૈયાર કર્યા છેયઆ ટ્રાન્સપરન્ટ શીલ્ડને ઉડી પ્રિટિંગ ટેકનીક દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.
  • IIT હૈદરાબાદ સાથે જોડાયેલા સ્ટાર્ટએપ એયરોબાયોસિસિ ઈનોવેશન્સે ઓછી કિંમત વાળા, પોર્ટેબલ ઈમરજન્સી વેન્ટીલેટર બનાવ્યું છે. જેને ‘જીવન લાઈટ’નામ આપવામાં આવ્યું છે. જેની કિંમત 1 લાખ રૂપિયા છે. આ કોરોના વાઈરસના દર્દીઓની સારવારમાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
  • મહારાષ્ટ્રમાં પૂણેના વૈજ્ઞાનિક ડો. મિલિંદ કુલકર્ણીએ પોલીપ્રોપેલીન મટેરિયલમાંથી એક ખાસ પ્રકારની સ્ટીક તૈયાર કરી છે. જે કોરોના વાઈરસના દર્દીઓના સ્વાબનું સેમ્પલ લેવામાં મદદગાર સાબિત થઈ શકે છે. બેંગલુરુમાં તેનું ક્લીનિકલ ટ્રાયલ કરવામાં આવી રહ્યું છે.

દેશના રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ;કુલ સંક્રમિતો-158 રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 158 થઈ છે. શુક્રવારે 34 નવા કેસ સામે આવ્યા હતા. અને શનિવારે વધુ 4 સંક્રમિતો સામે આવ્યા છે. જેમાંથી સ્વાસ્થ્ય વિભાગના એર વરિષ્ઠ IAS અધિકારી પણ સામેલ છે. અન્ય બીજો રિપોર્ટ પણ શુક્રવારે પોઝિટિવ આવ્યો છે. ઈન્દોરમાં સૌથી વધારે 23 કેસ સામે આવ્યા છે. અહીંયા સંક્રમિતોની સંખ્યા 112 થઈ ગઈ છે. સાથે જ મુરૈનામાં 10 નવા કેસ સામે આવ્યા છે. અહીંયા પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધી ભોપાલમાં 9, જબલપુરમાં 8, ઉજ્જૈનમાં 7, ગ્વાલિયર-શિવપુરીમાં 2-2 અને ખરગોન-છિંદવાડામાં એક-એક સંક્રમિત મળ્યો છે. ઈન્દોરમાં 5, ઉજ્જૈનમાં 2 અને ખરગોનમાં 1 પીડિતનું મોત થયું છે. તો બીજી બાજુ ચીફ મેડિકલ ઓફિસર ડો. પ્રવીણ જડિયાએ શુક્રવારે જણાવ્યું કે, શહેરના 59 લોકોએ દિલ્હીના તબલીઘ જમાતના મરકઝમાં ભાગ લીધો હતો. તેને ક્વૉરિન્ટીન કરવામાં આવ્યા છે. હાલ કોઈ પણ વ્યક્તિમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા નથી.

મહારાષ્ટ્ર; કુલ સંક્રમિત-537 રાજ્યમાં શુક્રવારે કુલ 67 નવા કેસ સામે આવ્યા છે. હવે સંક્રમિતોની સંખ્યા 490 થઈ ગઈ છે. રાજ્યમાં શુક્રવારે 6 લોકોના મોત થયા છે. જેમાંથી બે મુંબઈના છે. આ ઉપરાંત વસઈ વિરાર, બદલાપુર થાણે, જલગામ અને પૂણેમાં એક-એક દર્દીએ દમ તોડ્યો હતો.

દિલ્હી; કુલ સંક્રમિત-386 દિલ્હીમાં શુક્રવારે કોરોના સંક્રમણના 93 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 386 થઈ ગઈ છે. કુલ સંક્રમિતોમાંથી 259 એ છે, જે તબલીઘ જમાતના મરકઝમાં સામેલ થયા હતા. રાજ્યમાં શુક્રવારે વધુ 2 લોકોના મોત થયા છે. આ વાઈરસથી મરનારાઓનો આંકડો 6 થઈ ગયા છે.

રાજસ્થાન;કુલ સંક્રમિત-198 ઃ રાજસ્થાનમાં સંક્રમિતોની સંખ્યા 168 થઈ ગઈ. શુક્રવારે 46 નવા કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં ગુરુવારે કોરોનાના 13 દર્દી વધ્યા હતા. 

ઉત્તરપ્રદેશ; કુલ સંક્રમિત-174ઃ રાજ્યમાં શુક્રવારે સંક્રમણના 46 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 42 દિલ્હીના તબલીઘ જમાતથી પાછા આવ્યા હતા અથવા તેમના સંપર્કમાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશ સરકારે શુક્રવારે જણાવ્યું કે, દિલ્હીના તબલીઘ જમાત કાર્યક્રમમાં હિસ્સો લેનારા 1203 લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી 897ના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 47નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ અલીગઢના બન્નાદેવી  વિસ્તારમાં પોલીસ પાર્ટી પર પથ્થરમારો કરવાના આરોપમાં 3 લોકો પર કેસ નોંધવામાં આવ્યો છે. મસ્જિદમાં પોલીસ આ લોકોની પુછપરછ કરવા માટે ગઈ હતી.

તમિલનાડુ; કુલ સંક્રમિત-411ઃ રાજ્યમાં શુક્રવારે 102 નવા કેસ સામે આવ્યા છે. અહીંયાના સરકારી સ્ટૈનલી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ અને શંકાસ્પદોને જમવા અને દવા આપવા માટે રોબોટ તહેનાત કરવામાં આવ્યા છે. 

ઓરિસ્સા:કુલ સંક્રમિત -20ઃ ઓરિસ્સાના સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે, અહીંયા કોરોના વાઈરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 20 થઈ ગઈ છે. 15 નવા કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 સૂર્યનગરના સંક્રમિત વ્યક્તિના નજીકના લોકો છે. જેમાં પત્ની, દીકરી અને ભાડૂઆત સામેલ છે. આ ઉપરાંત ભોમીકલમાં 3, કટકમાં 1, પુરીમાં 1, જાજપુરમાં 1 અને ભદ્રકમાં 2 કેસ સામે આવ્યા છે.

તેલંગાણા; કુલ સંક્રમિત 229ઃ રાજ્યમાં શુક્રવારે 75 નવા પોઝિટિવ મળ્યા હતા. તો બીજી બાજુ હૈદરાબાદના ગાંધી હોસ્પિટલમાં પોલીસ તહેનાત કરી દેવાઈ છે. અહીંયા 1 એપ્રિલે કોરોના વાઈરસ આઈસોલેશન વોર્ડમાં ઘણા દર્દીઓએ ડોક્ટર પર હુમલો કરી દીધો હતો. 

ગોવાઃ કુલ સંક્રમિત-20: રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વજીત રાણેએ જણાવ્યું કે, અહીંયા શનિવારે સેન્ટ એસ્ટેવમમાં એક વ્યક્તિ સંક્રમિત મળી આવ્યો હતો. તે વિદેશથી પાછો આવ્યો હતો. 

કેરળ, કુલ સંક્રમિત-295: અહીંયા શનિવારે સંક્રમણનો કોઈ નવો કેસ સામે આવ્યો નથી. બીજી બાજુ નીલેશ્વરમ પોલીસે કાસરગોડ જિલ્લાના મડિક્કીથી એક ઈમામ અને અન્ય વ્યક્તિની ધરપકડ કરાઈ છે. તે લોકડાઉન હોવા છતા મસ્જિદમાં નમાઝ પઢી રહ્યા હતા. ક્લેક્ટરે તેમના વિરુદ્ધ કેસ કરવાનો આદેશ આપ્યો હતો.

ગુજરાત; કુલ સંક્રમિત 105: શનિવારે વધુ 10 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ અમદાવાદમાં આજે એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં આ બિમારીના કારણે અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે, જ્યારે લોકો સ્વસ્થ થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો