તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Coronavirus Outbreak India Cases LIVE Updates; Delhi Kerala Maharashtra Rajasthan Haryana Cases Novel Corona COVID 19 Death Toll

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Corona Update LIVE India:એક દિવસમાં સૌથી વધારે 499 કેસ સામે આવ્યા: તમિલનાડુમાં 102 નવા કેસ; કેન્દ્રએ રાજ્યોને 11,092 કરોડની મદદની જાહેરાત કરી

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓએ પર્સનલ પ્રોટેક્ટિવ કીટ પહેરેલી જોવા મળે છે - Divya Bhaskar
હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓએ પર્સનલ પ્રોટેક્ટિવ કીટ પહેરેલી જોવા મળે છે
  • શુક્રવારે તામિલનાડુમાં 102 નવા કેસ આવ્યા, જ્યારે તેલંગાણામાં એક દિવસમાં 75 પોઝિટિવ દર્દી મળ્યા, આ સંખ્યા એક દિવસમાં સૌથી મોટી છે
  • દેશમાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની સંખ્યા 80 થઈ, શુક્રવારે વધુ 8 લોકોના મોત થયા. મહારાષ્ટ્રમાં 6ના મોત થયા
  • મુંબઈ એરપોર્ટ પર રહેલા 11 સીઆઈએસએફ જવાનોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ. કેટલાક દિવસોમાં 142 જવાન ક્વારેન્ટીનમાં

કોરોના વાઈરસ સામે લડવા માટે કેન્દ્ર સરકારે શુક્રવારે રાજ્યોને 11092 કરોડની આર્થિક મદદને મંજૂરી આપી છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ ફંડ (એસડીઆરએમએફ) હેઠળ રાજ્યોને આપવામાં આવેલી રકમની મદદથી ક્વારેન્ટીન સેન્ટર, સેમ્પલ કલેક્શન અને સ્ક્રીનિંગ, લેબોરેટરી તથા પર્સનલ ઈક્વિપમેન્ટ ખરીદવામાં મદદ મળશે. આ ઉપરાંત સ્વાસ્થ્ય કર્મચારીઓ માટે અન્ય આવશ્યક ઉપકરણ પણ ખરીદવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસ અગાઉ જ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફ્રેંસિંગમાં શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. બીજી બાજુ સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે તબલીઘ જમાતના લોકોને લીધે  14 રાજ્યમાં 647 કેસ સામે આવ્યા છે. એક ભૂલને લીધે સંક્રમણ વધી ગયુ છે.

કોરોના સાથે જોડાયેલા કેટલાક મહત્વના અપડેટ

  • મુંબઈ એરપોર્ટ પર રહેલા 11 સીઆઈએસએફ જવાનોમાં કોરોના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ જાણકારી શુક્રવારે સીઆઈએસએફ દ્વારા આપવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં 142 જવાનોને ક્વારેન્ટીન કરવામાં આવ્યા છે.તેમાંથી 4 રિપોર્ટ ગુરુવારે પોઝિટિવ આવ્યા હતા, જ્યારે બાકીના જવાનોના ટેસ્ટ રિપોર્ટ શુક્રવારે પોઝિટિવ આવ્યા.
  • ઓડિશા સરકારે કમ્યુનિટી ટ્રાન્સમિશનને અટકાવવા માટે શુક્રવારે રાત્રે 8 વાગ્યાથી કટક, ભુવનેશ્વર અને ભદ્રકને આગામી 48 કલાક સુધી સંપૂર્ણ રીતે લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્ય સચિવ અસિત ત્રિપાઠીએ આ અંગે જાણકારી આપી હતી.
  • હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે અંત્યોદય યોજના હેઠળ આવતા પરિવારોને 70 કીલો રાશન આપવામાં આવશે. તેઓ ગરીબી રેખા નીચેના જીવન વિતાવતા લોકોને પણ સભ્ય દીઠ 10 કીલો રાશન મળશે. દરમિયાન સુગર અને સરસવ તેલ અલગથી મળશે. આ રેશન 5 એપ્રિલ સુધી સૌના ઘરોમાં પહોંચશે.

આજે 498 નવા કેસ સામે આવ્યા
દેશમાં આજે સંક્રમણના 498 નવા કેસ સામે આવ્યા છે.  તે કોઈ એક દિવસમાં કોરોના સંક્રમિત દર્દીની સૌથી વધારે સંખ્યા છે. આ અગાઉ ગુરુવારે દેશભરમાં 486 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. તેના એક દિવસ અગાઉ બુધવારે દેશમાં સંક્રમણના 424 કેસ સામે આવ્યા હતા. આજે તામિલનાડુમાં 102, દિલ્હીમાં 91, મહારાષ્ટ્રમાં 67, તેલંગાણામાં 75, ઉત્તર પ્રદેશમાં 44, રાજસ્થાનમાં 35, મધ્ય પ્રદેશમાં 22, આંધ્ર પ્રદેશમાં 12, કેરળમાં 9, હરિયાણામાં 9, ગુજરાતમાં 7, જમ્મુ-કાશ્મીરમાં 5, કર્ણાટકમાં 4, મહારાષ્ટ્ર તથા ગોવામાં 1-1 કેસ મળ્યા છે. આ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા 3043 થઈ ગઈ છે. 221 લોકોનું આરોગ્ય સારું થઈ ગયું છે. અને 78 લોકોના મોત થયા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પ્રમાણે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,547 છે. જેમાંથી 2,322 લોકોનો ઈલાજ થઈ રહ્યો છે. 162 લોકોને સારું થઈ ગયું છે અને 62 લોકોના મોત થયા છે.

નિઝામુદ્દીનમાં મરકજમાં તબ્લિક જમાતના લોકોને ઓપરેશનમાં લાગેલા જવાનોને ક્વૉરિન્ટીન કરી દેવાયા છે. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, આ જવાનોની સંખ્યા 14 છે. જેમના સંક્રમિત થવાની આશંકા છે. એટલા માટે સતર્કતાના પલગા લેવાયા છે. આ જવાનો 30 અને 31 માર્ચે મરકજની ઈમારતમાં રોકાયેલા બે હજાર લોકોને કાઢવાના ઓપરેશનમાં લાગ્યા હતા. સરકારે પણ આખા ઘટનાક્રમ પર કડક પગલા લીધા છે. કેન્દ્રએ તબ્લિક જમાતના 690 બ્રિટિશ, 4 અમેરિકન, 6ચીન અને 3 ફ્રાન્સના નાગરિક છે. આ સાથે જ યુપીની યોગી સરકારે નિર્ણય કર્યો છે કે ડ્યૂટી કરી રહેલી પોલીસ પર હુમલો કરનારાઓ પર રાસુકા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

તબ્લિક જમાતમાં આવ્યા 960 વિદેશી બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા 
દિલ્હીની તબ્લિક જમાતમાં આવેલા વિદેશીઓમાંથી 960ને સરકારે બ્લેકલિસ્ટ કરી દેવાયા છે. તેમના વિઝા પણ રદ કરી દેવાયા છે. જેમાંથી 379 ઈન્ડોનેશિયાઈ, 110 બાંગ્લાદેશી, 9 બ્રિટિશ, 4 અમેરિકન, 6 ચીની અને 3 ફ્રાન્સના નાગરિક છે. 

ગુરુવારે સૌથી વધારે 486 સંક્રમિત મળ્યા 
આ પહેલા ગુરુવારે દેશભરમાં 486 દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતો. આ એક દિવસમાં સંક્રમણનો સૌથી મોટો આંકડો છે. જેના એક દિવસ પહેલા બુધવારે દેશમાં આ સંક્રમણના 424 કેસ સામે આવ્યા હતા. આ સાથે ઉત્તરપ્રદેશ સરકારે આદેશ આપ્યો છે કે કોરોના કટોકટીમાં ડ્યૂટી કરી રહેલા પોલીસકર્મીઓ પર હુમલો કરનારા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 
કોરોના વાઈરસ વિરુદ્ધની લડાઈમાં વર્લ્ડ બેન્કે ભારતને 1 અબજ ડોલર(લગભગ 7600 કરોડ રૂપિયા)ની ઈમરજન્સી મદદને મંજૂરી આપી દીધી છે. આ ફંડ દ્વારા કોવિડ-19 દર્દીઓને યોદ્ય સ્ક્રીનિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ડાયગ્નોસ્ટિક્સમાં મદદ મળશે. સાથે જ વ્યક્તિગત સુરક્ષા ઉપકરણોની ખરીદી અને આઈસોલેશન વોર્ડ બનાવવામાં પણ સુવિધા કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2069 છે. જેમાંથી 1860ની સારવાર ચાલી રહી છે. 155 સ્વસ્થ થઈ ચુક્યા છે અને 53 લોકોના મોત થઈ ચુક્યા છે. 

પીએમ મોદીએ ફરી દેશવાસીઓને સંબોધ્યા 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરાના મહામારી વચ્ચે શુક્રવારે દેશવાસીઓ સાથે 11 મિનિટનો એક મેસેજ શેર કર્યો છે. તેમણે કહ્યું કે, 5 એપ્રિલે આપણે સૌએ મળીને કોરોનાને પ્રકાશની શક્તિનો અનુભવ કરાવવનો છે. રાતે ઘરની તમામ લાઈટો બંધ કરીને બાલ્કનીમાં ઊભા રહીને નવ મિનિટ સુધી દીવો, મીણબત્તી, અથવા મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલું કરજો. આ કહી તેમણે કહ્યું- તમસો મા જ્યોર્તિગમય.

દેશના રાજ્યોની સ્થિતિ 

ઉત્તરપ્રદેશ સરકાર તબ્કિલ જમાતના લોકોની શોધ કરવામાં લાગી ગઈ છે. કાનપુર અને સહારનપુરમાં તબ્લિક જમાત સાથે જોડાયેલા 65 વિદેશી નાગરિક પકડાયા છે. અલીગઢમાં મસ્જિદમાં એકઠા થઈને નમાઝ પઢવાથી પોલીસે રોકતા આ લોકો પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં ત્રણ લોકોની ધરપકડ કરાઈ છે. 

મહારાષ્ટ્ર; કુલ સંક્રમિત-490- રાજ્યમાં શુક્રવારે કુલ 67 નવા કેસ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં સંક્રમિતોની સંખ્યા 690 થઈ ગઈ છે.રાજ્યમાં શુક્રવારે 6 લોકોના મોત થયા હતા. તેમાંથી બે મુંબઈમાં છે. આ ઉપરાંત વસઈ વિરાર, બદલાપુર થાણે, જલગાંવ અને પુણેમાં એક-એક દર્દીનો સમાવેશ થાય છે.

મધ્યપ્રદેશ; કુલ સંક્રમિત-131- મધ્યપ્રદેશમાં કોરોનાના અત્યાર સુધી 131 સંક્રમિત મળ્યા છે. જેમાંથી 89 કેસ માત્ર ઈન્દોરમાં છે. ભોપાલ અને ઈન્દોરમાં સંક્રનિતોની સંખ્યા વધવાના કારણે સરકાર અહીંયા લોકડાઉનની મર્યાદા નવા નિયમો સાથે વધારી શકે છે. શુક્રવારે ભોપાલમાં એક આઈએએસ અધિકારી અને ચાર જમાતીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાંથી 3 જમાતી મ્યાંમાર અવે એક ઓરિસ્સા ભુવનેશ્વરનો છે. મુરૈનામાં પતિ-પત્નીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો તો કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. 
ભોપાલમાં ચાર લોકો ગુરુવારે કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેમાંથી એક આઈવરી કોસ્ટ, બે મ્યાંમાર અને એક ઓરિસ્સાનો રહેવાસી છે. આ તમામ મરકજમાં ગયા હતા. ચાર મામલા સામે આવ્યા બાદ એશબાગ અને શ્યામલા હિલ્સ પર આવેલી મસ્જિદની પાસે એક કિમી વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવાયો છે. આસપાસના 50 ઘરોનું સ્ક્રિનિંગ કરવામાં આવશે. તો બીજી બાજુ ઈન્દોરમાં 89, જબલપુરમાં 8, ઉજ્જૈનમાં 6, શિવપુરી, ગ્વાલિયર અને મુરૈનામાં 2-2 અને ખરગોન અને છિંદવાડામાં 1-1 વ્યક્તિ સંક્રમિત મળ્યો છે.ઈન્દોરમાં ગુરુવારે વધુ બે લોકોના મોત થયા છે. અહીંયા 65 વર્ષની મહિલાએ દમ તોડ્યો છે. બાદમાં એમવાય હોસ્પિટલમાં 54 વર્ષીય વ્યક્તિનું મોત થઈ ગયું છે. આ સાથે જ રાજ્યમાં મોતનો આંકડો વધીને આઠ થઈ ગયો છે. સંક્રમણના સૌથી વધારે કેસ ઈન્દોરમાં છે. અહીંયા 82 કેસ મળ્યા, જેમાંથી 56માં સંક્રમણના સોર્સની ભાળ મળી શકી જ નથી.

રાજસ્થાનઃકુલ સંક્રમિત-168  21 દિવસના લોકડાઉનનો શુક્રવારે દસમો દિવસ છે.રાજસ્થાનમાં 168 કેસ થયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ લથડતી જઈ રહી છે. આજે રાજસ્થાનમાં કોરોના પોઝિટિવના 35 નવા કેસ સામે આવ્યા છે, જેમાં ટોન્કમાં 12 નવા પોઝિટિવ કેસ મળ્યા છે. આ પહેલા પોઝિટિવ મળેલા તબ્લિક જમાતના લોકોના પરિવાર સાથે જોડાયેલા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સાથે જ બિકાનેરમાં પણ 2 તબ્લિક જમાતના લોકો પોઝિટિવ મળ્યા હતા. જયપુરમાં પણ 7 લોકો સંક્રમિત મળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, આ તબ્લિક જમાત અથવા તેનાથી ફેલાયેલા સંક્રમણ સાથે જોડાયેલા છે. હવે રાજ્યોમાં કુલ આંકડો 154 પહોંચી ગયો છે. જેમાંથી 23 તબ્લિક જમાતમાંથી છે. રાજસ્થાનમાં ગુરુવારે 13 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. રાજ્યમાં કુલ સંક્રમિતોમાંથી 2 ઈટલીના નાગરિક છે, જ્યારે 14 લોકો જમાતી છે.

ઉત્તરપ્રદેશઃ કુલ સંક્રમિત-172 દિલ્હીના તબ્લિક જમાતમાંથી આવેલા 8 લોકોને કાનપુરમાં બાબૂ પુરવાની મસ્જિદથી પકડવામાં આવ્યા છે.  આજે સંક્રમણના 44 નવા કેસ આવ્યા છે.  તો બીજી બાજુ સહારનપુરમાં દિલ્હીની તબ્લિક જમાતમાંથી પાછા આવેલા 57 વિદેશીઓ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો છે. આ તમામને આઈસોલેટ કરવામાં આવ્યા છે. આ સાથે જ અલીગઢના બન્નાદેવી વિસ્તારમાં પોલીસ પાર્ટી પર પથ્થરમારો કરવાના આરોપમાં 3 લોકો પર કેસ કરવામાં આવ્યો છે. આ લોકો બન્નાદેવીની એક મસ્જિદમાં નમાજ પઢવા માટે આવ્યા હતા. પોલીસ તેમની પુછપરછ કરવા માટે પહોંચી તો તેમની પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે દિલ્હીની તબ્લિક જમાતમાં સામેલ થયેલા 569 લોકોની પણ ભાળ મેળવી છે. રાજ્યમાં 24 કલાકમાં સંક્રમણના 18 નવા કેસ સામે આવી ચુક્યા છે.

છત્તીસગઢઃ કુલ સંક્રમિત-9 રાજ્યના સ્વાસ્થય મંત્રી ટીએસ સિંહદેવે શુક્રવારે જણાવ્યું કે, છત્તીસગઢમાં કોરોના વાઈરસથી સંક્રમિત 9 દર્દીઓમાંથી 3ને હોસ્પિટલમાં રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હીના તબ્લિક જમાતમાં સામેલ થયેલા 120 લોકોની ઓળખ કરવામાં આવી છે અને તેમને આઈસોલેટ કરી દેવાયા છે. તેમના સેમ્પલ લઈ લેવાયા છે. તપાસ રિપોર્ટ હજુ આવ્યો નથી.

દિલ્હીઃ કુલ સંક્રમિત-296ઃ દિલ્હીમાં કુલ કેસમાંથી 108 તબ્લિક જમાત અને મરકજ સાથે જોડાયા છે. દિલ્હીમાં થયેલી 4 મોતમાંથી બે મરકજ સાથે જોડાયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે, મરકજથી 2346 લોકોને કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 1810 લોકોને ક્વૉરિન્ટીનમાં રાખવામાં આવ્યા, જ્યારે 536ને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. સતર્કતાના ભાગરૂપે તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એવામાં આવનારા દિવસોમાં સંક્રમિતોની સંખ્યા વધી શકે છે. કેજરીવાલે દિલ્હીના તમામ ઓટો-રિક્ષા, આરટીવી અને ગ્રામીણ સેવા ડ્રાઈવર્સને 5 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જેની પર આગામી 10 દિવસોમાં કામ કરવામાં આવશે. 

કર્ણાટકઃકુલ સંક્રમિત-124ઃ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ગુરુવારે કહ્યું કે, દિલ્હીના મરકજમાં જનારા રાજ્યના 391 લોકોની ભાળ મેળવવામાં આવી છે. તેમણે કહ્યું કે, બીદરમાં જે 11 લોકોની તપાસ કરવામાં આવી હતી, તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ જ કારમે સંક્રિમતોનો આંકડો ઝડપથી વધ્યો છે.

આંધ્રપ્રદેશઃકુલ સંક્રમિત-149ઃ ગુરુવારે અહીંયા 29 નવા કેસ સામે આવ્યા છે. બુધવારે 57 નવા દર્દી મળ્યા હતા. મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ મહામારી અને લોકડાઉનને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓને વેતન હાલ પૂરતું ટાળવાનો આદેશ આપ્યો છે. મંત્રી ધારાસભ્યો અને જન પ્રતિનિધિઓનું વેતન પણ અટકાવી દેવાયું છે. જો કે, પેન્શનર્સને ઘરે ઘરે જઈને રકમની ચુકવણી કરવામાં આવી રહી છે.
હિમાચલ પ્રદેશ, કુલ સંક્રમિત-9ઃ દિલ્હીની તબ્લિક જમાતમાં સામેલ થયેલા 3 લોકો ઉનામાં કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ડીસી સંદીપ કુમારે જણાવ્યું કે, આ લોકો મંડી જિલ્લાના રહેવાસી છે. તે નકરોહ ગામની એક મસ્જિદમાં રોકાયા હતા. એ તમામને ક્વૉરિન્ટીન કરવામાં આવ્યા છે. 

તેલંગાણાઃકુલ સંક્રમિત-154ઃ રાજ્યમાં ગુરુવારે સંક્રમણના પાંચ નવા કેસ સામે આવ્યા છે. અહીંયા બુધવારે કોરોના સંક્રમણના 30 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 3 લોકોના મોત થયા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 9એ પહોંચી ગયો છે. આ તમામ મૃતકો દિલ્હીમાં તબ્લિક જમાતમાં જઈને આવ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલયે આ માહિતી આપી હતી. અહીંયા સૌથી વધારે 36 સંક્રમિત હૈદરાબાદમાં છે.

કેરળ કુલ સંક્રમિત-286ઃ સંક્રમિતોની સંખ્યાના મામલામાં કેરળ મહારાષ્ટ્ર બાદ બીજા સ્થાને છે. રાજ્યમાં સૌથી વધારે 121 સંક્રમિત કાસરગોડમાં છે. આ સાથે જ મુખ્યમંત્રી પિનરાઈ વિજયને કહ્યું કે, દિલ્હીમાં મરકજની જમાતમાં સામેલ લોકોને નિશાન બનાવવા માટે સોશ્યલ મીડિયા પર ઈરાદતન અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ મહામારી દરમિયાન કોઈ ધાર્મિક અલગાવ પેદા કરવાનો પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તો બીજી બાજુ કેરળ હાઈકોર્ટે રાજ્ય સરકારના એ આદેશ પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે, જેમાં નશાથી ટેવાયેલા લોકોને ડોક્ટર્સની ચિઠ્ઠી આપવા પર દારૂ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેની પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવાયો હતો.

આંધ્રપ્રદેશમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરવા માટે ધરપકડ કરાયેલા યુવકે પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી
આંધ્રપ્રદેશમાં ગુંટૂર જિલ્લાના બાપટલા શહેરમાં ગુરુવારે લોકડાઉનનું ઉલ્લંઘન કરવા અંગે ધરપકડ કરાયેલા યુવકે પોલીસ સ્ટેશન પરિસરમાં વૃક્ષ પર ગળેફાંસે ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે, ધરપકડ બાદ પોલીસે તેન ઢોરમાર માર્યો હતો. મૃતક શ્રીનિવાસ કૃષ્ણા જિલ્લાના કૈકલુરુનો રહેવાસી હતો. તેને આત્મહત્યા પહેલા એક સેલ્ફ વીડિયો બનાવ્યો, જેમાં તેના મોત માટે પોલીસને જવાબદાર ઠેરવી છે.    

કોરોનાની મહામારી સામે લડવા માટે વર્લ્ડ બેન્કે ભારતને 7600 કરોડ રૂપિયાની સહાય કરી 
વર્લ્ડ બેન્કે ભારતને 1 અબજ ડોલરની ઈમરજન્સી મદદને મંજૂરી આપી દીધી છે. આ ફંડ દ્વારા કોવિડ-19ના દર્દીઓને યોગ્ય સ્ક્રીનિંગ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને ડાયગ્નોસ્ટિક્સમાં મદદ મળશે. સાથે જ વ્યક્તિગત સુરક્ષા ઉપકરણોની  ખરીદી અને આઈસોલેશન વોર્ડ બનાવવામાં પણ મદદ મળશે.

DRDO મેડિકસ સ્ટાફ માટે સ્પેશ્યલ સૂટ બનાવી રહ્યું છે 
આ સાથે જ DRDO કોરોના સંક્રમિતોની સારવારમાં લાગેલા મેડિકલ સ્ટાફ માટે રોજ 7 હજાર પ્રોટેક્શન સૂટ બનાવવામાં આવી રહ્યા છે. ઝડપથી આ ક્ષમતા વધારીને રોજ 15 હજાર સૂટ કરી દેવાશે. કોરોના વાઈરસની આપત્તિના નિવેડ માટે પીએમ કેરમાં દાન આપવાનો સિલસિલો પણ યથાવત છે.

તબ્લિક જમાતમાં સામેલ થયેલા 906 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરાયા 
સ્વાસ્થ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે, અલગ અલગ રાજ્યોમાં સંપર્કોની તપાસ બાદ અમને 400 એવા સંક્રમિત મળ્યા છે, જે નિઝામુદ્દીન મરકડ અને તબ્લિક જમાતના કેન્દ્ર સાથે સંબંધિત છે. ગૃહમંત્રાલયે તબ્લિક જમાતમાં હાજરી આપવા પહોંચેલા 906 વિદેશીઓને બ્લેકલિસ્ટ કરી દીધા છે. જેમના વિઝા પણ રદ કરી દેવાયા છે. આ લોકો પર ફોરેનર્સ એક્ટ 1946 અને કટોકટી એક્ટ 2005 હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવશે.  

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો