• Home
  • National
  • Coronavirus Outbreak India Cases LIVE Updates; Delhi Bhopal Mumbai Pune Jaipur Kerala Punjab UP Lucknow Bengaluru Haryana Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

પ્રિન્ટ મીડિયા સાથે વાત/ વડાપ્રધાને કહ્યું- સંકટ સમયમાં મીડિયા જનતામાં જાગૃતતા લાવવા અને સરકારને ફીડબેક આપવા માટે કડીરૂપ બન્યુું

Coronavirus Outbreak India Cases LIVE Updates; Delhi Bhopal Mumbai Pune Jaipur Kerala Punjab UP Lucknow Bengaluru Haryana Punjab Novel Corona (COVID 19) Death Toll India Today
X
Coronavirus Outbreak India Cases LIVE Updates; Delhi Bhopal Mumbai Pune Jaipur Kerala Punjab UP Lucknow Bengaluru Haryana Punjab Novel Corona (COVID 19) Death Toll India Today

  • ભાસ્કર સહિત દેશભરના 20થી વધારે પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ સાથે વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી 
  • મોદીએ કહ્યું- છાપા પાસે વિશ્વસનીયતાની લાંબી પરંપરા છે, સામાન્ય નાગરિકના દિલમાં તેની શાખ આજે પણ કાયમ છે

દિવ્ય ભાસ્કર

Mar 25, 2020, 05:26 PM IST

નવી દિલ્હીઃ કોરોના વાઈરસ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, મીડિયા આ સંકટ લોકોમાં જાગૃતતા લાવવા અને સરકારને ફીડબેક ઉપલબ્ધ કરાવવામાં એક કડીની જેમ કામ કરે. આ પહેલા પણ સંકટના દરેક સમયમાં દેશને જાગૃત કરવા  અને ચેતવવા માટે છાપાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. છાપા પાસે વિશ્વસનીયતાની લાંબી પરંપરા છે, સામાન્ય નાગરિકોના દિલમાં તેની શાખ આજે પણ કાયમ છે. તમારી પ્રતિબદ્ધતા તથા સંકલ્પશક્તિ પ્રશંસનીય છે, આપણે સૌ મળીને પગલા લઈશું અને લડીશું અને જીતીશું, સમાજની શક્તિ જ મહામારી સામેની લડાઈમાં વિજયની દવા છે. 

11 ભાષાઓનું પ્રતિનિધિત્વ કરનારા રાષ્ટ્રીય અને ક્ષેત્રીય પ્રિન્ટ મીડિયાના પ્રિતિનિધ સામેલ રહ્યા હતા 
 વડાપ્રધાન મોદી સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા કરાયેલી ચર્ચામાં ભાસ્કર સહિત પ્રિન્ટ મીડિયાના 20થી વધારે પ્રિતિનિધિ હાજર રહ્યા હતા. આ અવસરે કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ હાજર રહ્યા હતા. જેના એક દિવસ પહેલા સોમવારે વડાપ્રધાન મોદીએ ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સાથે પણ ચર્ચા કરી હતી. 

ચર્ચા કરતી વખતે મોદીએ કહ્યું હતું કે, છાપાએ દેશના ખૂણે ખૂણે જે સૂચના અને પ્રસારણમાં ભૂમિકા અદા કરી છે તે પ્રશંસનીય છે. જે શહેરથી માંડી ગામડાઓ સુધી ફેલાયેલું છે. આ વિસ્તાર જ મીડિયાને આ પડકાર સામે લડવા અને સુક્ષ્મ સ્તરે સંક્રમણ વિશે યોગ્ય માહિતી પહોંચાડવા માટે વધારે મહત્વપૂર્ણ બનાવે છે. એટલા માટે જરૂરી છે કે ટેસ્ટ સેન્ટર વિશે લોકોને સૂચિત કરવામાં આવે. સાથે જ કોણું પરિક્ષણ કરવું જોઈએ, કોનો સંપર્ક કરવો જોઈએ અને ઘરે કેવી રીતે આઈસોલેશન પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ, આ માહિતી છાપા અને વેબ પોર્ટલમાં સતત છાપવી જોઈએ. લોકડાઉન દરમિયાન જરૂરી વસ્તુઓના સ્થળ અને ઉપલબ્ધતાની માહિતી પણ ક્ષેત્રીય છાપાઓમાં છાપવી જોઈએ.

નિરાશાવાદ, નકારાત્મકતા અને અફવા ફેલાવનારાઓ સામે લડવું જરૂરી 
મોદીએ કહ્યું કે, આ ઘાતકી બિમારી વિરુદ્ધ લોકોની લડાઈની ભાવનાને જાળવી રાખવા માટે નિરાશાવાદ, નકારાત્મક્તા અને અફવા ફેલાવનારાઓ સામે લડવું જરૂરી છે. તેમને જણાવવું જરૂરી છે કે સરકાર કોવિડ-19ના પ્રભાવ સામે મુકાબલો કરવા પ્રતિબદ્ધ છે. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી