તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:મહારાષ્ટ્ર સરકાર દિલ્હી-મુંબઈ વચ્ચેની ફલાઈટ્સ, ટ્રેન્સ બંધ કરે તેવી શકયતા; કુલ સંક્રમિતોનો આંકડો 90 લાખને પાર

નવી દિલ્હી6 દિવસ પહેલા

દિલ્હીમાં સતત વધી રહેલાં સંક્રમણનો ફેલાવો મુંબઈમાં ન થાય એ માટે મહારાષ્ટ્ર સરકારે તાકિદની બેઠક બોલાવી છે અને દિલ્હી-મુંબઈ વચ્ચેની વિમાનસેવા બંધ કરી દેવાનો આદેશ ટૂંક સમયમાં જારી થઈ શકે છે. મુંબઈમાં 31 ડિસેમ્બર સુધી શાળા-કોલેજ ન ખોલવા અંગે પણ અગાઉ ઉદ્ધવ સરકારે વિચારણા કરી છે. આ સિવાય ટ્રેન બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવે તેવી શકયતા છે. સૂત્રો પાસેથી આ માહિતી પ્રાપ્ત થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ શુક્રવારે CM ઉદ્ધવ ઠાકરેએ વીડિયો કોન્ફરન્સિંગથી કોરોનાને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરી છે.

હરિયાણાના મંત્રી અનિલ વિજ પર Covaxinની ટ્રાયલ, કુલ 25,800 લોકો પર ટ્રાયલ થશે
ભારત બાયોટેકની કોવેક્સિનની આજે ત્રીજી ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. હરિયાણાના મંત્રી અનિલ વિજ પણ એ વોલેન્ટિયરમાં સામેલ છે, જેમની પર આ વેક્સિનની ટ્રાયલ થઈ રહી છે. અનિલ વિજે કહ્યું હતું કે,મેં આના માટે મારું નામ પણ આપ્યું છે. Covaxinના ત્રીજા તબક્કાની ટ્રાયલ હરિયાણાના રોહતકથી શુક્રવારે થઈ ગઈ છે. મંત્રી અનિલ વિજે પહેલી રસી લગાવડાવી છે. દેશમાં કુલ 25 હજાર 800 લોકો પર વેક્સિનની ટ્રાયલ થવાની છે.

દેશમાં કોરોનાની ગતિ ઝડપી થતી જઈ રહી છે. ગુરુવારે 46 હજાર 185 લોકો સંક્રમિત થયા હતા. જેની તુલનામાં 45 હજાર 246 દર્દી સાજા થયા. 583 દર્દીઓએ મહામારીથી દમ તોડ્યો. આ રીતે એક્ટિવ કેસમાં 343નો વધારો નોંધાયો. સારવાર કરાવી રહેલા આ દર્દીઓની સંખ્યામાં 3 ઓક્ટોબર પછીથી સતત ઘટાડો આવી રહ્યો હતો.

દેશમાં અત્યાર સુધી 90 લાખ 1 હજાર 263 લોકો કોરોના પોઝિટીવ નોંધાયા છે. રાહતની વાત એ છે કે આમાથી 84 લાખ 23 હજાર 162 લોકો સાજા પણ થઈ ચુક્યા છે. 4 લાખ 727 દર્દીઓની સારવાર ચાલી રહી છે.સંક્રમણના કારણે જીવ ગુમાવનારની સંખ્યા હવે 1 લાખ 32 હજાર 133 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રથી પાછા આવતાની સાથે જ શિવરાજે બેઠક બોલાવી
મધ્યપ્રદેશમાં કોરોનાના વધતા કેસ અંગે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મંત્રાલયમાં બપોરે 3 વાગ્યે બેઠક બોલાવી છે.મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, રાજ્યમાં વધી રહેલા કોરોના કેસના કારણે સ્વાસ્થ્ય સેવાઓનો રિવ્યૂ કરાશે. સરકાર સંક્રમિતો માટે ફરીથી પ્રાઈવેટ હોસ્પિટલને હસ્તગત કરવા અંગે વિચારણા કરી શકે છે. ત્યારપછી આજે સાંજ સુધી ગૃહ વિભાગ ગાઈડલાઈન જાહેર કરી શકે છે.

અમદાવાદમાં 23 નવેમ્બર સુધી કર્ફ્યૂ
ગુજરાત સરકારે અમદાવાદમાં 23 નવેમ્બરની સવારે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવી દીધું છે. આ દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો ખુલ્લી રહેશે. રાજ્ય સરકારે 23 નવેમ્બરથી શાળા-કોલેજ ખોલવાના તેમના આદેશને પણ રદ્દ કરી દીધો છે.

દિલ્હીમાં 3 દિવસમાં 150 ICU અને 800 કોવિડ બેડ તૈયાર
દિલ્હીમાં કોવિડ-19ના વધતા કેસ સામે પહોંચી વળવા માટે સરકારે તૈયારીઓ વધારી દીધી છે. ગૃહમંત્રી અમિત શાહ સાથેની મીટિંગના 3 દિવસની અંદર જ દિલ્હીમાં 150 ICU અને ટ્રેન કોચમાં 800 કોવિડ-19 બેડ્સ તૈયાર થઈ ગયા છે. આ 800 બેડ શાકુર વસ્તી રેલવે સ્ટેશન પર છે. અહીંયા CAPFના ડોક્ટરને તહેનાત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, હાલ 3652 ICU બેડ છે. જેમની સંખ્યા વધારવા અંગે કામ ચાલી રહ્યુ છે.

દિલ્હીમાં આ સુવિધાઓ પણ વધારવામાં આવી

  • મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ટેસ્ટિંગ વધારવા અંગે કામ શરૂ થઈ ગયું છે.18 નવેમ્બરે 28 હજાર 708 RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા. નવેમ્બરના છેલ્લા સપ્તાહ સુધી દરરોજ 60 હજાર ટેસ્ટ થવા લાગ્યા.
  • કેન્દ્રએ 10 મલ્ટી ડિસિપ્લિનરી ટીમની રચના પણ કરી છે. જે 100થી વધુ પ્રાઈવેટ હોસ્પિટલ પર નજર રાખશે, સાથે જ ICU અને કોવિડ-19 બેડ્સની જરૂરિયાતો પર કેન્દ્રને રિપોર્ટ સોપશે.
  • છતરપુર વિસ્તારના કોવિડ કેર સેન્ટરમાં હાજર 500 આઈસોલેશન બેડને ઓક્સિજન સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવી છે.

90 હોસ્પિટલના 60% બેડ્સ કોવિડ દર્દીઓ માટે રિઝર્વ
દિલ્હી સરકારે 90 પ્રાઈવેટ હોસ્પિટલના 60% બેડ્સને કોવિડ-19 દર્દીઓ માટે રિઝર્વ કરી દેવાયા છે. 42 અન્ય હોસ્પિટલના 80% ICU/HDU બેડ્સને પણ કોવિડ દર્દીઓ માટે રિઝર્વ રાખવાનો આદેશ આપી દેવાયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, તમામ હોસ્પિટલમાં તેનું પાલન કરવાનું રહેશે.

કોરોના અપડેટ્સ

  • હરિયાણા સરકારે રાજ્યની જેલમાં બંધ 4 હજાર 585 કેદીઓની પેરોલ 31 ડિસેમ્બર સુધી વધારી દીધી છે. તેમને મહામારી ફેલાવાના ડરથી પેરોલ પર છોડવામાં આવ્યા હતા.
  • કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડા, પૂર્વ રક્ષામંત્રી એકે એન્ટની, તેમની પત્ની એલિઝાબેથ અને મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી એકનાથ ખડસે કોરોના પોઝિટીવ નોંધાયા છે.
  • હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ પર આજે કોવેક્સિનની ટ્રાયલ થશે. કોવેક્સિનની ફાઈનલ ટ્રાયલ ચાલી રહી છે. વિજે ટ્વિટ કર્યું કે, મેં ટ્રાયલ માટે મારું પણ નામ આપ્યું હતું. ગઈકાલે 11 વાગ્યે સિવિલ હોસ્પિટલમાં પહેલો ડોઝ આપી દેવાશે. જેનું સુપરવિઝન PGI રોહતકના ડોક્ટર કરશે. વિજ દેશના પહેલા મંત્રી છે જે પોતાની પર વેક્સિનની ટ્રાયલ કરાવી રહ્યાં છે.

5 રાજ્યોની સ્થિતિ
1. દિલ્હી

રાજ્યમાં ગુરુવારે 7546 લોકો સંક્રમિત થયા. 6685 લોકો રિકવર થયા અને 98 લોકોના મોત થયા. અત્યાર સુધી 8 હજાર 41 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યા પણ વધીને 5 લાખ 10 હજાર 630 થઈ ગઈ છે. જેમાં 43 હજાર 221 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 4 લાખ 59 હજાર 368 લોકો સાજા થઈ ચુક્યા છે.

2. મધ્યપ્રદેશ
રાજ્યમાં ગુરુવારે 1363 નવા કેસ નોંધાયા. 887 લોકો રિકવર થયા અને 14 લોકોના મોત થયા. આ સાથે જ સંક્રમિતોનો આંકડો હવે 1 લાખ 88 હજાર 18 થઈ ગયો છે. જેમાં 1 લાખ 75 હજાર 89 લોકો સાજા થઈ ચુક્યા છે. 9800 દર્દીઓની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 3129 થઈ ગઈ છે.

3. રાજસ્થાન
ગુરુવારે રાજ્યમાં 2549 લોકો સંક્રમિત નોંધાયા છે. 1844 લોકો રિકવર થયા અને 15 લોકોના મોત થયા.અત્યાર સુધી 2 લાખ 34 હજાર 907 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે.જેમાં 20 હજાર 168 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 2 લાખ 12 હજાર 623 લોકો સાજા થઈ ચુક્યાં છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 2116 થઈ ગઈ છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં ગુરુવારે 5535 લોકો કોરોના સંક્રમિત થયા છે. 5860 લોકો રિકવર થયા અને 154 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 17 લાખ 63 હજાર 55 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાં 79 હજાર 738 દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે 16 લાખ 35 હજાર 971 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણથી જીવ ગુમાવનારની સંખ્યા હવે 46 હજાર 356 થઈ ગઈ છે.

5. ઉત્તરપ્રદેશ
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2586 નવા કેસ નોંધાયા. હાલના સમયમાં 22 હજાર 757 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે. 4 લાખ 88 હજાર 911 લોકો સાજા થઈ ચુક્યા છે. રાજ્યના અપર મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે, રાજ્યમાં રિકવરી રેટ 94.18% છે. સંક્રમિત લોકોમાંથી કુલ 7480 લોકોના મોત થયા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો