તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 3,678 Cases So Far: More Than 560 Reports Came Positive For The Second Consecutive Day, Maharashtra Increased By 147 Patients In 24 Hours.

Corona Update LIVE India:અત્યાર સુધીમાં 3,819 કેસ, 107 મોત; 24 કલાકમાં 505 પોઝિટિવ કેસ, WHOએ કહ્યુ- વધુ ગરમીથી કોરોનામાં રાહત નહીં મળે

નવી દિલ્હી7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીમાં 24 કલાકમાં 58 કેસ નોંધાયા, 19 લોકો તબલીઘ જમાતના કાર્યક્રમમાં ગયા હતા
  • સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું કે 30 ટકા મામલા દિલ્હીના તબલીઘી જમાતમાંથી પરત ફરેલા લોકોના કારણે વધ્યા
  • વડાપ્રધાન મોદી લોકડાઉન બાદ પ્રથમ વખત વિપક્ષના નેતાઓ સાથે 8 એપ્રિલે વાત કરશે

વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગરમીમાં વધુ તાપમાનથી કોરોના વાઈરસને ફેલાતો અટકાવવામાં મદદ મળશે તેવી દલીલ ફગાવી દીધી છે. કેટલાક નિષ્ણાંતો માને છે કે ગરમીમાં તેનો ફેલાવો અટકશે. WHOએ આ ભ્રમ દૂર કરતા ટ્વિટ કરી છે કે ગરમી અથવા તો 25 ડિગ્રીથી વધુ તાપમાનમાં રહેવાથી કોવિડ-19ને અટકાવી શકાતો નથી. ગમે તેટલી ગરમી હોય કોવિડ-19 બીમારી લાવી જ દે છે. આ રોગથી બચવાનો એક માત્ર ઉપાય સાફ-સફાઈ એટલે કે સ્વચ્છતા છે. આથી સતત હાથ ધોવા અને આંખ, મોં, નાકને સ્પર્શ નહીં કરવા જણાવ્યું છે. બીજી તરફ મરકઝ નિઝામુદ્દીનમાં દિલ્હી પોલીસ અને FSLની ટીમ તપાસ માટે પહોંચી છે. અહીંથી 1 એપ્રિલે લગભગ 2 હજાર 300 જમાતીઓને નીકાળવામાં આવ્યા હતા. તેમાંથી ઘણા કોરોનાથી સંક્રમિત મળ્યા. આ પહેલા જ જમાતમાં સામેલ થયેલા ઘણા દેશોના લોકો 22 રાજ્યોમાં પહોંચી ગયા હતા. મરકઝના ચીફ મૌલાના સાદ અને અન્ય એકની વિરુદ્ધ મહામારીના અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. સાદની પુત્રીના લગ્ન આજે દિલ્હીમાં થવાના હતા. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, સાદની પુત્રીના લગ્ન ધામધૂમથી થવાના હતા અને તેમાં શામલી, મુઝ્ઝફરનગર અને સહરાનપુરથી મહેમાન આવવના હતા. એક મહેમાને ન્યુઝ એજન્સીને જણાવ્યું કે અમે મૈલાના સાદ સાથે વાતચીતની કોશિશ કરી, જોકે કદાચ તેમણે પોતાને સેલ્ફ ક્વૉરન્ટીન કરી લીધા છે. દેશમાં અત્યાર સુધીમાં 3819 પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જ્યારે 107 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં 55 અને આંધ્રપ્રદેશમાં 34 નવા કેસ પ્રકાશમાં આવ્યા   
કોરોનાવાઈરસ ફેલાવવાની ગતિ સતત વધી રહી છે. રવિવારે મહારાષ્ટ્રમાં 55, આંધ્રપ્રદેશમાં 34, ગુજરાતમાં 14, હિમાચલમાં 7, રાજસ્થાનમાં 6 અને પંજાબ, મધ્યપ્રદેશ અને ઝારખંડમાં 1-1 કેસ પ્રકાશમાં આવ્યા છે. તેની સાથે જ દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 3,798 થઈ ગઈ છે. શનિવારે સૌથી વધુ 566 નવા સંક્રમિત મળ્યા હતા. તેમાંથી સૌથી વધુ મહારાષ્ટ્રમાં 145 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ આંકડો covid19india.org વેબસાઈટના જણાવ્યા મુજબ છે. જોકે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, કુલ સંક્રમિતોની સંખ્યા 3 હજાર 374 થઈ ગઈ છે. તેમાંથી 213 સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 75 દર્દીઓના મોત થયા છે. 

ગૃહ મંત્રાલયના સલાહકાર કે વિજય કુમાર ક્વૉરન્ટીન
કોરોનાવાઈરસના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા બાદ ગૃહ મંત્રાલયના સલાહકાર કે વિજય કુમાર અને સીઆરપીએફના ડાયેરેક્ટર જનરલ એ પી માહેશ્વરીએ પોતાને ક્વૉરન્ટીન કરી લીધા છે. તેઓ તાજેતરમાં જ કોરોનાવાઈરસના સંક્રમિતોના સંપર્કમાં આવ્યા હતા. એરફોર્સના 3 જવાનોને પણ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. તેમાંથી એક જવાન મધ્ય માર્ચમાં દિલ્હીના નિજામુદ્દીન વિસ્તારમાં ગયો હતો, જ્યાં તે સમયે તબલીઘ જમાતનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જોકે વાયુસેનાએ કહ્યું છે કે આ જવાન આ કાર્યક્રમમાં સામેલ થયો હતા કે નહિ, તે તપાસનો વિષય છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું હતું કે દેશમાં તબલીઘી જમાત સાથે જોડાયેલા 22 હજાર લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે.

મરકઝ નિઝામુદ્દીનમાં તપાસ શરૂ 
મરકઝ નિઝામુદ્દીનમાં દિલ્હી પોલીસ અને FSLની ટીમ તપાસ માટે પહોંચી છે. અહીંથી 1 એપ્રિલે લગભગ 2 હજાર 300 જમાતીઓને નીકાળવામાં આવ્યા હતા. તેમાંથી ઘણા કોરોનાથી સંક્રમિત મળ્યા. આ પહેલા જ જમાતમાં સામેલ થયેલા ઘણા દેશોના લોકો 22 રાજ્યોમાં પહોંચી ગયા હતા. મરકઝના ચીફ મૌલાના સાદ અને અન્ય એકની વિરુદ્ધ મહામારીના અધિનિયમ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. સાદની પુત્રીના લગ્ન આજે દિલ્હીમાં થવાના હતા. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ, સાદની પુત્રીના લગ્ન ધામધૂમથી થવાના હતા અને તેમાં શામલી, મુઝ્ઝફરનગર અને સહરાનપુરથી મહેમાન આવવના હતા. એક મહેમાને ન્યુઝ એજન્સીને જણાવ્યું કે અમે મૈલાના સાદ સાથે વાતચીતની કોશિશ કરી, જોકે કદાચ તેમણે પોતાને સેલ્ફ ક્વૉરન્ટીન કરી લીધા છે. 

શનિવારે 500 કેસ સામે આવ્યા
દેશમાં કોરોનાવાઈરસના સંક્રમણના શનિવારે 500થી વધુ નવા મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 145 કેસ છે. અહીં શનિવારે 6 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 3 હજાર 678 થઈ ગઈ છે. આ આંકડા covid19india.org વેબસાઈટ મુજબ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 525 દર્દીઓ વધ્યા છે. આ આંકડો એક દિવસમાં સૌથી વધુ છે. હવે કુલ સંક્રમિતોની સંખ્યા 3072 થઈ છે. તેમાંથી 213 સાજા થઈને હોસ્પિટલમાંથી ઘર જઈ ચુક્યા છે. જ્યારે 75 દર્દીઓના મોત થઈ ચુક્યા છે.

દેશમાં કોરાનાએ રવિવારે ચાર લોકોના ભોગ લીધા
દેશમાં કોરોનાવાઈરસના કારણે રવિવારે ચાર લોકોના મોત થયા છે.  તામિલનાડુમાં  બે, રાજસ્થાનમાં અને ગુજરાતમાં એક-એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે જ દેશમાં મરનારનો આંકડો 109એ પહોંચી ગયો છે. તમિલનાડુના ચેન્નાઈમાં આજે સવારે 60 વર્ષના વૃદ્ધ અને રામનાથપુરમાં 71 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. બંનેને બુધવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તલબીઘ જમાતના પગલે દેશમાં કેસ વધ્યા
દેશમાં કોરોનાવાઈરસના મામલાઓમાં આવેલી તેજીનું સૌથી મોટું કારણે તબલીઘ જમાત છે. સ્વાસ્થ્ય વિભાગે પણ શનિવારે આ વાત કહી છે. સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે સંક્રમણના 30 ટકા મામલા જમાતના મરકઝમાંથી પરત ફરેલા લોકોના કારણે વધ્યા છે. જોકે આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ તેના દ્વારા એક સમુદાયની વિરુદ્ધ થઈ રહેલી વાતોને ખોટી ઠેરવી છે. તેમણે કહ્યું હતું કે નિજામુદ્દીનમાં જે થયું તે ખૂબજ દુ:ખદ હતું. જોકે તેના કારણે કોઈ સમુદાયને નિશાન બનાવવો તે યોગ્ય નથી. 

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એડવાઈઝરી ઈસ્યુ કરી
બીજી તરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે કોરોના ટેસ્ટને લઈને એડવાઈઝરી ઈસ્યુ કરી છે. આઈસીએમઆરએ તે સેન્ટર્સ અને કલસ્ટર્સમાં સંક્રમણની તપાસ માટે એન્ટીબોડી આધારિત બ્લડ ટેસ્ટ કરવાના નિર્દેશ આપ્યા છે, જ્યાં મોટી સંખ્યામાં બીજા દેશોમાંથી લાવવામાં આવેલા ભારતીયોને રાખવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો