તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • The First Good News Before The New Year, Only 16 Thousand Infected In 24 Hours, The Lowest In The Last 188 Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:સંક્રમણથી જીવ ગુમાવનાર પૈકી 70% પુરુષ દર્દી; આ પૈકી 45% સંક્રમિતોની ઉંમર 60 વર્ષથી ઓછી હતી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રૉ.રાઘવને કહ્યું- વાયરસના નવા સ્ટ્રેન પર પણ વેક્સિન અસરકારક રહેશે

કેન્દ્ર સરકાર તરફથી સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે કોરોના અંગે વીકલી રિપોર્ટ રજૂ કર્યો છે. તેમણે કહ્યું કે કોરોનાની સૌથી વધારે અસર પુરુષો પર જોવા મળી છે. અત્યાર સુધી મળેલા સંક્રમિતોમાં 63 ટકા સંક્રમિત પુરુષ છે, જ્યારે 37 ટકા મહિલા છે. ઉંમરની દ્રષ્ટિએ જોઈએ તો 8 ટકા દર્દીની ઉંમર 17 વર્ષથી ઓછી છે. 18થી 25 વર્ષના 13 ટકા, 26થી 44 વર્ષના 39 ટકા, 45 થી 60 વર્ષના 26 ટકા અને 60 વર્ષથી વધારે 14 ટકા લોકો સંક્રમિત થયા છે. કોરોનાથી જીવ ગુમાવનારમાં 70 ટકા પુરુષ દર્દી હતા. જ્યારે 30 ટકા મહિલા સંક્રમિતોના મૃત્યુ થયા છે.

નીતિ આયોગના સભ્ય ડો.વીકે પોલે શુ કહ્યું?

  • ઠંડીની આ મૌસમમાં દેશની મોટા ભાગની વસ્તી સંક્રમણને લઈ અંતિસંવેદનશીલ છે.
  • કોરોનાના નવા સ્ટ્રેન યુકેથી નિકળી ભારત સહિત અનેક દેશોમાં પહોંચ્યો છે.
  • નવા સ્ટ્રેનની પોતાની ઝડપ છે, માટે આપણે વધારે સાવધાન રહેવાની જરૂર છે. જેથી કોઈ બેદરકારી રહેે નહીં.

બીજીબાજુ કેન્દ્ર સરકારના પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકાર પ્રૉ.વિજય રાઘવને જણાવ્યું કે યુકે અને સાઉથ આફ્રિકામાં મળેલા કોરોના નવા સ્ટ્રેન પર પણ વેક્સિન અસર કરશે. એવું કોઈ પ્રમાણ હજુ સુધી નથી મળ્યું જેનાથી તે સ્પષ્ટ થઈ જાય કે હાલ વેક્સિન આ નવા સ્ટ્રેન પર કોઈ અસર નથી કરી રહી.

આ વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કોરોના પર વીકલી રિપોર્ટ રજૂ કર્યો. તેઓએ જણાવ્યું કે કોરનાની સૌથી વધુ 63% અસર પુરૂષમાં જોવા મળી છે. જ્યારે અત્યાર સુધી મળેલા કુલ સંક્રમિતોમાં 63% પુરૂષ સંક્રમિત છે, જ્યારે 37% મહિલાઓ છે. ઉંમરની દ્રષ્ટીએ જોઈએ તો 8% દર્દીની ઉંમર 17 વર્ષથી ઓછી છે. 18થી 25 વર્ષના 13%, 26થી 44 વર્ષના 39%, 45થી 60 વર્ષના 26% અને 60 વર્ષથી વધુના 14% લોકો સંક્રમિત થયા છે.

સોમવારે માત્ર 16 હજાર કેસ આવ્યા
દેશમાં કોરોનાના આંકડા વધુ રાહત આપનારા આવ્યા છે. સોમવારે માત્ર 16 હજાર 72 કેસ આવ્યા છે. આ આંકડા 23 જૂન પછી સૌથી ઓછા છે. ત્યારે 15 હજાર 656 કેસ પ્રકાશમાં આવ્યા હતો. છેલ્લા 24 કલાકમાં 24 હજાર 822 દર્દી સાજા થયા છે. 250 દર્દીનાં મૃત્યુ થયાં છે. આ રીતે એક્ટિવ કેસમાં 9011નો ઘટાડો આવ્યો છે. હવે માત્ર 2.67 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

અત્યારસુધીમાં કુલ 1.02 કરોડ કોરોના સંક્રમિત મળ્યા છે. એમાંથી 98.06 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1.48 લાખ દર્દીનાં મોત થયાં છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

કેન્દ્રની ન્યૂ યર સેલિબ્રેશન માટે રાજ્યોની સૂચના
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્ય સરકારોને પત્ર લખીને ન્યૂ યર સેલિબ્રેશન પર નજર રાખવા માટે કહ્યું છે. ગૃહ સચિવ અજય ભલ્લા તરફથી લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં કોરોનાના નવા અને એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. આ કારણે સાવધાનીની વધુ જરૂર છે. મંત્રાલયે કહ્યું હતું કે જો જરૂર પડે તો લોકલ સ્તર પર એડમિનિસ્ટ્રેશન નાઈટ કર્ફ્યૂ જેવા પ્રતિબંધો લગાવી શકે છે.

5 રાજ્યની સ્થિતિ

1. દિલ્હી

અહીં સોમવારે 564 લોકો સંક્રમિત મળ્યા છે. 959 લોકો સાજા થયા અને 21નાં મોત થયાં. અત્યારસુધીમાં 6.23 લાખ લોકો સંક્રમિત થયા છે. એમાંથી 6.06 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10 હજાર 474 લોકોનાં મોત થયાં છે. 6297 દર્દીની સારવાર ચાલી રહી છે.

2. મધ્યપ્રદેશ

અહીં સોમવારે 876 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 1090 લોકો સાજા થયા અને નવ વ્યક્તિનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2 લાખ 39 હજાર 228 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 2 લાખ 25 હજાર 782 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3572 દર્દીનાં મોત થયાં છે. 9874 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત

અહીં સોમવારે 810 લોકો સંક્રમિત થયા છે. 1016 લોકો સાજા થયા અને છનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 2.42 લાખ લોકો સંક્રમિત થયા છે. એમાંથી 2.82 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4288 દર્દીનાં મોત થયાં છે. 10 હજાર 123 દર્દીની સારવાર ચાલી રહી છે.

4. રાજસ્થાન

રાજ્યમાં સોમવારે 798 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. 1206 લોકો સાજા થયા અને સાતનાં મોત થયાં છે. અત્યારસુધીમાં 3.06 લાખ લોકો સંક્રમિત થયા છે. એમાંથી 2.92 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. 2677નાં મોત થઈ ચૂક્યાં છે, જ્યારે 10 હજાર 742 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. મહારાષ્ટ્ર

રાજ્યમાં સોમવારે 2498 નવા કેસ મળ્યા છે. 4501 લોકો સાજા થયા અને 50નાં મોત થયાં છે. અત્યારસુધીમાં 19.22 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 18.11 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 57 હજાર 159 દર્દીની સારવાર ચાલી રહી છે. સંક્રમણથી જીવ ગુમાવનારાઓની સંખ્યા હવે 49 હજાર 305 થઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો