તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Court Says Hospital Should Not Refuse To Admit Patients In The Name Of Local ID, Center Should Consider Vaccine Police

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની બીજી લહેર પર સુપ્રીમ સુનાવણી:કોર્ટે કહ્યું- લોકલ આઈડીના નામે હોસ્પિટલ દર્દીઓને દાખલ કરવાથી ઈન્કાર ન કરે, કેન્દ્ર વેક્સિન પોલીસ પર વિચાર કરે

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • ઓક્સિજન અને બેડની અછતને લઈને ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી

કોરોનાની બીજી લહેરને રોકવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને વેક્સિન પોલીસ પર બીજી વખત વિચાર કરવા માટે કહ્યું છે. કેન્દ્ર હાલ પોતે 50 ટકા વેક્સિન ખરીદે છે, બાકી 50 ટકા વેક્સિનને કંપનીઓ સીધી જ રાજ્યો અને ખાનગી સંસ્થાનોને વેચી શકે છે. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ એસ રવીંદ્ર ભટ્ટે કહ્યું- બંધારણમાં આપવામાં આવેલા અધિકારોમાં લોકોને જીવવાનો અધિકાર અને તેમાં સ્વાસ્થ્યનો અધિકાર સંકળાયેલો છે, તેને સ્પષ્ટ રીતે નુકસાન પહોંચાડી રહ્યાં છો.

3 મુદ્દા પર સુપ્રીમ કોર્ટની ટકોર
1. લોકડાઉન
કેન્દ્ર અને રાજ્ય કોરોનાનું સંક્રમણ રોકવા માટે લોકડાઉન લગાવવા પર સતત વિચાર કરી રહ્યાં છે. કોર્ટ નબળા તબક્કા પર પડનાર લોકડાઉની સામાજિક-આર્થિક અસરથી વાકેફ છે. એવામાં જો સંક્રમણ રોકવા માટે લોકડાઉન લાગુ કરવામાં આવે છે તો એ પહેલા આ તબક્કાની જરૂરિયાતોને પુરી કરવા બાબતે ધ્યાન આપવું જોઈએ.

2. દર્દીઓની સારવાર
હોસ્પિટલ લોકલ આઈડી પ્રુફના નામે દર્દીઓને દાખલ કરવા અને જરૂરી દવાઓ આપવાથી ઈન્કાર ન કરે. કેન્દ્ર હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવાના મુદ્દે બે સપ્તાહમાં નેશનલ પોલીસી બનાવે. આ પોલીસીને તમામ રાજ્યોએ માનવી પડશે.

3. વેક્સિનેશન પોલીસી
કેન્દ્ર વેક્સિન નિર્માતાઓને વ્યાજબી ભાવ કરવાનું કહે. તમામ વેક્સિન પોતે ખરીદે અને તે પછી રાજ્યો માટે તેનું એલોટમેન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે. કેન્દ્ર રાજ્યોને વેક્સિન નિર્માતાઓની સાથે ભાવ પર વાતચીત માટે કહી રહી છે. કેન્દ્રનો તર્ક એ છે કે તેનાથી હરીફાઈ વધશે અને ખાનગી કંપનીઓ માર્કેટમાં આવશે. તેનાથી વેક્સિનનું પ્રોડક્શન પણ વધશે, જોકે એવું કરવું 18-44 વર્ષ સુધીના લોકો માટે નુકસાન દાયક નીવડશે. આ ઉંમરના ઘણા લોકો નબળા તબક્કાના છે, જેમના માટે વેક્સિનની કિંમત ચૂકવવાનું પણ શકય નથી.

2 દિવસ પહેલા કોર્ટ કહ્યું હતું- ખાનગી કંપનીઓ ડિસ્ટ્રિબ્યુશન નક્કી કરશે નહિ
ઓક્સિજન અને બેડ્સની અછતને લઈને ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું હતું- ખાનગી કંપનીઓ એ નક્કી કરશે નહિ કે કોને કેટલી વેક્સિન આપવામાં આવે. તેમને આ બાબતની આઝાદી ન આપવામાં આવે. જોકે મુદ્દો એ છે કે કેન્દ્ર પોતે જ શાં માટે વેક્સિન ખરીદતુ નથી, કારણ કે રાજ્યોને એક સરખી રીતે વેક્સિન આપવા માટે તે સારી પોઝિશન પર છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો