તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Coronavirus Infection Data Updates Today; Cases And Deaths In India To Union Health Ministry Says The Positivity Rate Has Come Down In The Country And Covid 19 Infection In Children Latest News And Updates Today

વાયરસની બાળકો પર અસર:સરકારે કહ્યું- બાળકોમાં કોરોનાનું સંક્રમણ ગંભીર નથી હોતું, પરંતુ જો વાયરસ તેનું વેરિયન્ટ બદલે તો ઈન્ફેક્શન વધી શકે છે

21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડેટાથી ખ્યાલ આવે છે કે, બહુ ઓછી સંખ્યામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે - Divya Bhaskar
ડેટાથી ખ્યાલ આવે છે કે, બહુ ઓછી સંખ્યામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે
  • બાળકોમાં સંક્રમણ થતાં તાવ, નિમોનિયા જેવા લક્ષણો દેખાય તો તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે

કેન્દ્ર સરકારે કોરોનાની ત્રીજી લહેરની અસર બાળકો પર પડવાની આશંકાથી તૈયારીઓ શરૂ કરી દીધી છે. દેશમાં કોરોનાની સ્થિતિ વિશે મંગળવારે કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વીકે પોલે કહ્યું કે, બાળકોમાં કોરોનાની બીમારી ગંભીર નથી હોતી, પરંતુ શક્ય છે કે, વાયરસનું વેરિયન્ટ બદલાય તો ઈન્ફેક્શન વધી શકે છે. સરકાર હવે આ જ પ્રમાણે તૈયારી કરી રહી છે. આ વિશે એક્સપર્ટનું એક ગ્રૂપ બનાવવામાં આવી રહ્યું છે. ડેટા અને અનુભવને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે, બાળકોને કોવિડ થાય તો તેના બે સ્વરૂપ હોય છે. તાવ આવે અને નિમોનિયા થાય તો એ સંજોગોમાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. ઘણી વાર એવું પણ જોવા મળ્યું છે કે, કોવિડ આવે અને જાય અને ખબર પણ ના પડે. કોવિડથી રિકવરી પછી જોવા મળ્યું છે કે, થોડા દિવસ પછી શરીર પર રેસિસ દેખાય અને નિમોનિયો પણ થાય. ડેટાથી ખ્યાલ આવે છે કે, બહુ ઓછી સંખ્યામાં બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે.

કોવિશિલ્ડના બે ડોઝ લાગશે, એક નહીં
વેક્સિનની પોલિસી વિશે સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે, દેશમાં કોવિશિલ્ડના બે ડોઝ લગાવવાનો નિયમ છે. તેમાં કોઈ કન્ફ્યૂઝન નથી. કોવિશિલ્ડનો પહેલો ડોઝ આપ્યાના 12 સપ્તાહ પછી બીજો ડોઝ લગાવવામાં આવશે. પણ તે વાત એકદમ ક્લિયર છે કે, કોવિશિલ્ડના બે ડોઝ આપવામાં આવશે, એક નહીં. કોવેક્સિનનું પણ આ જ શિડ્યુલ છે. જ્યાં સુધી વૈજ્ઞાનિક રીતે સાબીત ના થઈ જાય ત્યાં સુધી વેક્સિનના ડોઝ મિક્સ કરવાનો સવાલ જ ઉભો થતો નથી.
સરકારના જણાવ્યા પ્રમાણે વેક્સિન મિક્સ કરવા વિશે ઈન્ટરનેશનલ રિસર્ચ ચાલી રહ્યું છે. તેની પોઝિટિવ અસર થવાની શક્યતા છે, પરંતુ સાથે સાથે નુકસાન થઈ શકે તેવી પણ એક શક્યતા છે. અત્યારે હાલ આ એક વણઉકલ્યો વૈજ્ઞાનિક સવાલ છે. વેક્સિનના કોકટેલનો અત્યારે કોઈ પ્રોટોકોલ નથી. અત્યારે બંને ડોઝ એક જ વેક્સિનનો આપવાનો નિર્ણય છે. આ મુદ્દે SOP ફાઈનલ છે.

મંગળવારે દિલ્હીના કરોલબાગમાં રસ્તાઓ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા
મંગળવારે દિલ્હીના કરોલબાગમાં રસ્તાઓ સેનિટાઈઝ કરવામાં આવ્યા હતા

7 મેના રોજ 4 લાખ નવા કેસ મળ્યા હતા, ઘટીને 1.27 લાખ થયા હતા
કોરોના મામલે એક સારા ન્યૂઝ સામે આવ્યા છે. સ્વાસ્થય મંત્રાલયે મંગળવારે જણાવ્યું કે, દેશમાં કોરોનાના નવા કેસ સતત ઘટી રહ્યા છે. 7 મેના રોજ જ્યાં એક દિવસે 4 લાખ નવા દર્દી મળ્યા હતા તે હવે ઘટીને 1 લાખ 27 હજાર થઈ ગયા છે. આ ખૂબ સકારાત્મક માનવામાં આવે છે. એક્ટિવ કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે કહ્યું છે કે, 30 રાજ્યોમાં છેલ્લાં એક સપ્તાહથી સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે પોઝિટિવ રેટ 6.62% રહ્યો છે. તેને 5%થી ઓછો રાખવાનો પ્રયત્ન કરવાનો છે. 239 જિલ્લામાં અત્યારે પોઝિટિવ રેટ 10 ટકા કરતાં વધારે છે. ટેસ્ટિંગ સતત વધવાની અસર જોવા મળી રહી છે. અત્યારે રોજના 20 લાખથી વધારે ટેસ્ટ થઈ રહ્યા છે. વેક્સિનેશનનું પ્રમાણ પણ વધી રહ્યું છે. અત્યાર સુધીમાં 21.60 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં વેક્સિનની અછત નથી
ICMRના ડિરેક્ટર બલરામ ભાર્ગવે કહ્યું છે કે, વેક્સિનમાં કોઈ અછત નથી. મિડ જુલાઈ અથવા ઓગસ્ટ સુધીમાં આપણી પાસે 1 કરોડ લોકોને વેક્સિન આપવા માટે પૂરતો જથ્થો છે. અમને વિશ્વાસ છે કે, અમે ડિસેમ્બર સુધીમાં દેશની સમગ્ર જનતાને વેક્સિનેટેડ કરી શકીશું.

અન્ય સમાચારો પણ છે...