• Gujarati News
 • National
 • MHA Issues Updated Consolidated Revised Guidelines After Correcting The Date From 20th May To 20th April 2020,

લોકડાઉન ફેઝ-2 આજથી:નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

લોકડાઉન ફેઝ-2 આજથી3 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકડાઉન 3 મે સુધી વધારી દીધું છે, પહેલાં તે 25 માર્ચથી 14 એપ્રિલ સુધી હતું
 • સરકારે સ્પષ્ટ કર્યું છે કે, બહાર નીકળવાના નિયમો ખૂબ કડક હશે, જ્યાં કોરોના નહીં ફેલાય ત્યાં 20 એપ્રિલથી અમુક શરતો સાથે છૂટ આપવામાં આવશે

કેન્દ્ર સરકારે બુધવારે લોકડાઉનની નવી ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. તેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, જાહેરા જગ્યાઓ અને કામ કરતાં હોવ તે જગ્યાઓ પર માસ્ક પહેરવો ફરજિયાત છે. જો કોઈ જાહેર જગ્યાએ થૂંકતુ ઝડપાશે તો તેમના માટે સજા અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશમાં 21 દિવસનું લોકડાઉન વધુ 19 દિવસ લંબાવી દીધું છે. તેમણે કહ્યું હતું કે, આ વખતે લોકડાઉનમાં બહાર નીકળવાના નિયમો ખૂબ કડક છે. જ્યાં કોરોના નહીં ફેલાયો હોય ત્યાં 20 એપ્રિલ પછી અમુક શરતોએ છૂટ આપવામાં આવશે. વડાપ્રધાને એવું પણ કહ્યું છે કે, જે જગ્યાઓ હોટસ્પોટમાં ફેરવાય તેવી શંકા છે ત્યાં કડક નજર રાખવામાં આવશે. તેથી આગામી એક સપ્તાહ સુધી કડક વલણ અપનાવવામાં આવશે. 20 એપ્રલ સુધી દરેક શહેર, જિલ્લા અને રાજ્ય પર કડક નજર રાખવામાં આવશે.

1) આ સુવિધાઓ 3 મે સુધી બંધ

2) હોટસ્પોટ અને કન્ટેનમેન્ટ ઝોન વિશે ગાઈડલાઈન

 • કોરોના વાઈરસના ઈન્ફેક્શનને વધારતા વિસ્તારોને ભારત સરકારના સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી નક્કી કરેલી ગાઈડલાઈન પ્રમાણે હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.
 • રાજ્ય, કેન્દ્ર શાસિત પ્રદેશ અને જિલ્લા પ્રશાસને તેમની ગાઈડલાઈન પ્રમાણે હોટસ્પોટ અંતર્ગત આવતા વિસ્તાકોને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવા.
 • કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર કોઈ પણ પ્રકારની ગતિવિધિન ન થઈ શકે. કન્ટેન્ટમેન્ટ ઝોનની મર્યાદામાં આવતા વિસ્તારોને કડક રીતે નિયંત્રણમાં લેવા જોઈએ. મેડિકલ અને લો એન્ડ ઓર્ડર જેવી જરૂરી સેવાઓને છોડીને કન્ટેન્ટમેન્ટ ઝોનની અંદર અને બહાર લોકોને મૂવમેન્ટ નહીં કરવા દેવામાં અવાય. આ વિશે જોડાયેલી ગાઈડલાઈનનું કડક રીતે પાલન કરાવવામાં આવશે.

3. નક્કી કરેલી ગતિવિધિઓને 20 એપ્રિલથી મંજૂરી અપાશે

4. લોકડાઉન ગાઈડલાઈનનું કડક રીતે પાલન થવું

 • રાજ્ય સરકારે તેમના વિસ્તારોમાં લોકડાઉનની ગાઈડલાઈનમાં કોઈ પણ પ્રકારની છૂટ ન આપવી

5. દરેક પ્રકારની સ્વાસ્થય સેવાઓ ચાલુ રહેશે

 • હોસ્પિટલ, નર્સિંગ હોમ, ક્લિનિક, ટેલિમેડિસિન સેવાઓ
 • ડિસ્પેન્સરી, કેમિસ્ટ, ફાર્મસી, જન ઔષધી કેન્દ્રો સહિત દરેક દવાની દુકાનો અને મેડિકલ ઈક્વિપમેન્ટની દુકાનો
 • મેડિકલ લેબ અને કલેક્શન સેન્ટર
 • ફાર્મા અને મેડિકલ રિસર્ચ લેબ, કોરોના સાથે જોડાયેલી રિસર્ચ સંસ્થાઓ
 • વેટરનરી હોસ્પિટલ, ડિસ્પેન્સરી ક્લિનિક, પેથોલોજી લેબ, વેક્સીન અને દવાઓનું વેચાણ

6. ખેતી સાથે જોડેયાલી દરેક ગતિવિધિઓ ચાલુ રહેશે

 • ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતીના કામ કરતા અન્ય લોકો
 • એમએસપી ઓપરેશન્સ સહિત કૃષિ ઉત્પાદનની ખરીદી કરતી એજન્સીઓ
 • રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા યાર્ડ

7. પબ્લિક પ્લેસ વિશે ગાઈડલાઈન

8. વર્ક પ્લેસ વિશે ગાઈડલાઈન

20 એપ્રિલથી દુકાન ખુલી રહી શકશે, પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે 

 • જરૂરી સામાન ઉપલ્બ્ધ કરાવવા વાળી ઈ-કોમર્સ કંપનીઓ
 • જરૂરી સામાન વેચતી કરિણાયાની દુકાનો, રાશનની દુકાનો
 • ફળ-શાકભાજીની લારી, સાફ-સફાઈનો સામાન વેચતી દુકાનો
 • ડેરી અને દૂધની દુકાનો, પોલ્ટ્રી, મટન, માછલી અને ચારો વેચતી દુકાનો
 • જિલ્લા પ્રશાસનની એ જવાબદારી હશે કે આ તમામ સેવાઓની હોમ ડિલિવરીની સગવડ કરવામાં આવે જેથી લોકો ઘરની બહાર ન નીકળે

સામાન/ કાર્ગોની અવરજવર ચાલું રહેશે 

 • તમામ પ્રકારના સામાનની અવર જવર ચાલું રહેશે, રેલવે દ્વારા સામાન અને પાર્સલ મોકલી શકાશે
 • વિમાનોનો પણ કાર્ગો, મદદ અને લોકોને કાઢવામાં ઉપયોગ કરી શકાશે.
 • પોર્ટથી દેશની અંદર અને બહાર રસોઈ ગેસ, ખાદ્ય સામગ્રી અને મેડિકલ સપ્લાઈ થઈ શકશે
 • રોડ માર્ગે જરૂરિયાતનો સામાન લઈ જનારા ટ્રક-ગાડીઓની અવર જવર થઈ શકશે. જેમાં બે ડ્રાઈવર અને એક હેલ્પરને મંજૂરી આપવામાં આવશે.

તમામ કેન્દ્રીય કાર્યાલય અને તેની સાથે જોડાયેલી ઓફિસ ચાલુ રહેશે 

 • કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો હેઠળ આવનારા ડિપાર્ટમેન્ટ્સ અને ઓફિસમાં ડેપ્યુટી સેક્રેટરી અને તેના ઉપરના અધિકારીઓની 100% હાજરી ફરજીયાત હશે. જેથી નીચેના 33%થી વધારે અધિકારીઓ અને અન્ય સ્ટાફને જરૂરીયાત પ્રમાણે ઓફિસ આવવું પડશે.
 • સશસ્ત્ર બળ, સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ, હવામાન વિભાગ, કેન્દ્રીય સૂચના પંચ, એફસીઆઈ, નેહરુ યુવા કેન્દ્ર અને કસ્ટમની ઓફિસમાં કોઈ પણ અડચણ વગર કામ થશે.
 • રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની કાર્યાલય અને તેની સાથે જોડાયેલી ઓફિસ પણ ચાલુ રહેશે
 • પોલીસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સ, ફાયર અને ઈમરજન્સી સર્વિસ, જેલ જેવી ઓફિસમાં કામકાજ ચાલું રહેશે
 • આ ઉપરાંત રાજ્યોના અન્ય વિભાગમાં સ્ટાફની સિમીત સંખ્યા સાથે કામ કરવામાં આવશે. ગ્રુપ A અને Bના અધિકારીઓને જરૂર પડ્યે ઓફિસ આવવું પડશે. ગ્રુપ સી અને તેની નીચેના 33 ટકા કર્મચારીઓએ સાથે કામ કરવું પડશે.
 • જિલ્લા પ્રશાસન અને ટ્રેઝરીમાં કર્મચારીઓની સીમિત સંખ્યા સાથે કામ કરાશે, જો કે જરૂરી સેવાઓની ડિલીવરીમાં લાગેલા કર્મચારીઓને છૂટ રહેશે.
 • વન વિભાગના કર્મચારીની પક્ષીઘર, નર્સરી, વૃક્ષની સિંચાઈ અને જંગલમાં આગ પર કાબુ મેળવનારા લોકો કામ કરી શકશે.
અન્ય સમાચારો પણ છે...