કોરોના સંક્રમણમાં ટોપ-10 રાજ્યો:6 રાજ્ય એવા જ્યાં સાજા થનારાઓની સંખ્યા દાખલ દર્દીઓથી વધુ, આંધ્રપ્રદેશની સ્થિતિ સૌથી સારી

નવી દિલ્હી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધારે 66% લોકો આંધ્રપ્રદેશમાં અને ત્યારબાદ 60% રાજસ્થાનમાં સાજા થયા છે
  • બિહાર, ગુજરાત અને મધ્યપ્રદેશમાં રોજ સૌથી ઓછા 2 થી 5 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે

સૌથી વધારે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પશ્વિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને બિહાર છે. જેમાંથી તમિલનાડુ, ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં જેટલા દર્દી હોસ્પિટલમાં દાખલ છે, તેમાથી વધારે સાજા થયા છે. આંધ્રપ્રદેશમાં 66, રાજસ્થાનમાં 60% અને ઉત્તરપ્રદેશમાં 59% દર્દી સાજા થઈ ચુક્યા છે. 

રાજ્યહોસ્પિટલમાં દર્દીસાજા થયા 
મહારાષ્ટ્ર3894818616
તમિલનાડુ867610548
દિલ્હી84707495
ગુજરાત66098003
રાજસ્થાન31214855
મધ્યપ્રદેશ30824050
ઉત્તરપ્રદેશ27584215
પશ્વિમ બંગાળ25731668
આંધ્રપ્રદેશ10532133
બિહાર21201050

સૌથી સારી સ્થિતિ આંધ્રપ્રદેશ, પછી રાજસ્થાનની 
સંક્રમિત થયેલા દર્દી અને તેમની તુલનામાં સાજા દર્દીઓની સંખ્યા જોવામાં આવે તો સૌથી વધારે 66% લોકો આંધ્રપ્રદેશમાં અને ત્યારબાદ 60% રાજસ્થાનમાં સાજા થયા છે. અહીંયા પણ મહારાષ્ટ્ર 31% સાથે સૌથી નીચે છે. આંધ્રપ્રદેશ આ હિસાબથી સારુ રાજ્ય છે કે ત્યાં સૌથી વધારે પ્રભાવિત રાજ્યોની સરખામણીએ ટેસ્ટ વધારે થઈ રહ્યા છે.

રાજ્યસાજા થયાપ્રતિદિન તપાસ
આંધ્રપ્રદેશ66 ટકા9-10 હજાર 
રાજસ્થાન60 ટકા10-14 હજાર
ઉત્તરપ્રદેશ59 ટકા4-6 હજાર
તમિલનાડુ54 ટકા10-12 હજાર
મધ્યપ્રદેશ54 ટકા3-5 હજાર
ગુજરાત51 ટકા3-4 હજાર
દિલ્હી46 ટકા4-6 હજાર
પશ્વિમ બંગાળ37 ટકા8-9 હજાર
બિહાર33 ટકા2-2.5 હજાર

મહારાષ્ટ્ર

31 ટકા14-15 હજાર

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે વારં વાર ટેસ્ટીંગ શક્ય નથી. 
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને બે દિવસ પહેલા જ કહ્યું હતું કે, દેશમાં જરૂરિયાત પ્રમાણે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોખમ વાળા અથવા પછી બિમારીના લક્ષણ વાળા લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. સ્થિતિને ધ્યાનમાં રાખતા સમય સમયે સ્ટ્રેટજી બદલવામાં આવી રહી છે. દરરોજ 1.60 લાખ ટેસ્ટ કરવાની કેપેસિટી છે. અત્યાર સુધી 32 લાખ 44 હજાર 884 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, 1.3 અબજની વસ્તીનું વારંવાર ટેસ્ટ મોંઘુ તો પડશે પણ સાથે જ તે અશક્ય છે.

અન્ય સમાચારો પણ છે...