તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Coronavirus India Situation Latest Update; Health Ministry's Joint Secretary, Lav Agarwal Press Briefing​ Today

રાહતના સમાચાર:કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે જોખમી હોવોના કોઈ પુરાવા નથી: ડૉ. ગુલેરિયા

8 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવા કેસમાં ઘટાડો થતાં હવે હોસ્પિટલમાં ઘણાં બેડ ખાલી જોવા મળી રહ્યા છે - Divya Bhaskar
નવા કેસમાં ઘટાડો થતાં હવે હોસ્પિટલમાં ઘણાં બેડ ખાલી જોવા મળી રહ્યા છે

દેશમાં કોરોનાની બીજી લહેર નબળી થતાં દેશમાં કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્રીજી લહેર બાળકો માટે જોખમી હોવાના સમાચારોની વચ્ચે સરકારે એક રાહત આપતો દાવો કર્યો છે. એમ્સના ડિરેક્ટર ડૉ. ગુલેરિયાએ જણાવ્યું છે કે, ભારત અથવા દુનિયામાં જોવા જઈએ તો એવો કોઈ ડેટા મળ્યો નથી જેમાં એવું દર્શાવવામાં આવ્યું હોય કે બાળકોમાં કોરોનાનું ગંભીર સંક્રમણ થાય છે. એવા કોઈ પુરાવા મળ્યા નથી જેના આધારે કહી શકાય કે, ત્રીજી લહેર બાળકો માટે જોખમી સાબીત થશે. ડૉ. ગુલેરિયાએ કોરોનાની સ્થિતિ વિશે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કરી છે.

રિકવરી રેટ 94.3%, એક્ટિવ કેસ ઘટીને 13 લાખ થયા
સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે, દેશમાં એક્ટિવ કેસ ઘટીને 13 લાખ થઈ ગયા છે. હોમ આઈસોલેશન અને હોસ્પિટલ મળીને રિકવરી રેટ 94.3% થયો છે. 1થી 7 જૂન સુધીમાં પોઝિટિવ રેટમાં 6.3%નો ઘટાડો થયો છે. તેમણે કહ્યું છે કે, 7 મેના રોજ દેશમાં એક દિવસમાં 4.14 લાખ નવા કેસ નોંધાયા હતા. હવે તે એક લાખ કરતાં પણ ઓછા થઈ ગયા છે.

સરકારના જણાવ્યા પ્રમાણે, ભારતમાં દર 10 લાખની વસતી પર 20,822 કેસ નોંધાયા છે. 252 લોકોના મોત થયા છે. જે દુનિયામાં સૌથી ઓછા છે.

એક સપ્તાહમાં નવા કેસમાં 33%નો ઘટાડો
આ સિવાય છેલ્લા 24 કલાકમાં દેશમાં 86,498 કેસ નોંધાયા છે. તે 3 એપ્રિલ પછી અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. 4 મેના રોજ 531 એવા જિલ્લા હતા, જ્યાં રોજ 100થી વધારે કેસ નોંધાયા હતા. હવે આવા જિલ્લાની સંખ્યા 209 થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહમાં નવા કેસમાં 33% અને એક્ટિવ કેસમાં 65%નો ઘટાડો નોંધવામાં આવ્યો છે. હવે 15 રાજ્યોમાં પોઝિટિવિટી રેટ 5% કરતાં ઓછા થઈ ગયો છે.

વેક્સિનેશન ડ્રાઈવ પર નિર્ણય ઘણાં એનાલિસિસ પછી
પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડૉ. વી કે પોલને સવાલ કરવામાં આવ્યો હતો કે, શું વેક્સિનેશન પોલિસી પર નિર્ણય સુપ્રીમ કોર્ટના નિવેદન પછી લેવામાં આવ્યો છે? આ વિશે તેમણે કહ્યું કે, તેઓ સુપ્રીમ કોર્ટની ચિંતાનું સન્માન કરે છે. પરંતુ સરકાર ડી-સેન્ટ્રલાઈઝેશનના મોડલને લાગુ કર્યા પછી એક મેથી તેની સમીક્ષા કરવામાં આવતી હતી. આ પ્રમાણેના નિર્ણયો ઘણી ચર્ચા-વિચારણાં પછી લેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...