તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દેશમાં કોરોનામાં રાહત:25 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં એક્ટિવ કેસ ઘટી રહ્યાં છે; પીએમ મોદીએ કહ્યું- આપણે વિશ્વભરમાં વેક્સીન પહોંચાડવાની છે; અત્યારસુધીમાં 74.92 લાખ કેસ

નવી દિલ્હી7 દિવસ પહેલા
આ ફોટો મુંબઈનો છે. શનિવારે અહીં મેટ્રો ટ્રેનો ફરીથી શરૂ કરવામાં આવી છે
  • દેશમાં અત્યાર સુધીમાં 1.14 લાખ લોકોના થયા છે મોત, 7.83 લાખ દર્દીઓનો ચાલી રહી છે સારવાર
  • સ્વસ્થ થનારાઓનો આંકડો 65.94 લાખે પહોંચ્યો, ટેસ્ટિંગનો આંકડો 9.3 કરોડથી વધુ થયો

દેશમાં હાલ ઝડપથી એક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. 25 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં એક્ટિવ કેસ ઘટી રહ્યાં છે, જ્યારે 10 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્ય એવા છે જ્યાં હજુ પણ એક્ટિવ કેસ વધી રહ્યાં છે. જેમાં અરૂણાચલ પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ, મણીપુર, મેઘાલય, નાગાલેન્ડ અને પશ્ચિમ બંગાળ સામે છે.

જો કે, આ રાજ્યોમાં પણ કેસ વધવાની ગતિ પહેલેથી જ અપેક્ષા કરતા ઓછી જ રહી છે. આંકડા પર નજર નાખવામાં આવે તો હાલના સમયમાં કુલ એક્ટિવ કેસ 78.45% અને અત્યાર સુધીમાં જીવ ગુમાવનારાઓ 75.93% દર્દી દેશના 10 રાજ્યોમાંથી છે.

આ વચ્ચે, દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 74 લાખ 92 હજાર 452 થઈ ગઈ છે. રાહતની વાત એ છે કે જેમાં 65 લાખ 94 હજાર 129 લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 7 લાખ 83 હજાર 127 દર્દીઓનો હાલ ઈલાજ ચાલી રહ્યો છે. સંક્રમણને પગલે અત્યાર સુધી 1 લાખ 14 હજાર 60 દર્દીઓના મોત થઈ ગયા છે. ટેસ્ટિંગના આંકડા 9.3 કરોડથી વધુ થઈ ગયા છે

સમગ્ર વિશ્વ સુધી વેક્સિન પહોંચાડવાના પ્રયાસ કરવા પડશે-PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કોરોના વાઈરસની સ્થિતિ તથા વેક્સિનના વિતરણની તૈયારીને લઈ એક સમીક્ષા બેઠક યોજી હતી. જેમા તેમણે કહ્યું કે અત્યારે બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, ભૂટાન, માલદીવ, મોરિશિયસ, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોમાંથી વેક્સિનના ટ્રાયલ માટે સમજૂતી થઈ છે. જોકે આપણે તેને અહીં પૂરતી મર્યાદિત રાખવી જોઈએ નહીં. સૌએ સાથે મળી પ્રયાસ કરવા પડશે કે વેક્સિન આવવાના સંજોગોમાં સમગ્ર વિશ્વને તેનો લાભ મળી શકે.

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે દેશમાં અત્યારે 3 પ્રકારની વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. તેમા એક વેક્સિનનો ટ્રાયલ એડવાન્સ સ્તર પર છે, જ્યારે અન્ય બે વેક્સિન ફેઝ-2 હેઠળ છે. ICMRના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં જ સંશોધન કર્યું છે કે વાઈરસ જેનેટીકલી સ્ટેબલ છે અને તેમા કોઈ મોટું પરિવર્તન આવી રહ્યું નથી.

કોરોના અપડેટ્સ

  • મહારાષ્ટ્ર સરકારે દશેરાથી જિમ અને ફિટનેસ સેન્ટરને ફરી ખોલવાની મંજૂરી આપ દીધી છે. માર્ચથી જ કોરોના સંકટને જોતા તેને બંધ કરવામાં આવ્યું હતું.
  • જમ્મુ કાશ્મીર સરકારે રાજ્યમાં મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા માટે શનિવારે 238 કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી દીધી છે. જેમાં રાજ્યની હોસ્પિટલમાં ઓક્સીજન સપ્લાઈ કરવામાં આવશે.
  • ભારતમાં રશિયન વેક્સીન સ્પુતનિક વીના બીજા અને ત્રીજા તબક્કાના ક્લીનિકલ ટ્રાયલને મંજૂરી મળી ગઈ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ)એ ટ્રાયલની મંજૂરી આપી દીધી છે. ટ્રાયલથી દેશમાં મોટા પાયે વેક્સીનની અસરની જાણ થઈ શકશે. 16 સપ્ટેમ્બરે રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ અને ડૉ. રેડ્ડી વચ્ચે ભારતમાં સ્પુતનિક વીના ટ્રાયલ અને ડિસ્ટ્રીબ્યૂશનને લઈને સહમતી બની હતી.
  • દેશમાં કોરોનાના આંકડા સતત રાહત આપી રહ્યાં છે. શુક્રવારે 62 હજાર 104 કેસ આવ્યાં તો 70 હજાર 386 દર્દી ઠીક થઈ ગયા છે. 839ના મોત નિપજ્યા છે. એક્ટિવ કેસ ઘટીને આઠ લાખથી નીચે આવી ગયા છે. નવ રાજ્ય અને ચાર કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 90 ટકાથી વધુ દર્દી સ્વસ્થ થઈ ગયા છે, જે નેશનલ એવરેજ 87.8%થી વધુ છે. બાકી રાજ્યોમાં પણ આ આંકડો 80%ની આસપાસ કે તેનાથી ઉપર છે.
  • શનિવારથી મુંબઈમાં 7 મહિના પછી ફરીથી મેટ્રો ટ્રેન શરૂ થઈ. મુંબઈ મેટ્રો વન પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પણ તમામ મેટ્રો ટ્રેન અને સ્ટેશનને સંપૂર્ણ રીતે સેનિટાઈઝ કરવામાં આવ્યું.
  • તમિલનાડુમાં શનિવારે સંક્રમણના 4295 નવા કેસ સામે આવ્યા અને 57 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા હવે 6 લાખ 83 હજાર 486 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 10 હજાર 586 લોકો અહીં જીવ ગુમાવી ચુક્યા છે.
  • મિઝોરમમાં શનિવારે સંક્રમણનો કોઈ નવો મામલો સામે નથી આવ્યો. જ્યારે કે પહેલાંથી બીમાર ચાલી રહેલા 4 દર્દી સ્વસ્થ થઈ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

પાંચ રાજ્યોની સ્થિતિ
1.મધ્યપ્રદેશ

રાજ્યમાં શુક્રવારે 1352 લોકો સંક્રમિત થયા છે અને 1556 લોકો સાજા થયા છે. 25 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 57 હજાર 936 લોકો કોરોના પોઝિટીવ થયા છે. જેમાં 13 હજાર 928 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 41 હજાર 273 લોકો સાજા થયા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 2735 દર્દીઓના મોત થયા છે. ટેસ્ટિંગનો આંકડો પણ વધીને 25.3 લાખ થઈ ગયો છે.

2. રાજસ્થાન
શુક્રવારે રાજ્યમાં 2010 નવા કેસ નોંધાયા છે. 2201 લોકો રિકવર થયા અને 15 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 1 લાખ 69 હજાર 289 લોકો સંક્રમણના સંકજામાં આવી ચુક્યા છે. જેમાંથી 21 હજાર 381 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 46 હજાર 185 લોકો સાજા થઈ ચુક્યા છે. 1723 લોકો કોરોનાથી પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

3. બિહાર
રાજ્યમાં શુક્રવારે 1062 દર્દી નોંધાયા, 1454 લોકો રિકવર થયા અને 9 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 2 લાખ 1 હજાર 887 લોકો સંક્રમિત થયા છે. જેમાં 10 હજાર 649 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 1 લાખ 90 હજાર 256 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણના કારણે અત્યાર સુધી 981 દર્દીઓના મોત થયા છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં શુક્રવારે 11 હજાર 447 નવા કેસ નોંધાયા અને 13 હજાર 885 લોકો રિકવર થયા. 306 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 79.9 લાખ લોકોની તપાસ થઈ ચુકી છે. જેમાંથી 15 લાખ 76 હજાર 62 લોકો સંક્રમિત થયા છે. આ સંક્રમિતોમાં 13 લાખ 44 હજાર 368 લોકો સાજા થયા છે, જ્યારે 1 લાખ 89 હજાર 715 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. સંક્રમણથી 41 હજાર 502 લોકોના મોત થયા છે.

5. ઉત્તરપ્રદેશ
રાજ્યમાં શુક્રવારે 1.7 લાખ લોકોની તપાસ થઈ અને આમાથી 2552 લોકો સંક્રમિત નોંધાયા. 3538 લોકો રિકવર થયા અને 46 સંક્રમિતોના મોત થયા. અત્યાર સુધી 4 લાખ 49 હજાર 935 લોકો સંક્રમિત થયા છે. જેમાં 4 લાખ 8 હજાર 83 લોકો સાજા થઈ ચુક્યા છે, જ્યારે 6589 દર્દીઓના મોત થયા છે. અત્યાર સુધી 1.3 કરોડ લોકોની તપાસ થઈ ચુકી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો