કોરોના ઈન્ડિયા LIVE:6.97 લાખ કેસઃ કેરળમાં એક વર્ષ સુધી ગાઈડલાઈન લાગુ; મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 6,555 કેસ આવ્યા

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કેરળમાં કોરોના વાઈરસની ગાઈડલાઈન્સ જુલાઈ, 2021 સુધી જારી રહેશે
  • કેરળમાં જાહેર સ્થળો પર માસ્ક નહીં પહેરનારને 10 હજાર દંડ થશે
  • દેશમાં સાજા થયેલા દર્દીની સંખ્યા 60%થી વધુ
  • વિશ્વમાં સૌથી વધુ કોરોના અસરગ્રસ્ત દેશમાં અમેરિકા પહેલા અને બ્રાઝીલ બીજા સ્થાને

કેરળ સરકારે રાજ્યમાં કોરોનાને લગતી ગાઈડલાઈન એક વર્ષ માટે અમલી બનાવી છે. તેમાં માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, લગ્ન તેમ જ એવા સમારંભો કે જેમાં મર્યાદિત સંખ્યામાં લોકો ભાગ લઈ શકે તેવા નિયંત્રણોનો પણ સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ જાહેર સ્થળ પર માસ્ક નહી પહેરેલુ હોય તો એવી વ્યક્તિને 10 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે. કેરળમાં 5 હજારથી વધારે કેસ નોંધાયા છે અને અહીં સંક્રમણથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6,555 નવા કેસ અને 151 લોકોના મોતઃગઈકાલે 7,074 કેસ નોંધાયા હતા
મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 6,555 નવા કેસ આવ્યા છે અને 151 લોકોના મોત થયા છે, આ સાથે રાજ્યમાં કુલ કોરોના કેસની સંખ્યા 2,06,619 અને મૃતકોની કુલ સંખ્યા 8,822 થઈ છે. હાલમાં 86,040 સક્રિય કેસ છે. ગઈકાલે મહારાષ્ટ્રમાં 7,074 કેસ આવ્યા હતા અને 295 લોકોના મોત થયા હતા

કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખ 97 હજાર 69 થઈ ગઈ છે. જ્યારે સાજા થયેલા કુલ દર્દીની સંખ્યા પણ  4 લાખ 24 હજાર 885 થઈ છે. એટલે દેશમાં રિકવરી રેટ 60%થી વધુ થઈ ગયો છે. તો બીજી બાજુ લગભગ 7 રાજ્ય એવા છે, જ્યાં સાજા થનારા દર્દીઓનો રિકવરી રેટ 75%થી વધુ છે. 4 રાજ્યોમાં તો 80%થી વધુ છે. આ પૈકી ચંદીગઢ મોખરે છે. અહીં 86.06% દર્દી રિકવર થઈ ગયા છે. આ આંકડા covid19india.org પ્રમાણે છે. 

દિલ્હીમાં વિશ્વનું સૌથી મોટુ કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન કરાયું
રાજધાની દિલ્હીના રાધાસ્વામી સત્સંગ બ્યાસ પરિસરમાં 10 હજાર બેડ ધરાવતા કોવિડ સેન્ટરનું ઉપરાજ્યપાલ અનિલ બૈજલે રવિવારે ઉદઘાટન કર્યું હતું. તેનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ કોવિડ કેર સેન્ટર રાખવામાં આવ્યુ છે. તે કોરોના દર્દી માટે તૈયાર કરવામાં આવેલુ વિશ્વનું સૌથી મોટુ સેન્ટર છે. આ ઉપરાંત દિલ્દી કેન્ટમાં એક હજાર બેડની ક્ષમતા ધરાવતું અન્ય એક કોવિડ સેન્ટરનું સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહે ઉદઘાટન કર્યું હતું.આ સેન્ટરને DRDO દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે.

શનિવારે વિક્રમજનક કેસ નોંધાયા હતા
દરમિયાન શનિવારે રેકોર્ડ 24108 દર્દી વધ્યા હતા જ્યારે 14 હજાર 327 દર્દી સાજા થયા હતા.મહારાષ્ટ્રમાં કોરોનાના 2 લાખથી વધુ દર્દી થઈ ગયા છે, જ્યારે 8671 લોકોના મોત થયા છે.તો બીજી બાજુ ભારત હવે 611 સંક્રમિતોથી રશિયા કરતા પાછળ છે. ભારત હવે ટૂંક સમયમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યામાં રશિયાને પાછળ છોડી દેશે. એટલે કે ભારત વિશ્વમાં સૌથી વધારે કોરોના દર્દી ધરાવતો ત્રીજા ક્રમનો દેશ બની જશે. અત્યારે અમેરિકા પહેલા અને બ્રાઝીલ બીજા નંબરે છે. આ બન્ને દેશ પછી ભારતમાં જ દરરોજ સંક્રમણના સૌથી વધુ નવા કેસ આવી રહ્યા છે.

પંજાબમાં વિશ્વવિદ્યાલય અને કોલેજોની પરીક્ષા રદ, વિદ્યાર્થી ગત વર્ષના માર્ક્સ પ્રમાણે પ્રમોટ થશે
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે રાજ્યમાં કોવિડ સંકટના કારણે વિશ્વવિદ્યાલય અને કોલેજની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. જો કે, ઓનલાઈન પરીક્ષા લેવા વાળા ઘણા વિશ્વવિદ્યાલયોની પરીક્ષા કોઈ પણ પ્રકારની રોક ટોક વગર ચાલું રહેશે.

કોરોના અપડેટ્સ

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ટ્વિટ કરીને જણાવ્યું કે, રાજધાનીમાં હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. વધુમાં વધુ લોકો ઘરે રહીને સાજા થઈ રહ્યા છે. ગત સપ્તાહે દરરોજ 2300થી  વધુ દર્દી સામે આવ્યા હતા. હોસ્પિટલમાં 9900 બેડ પણ હજુ ખાલી છે.
  • કર્ણાટકના કુલબર્ગીમાં આજે પૂર્ણ લોકડાઉન જોવા મળી રહ્યું છે. રાજ્ય સરકારે આખા રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી દરેક રવિવારે લોકડાઉનની જાહેરાત કરી છે. 
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, ચાર જુલાઈ સુધી 97 લાખ 89 હજાર 66 ટેસ્ટ કરાયા છે. શનિવારે એક દિવસમાં 2 લાખ 48 હજાર 934 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.
  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે પોતાના આંકડા જાહેર કર્યા હતા. જેના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 24 હજાર 850 કેસ સામે આવ્યા છે અને 613 લોકોના મોત થયા છે. આ સાથે દેશભરમાં દર્દીઓની સંખ્યા કુલ 6 લાખ 73 હજાર 165 થઈ ગઈ છે. જેમાંથી 2 લાખ 44 હજાર 814 એક્ટિવ દર્દી છે.સાથે જ 4 લાખ 9 હજાર 83 લોકો સાજા થઈ ચુક્યા છે. સાથે જ અત્યાર સુધી 19 હજાર 268 લોકોના મોત થયા છે.

રાજ્યોની સ્થિતિ
મધ્યપ્રદેશઃ 
ઈન્દોર જીલ્લામાં રવિવારે સવારે 23 કેસ સામે આવ્યા હતા. આ સાથે જ અહીંયા સંક્રમિતોની સંખ્યા 4833 થઈ ગઈ છે. રાહતના સમાચાર તો એ છે કે અત્યાર સુધી 3772 સંક્રમિત દર્દી સાજા થઈ ચુક્યા છે. સાથે જ દેવી અહિલ્યાબાઈ હોલ્કર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક પ્રાઈવેટ ફ્લાઈટ કુવૈતથી 154 લોકોને લઈને અહીંયા પહોંચી હતી.

શનિવારે એક દિવસમાં સૌથી વધુ થાણેમાં 2,285 મુંબઈમાં 1,375 અને પૂણેમાં 1,022 કેસ સામે આવ્યા હતા. અહીંયા સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં શુક્રવારે કોરોના વાઈરસ સંક્રમણના આઠ નવા કેસ સામે આવ્યા હતા સાથે જ અહીંયા સંક્રમિતોની સંખ્યા વધીને 2309 થઈ ગઈ છે.

મહારાષ્ટ્રઃ રાજ્યની પોલીસે રવિવારે જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં વિભાગના 30 કર્મચારી પોઝિટિવ મળ્યા હતા. સાથે 4ના મોત થયા છે. આ સાથે જ અત્યાર સુધી 5205 જવાન, અધિકારી અને અન્ય સ્ટાફ સંક્રમિત થઈ ચુક્યો છે. જેમાંથી 407 દર્દી સાજા પણ થયા છે.

શનિવારે એક દિવસમાં સૌથી વધુ થાણેમાં 2,285 મુંબઈમાં 1,375 અને પૂણેમાં 1,022 કેસ સામે આવ્યા હતા. અહીંયા સૌથી મોટા ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં શુક્રવારે કોરોના વાઈરસ સંક્રમણના આઠ નવા કેસ સામે આવ્યા હતા સાથે જ અહીંયા સંક્રમિતોની સંખ્યા વધીને 2309 થઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશઃ  બહરાઈચમાં રવિવારે સવારે 5 પોઝિટિવ મળ્યા હતા. હવે જિલ્લામાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 134 થઈ ગઈ છે. તો બીજી બાજુ બલરામપુરમાં બે સ્વાસ્થ્યકર્મી અને એક બેન્ક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જીલ્લામાં 91 સંક્રમિત થઈ ગયા છે. આ સાથે જ સમાચાર આવ્યા છે કે મંત્રી રાજેન્દ્ર પ્રતાપ સિંહ પછી હવે આયુષ રાજ્યમંત્રી ડો. ધર્મ સિંહ સૈની પણ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.
બારાબંકી જીલ્લામાં શનિવારે 15 નવા દર્દી મળ્યા હતા. જેમાં 10 PACના જવાન છે. આ સાથે જીલ્લામાં સંક્રમિતોની સંખ્યા 111 થઈ ગઈ છે. સિદ્ધાર્થનગરમાં એક મહિલા સહિત બે લોકો સંક્રમિત થયા હતા. તો બીજી તરફ આગરાના લાલ કિલા અને તાજમહેલને 6 જુલાઈથી ફરી ખોલવામાં આવશે. તંત્ર તરફથી આ અંગે તૈયારીઓ શરૂ કરાઈ છે. 

રાજસ્થાનઃ રાજસ્થાનમાં રવિવારે 224 કેસ સામે આવ્યા છે. પ્રતાપગઢમાં 48, પાલીમાં 33, જયપુરમાં 31, અલવરમાં 23, જાલૌરમાં 18, બીકાનેરમાં 12, ભરતપુરમાં 08, અજમેર, દૌસા અને ઝૂંઝૂનૂમાં 7-7, રાજસમંદમાં 6, કોટામાં 05, બારાં અને ઉદેયપુરમાં 4-4, ભીલવાડા, ઝાલાવાડ અને ટોંકમાં 3-3, ચૂરુ અને ડૂંગરપુરમાં 1-1 દર્દી મળ્યા હતા. 

રાજસ્થાનમાં શનિવારે 204 કેસ સામે આવ્યા હતા. બાડમેરમાં 36, બીકાનેરમાં 25, નાગોરમાં 23, ધૌલપુર અને પાલીમાં 21-21, રાજધાની જયપુરમાં 17, ડુંગરપુરમાં 13,જાલૌર અને ઝૂંઝૂનૂમાં 11-11 કોટામાં આઠ, ઉદેયપુરમાં ચાર, ભરતપુર, દૌસા, કરોલીમાં ત્રણ ત્રણ, રાજસમંદ અને સવાઈ માધોપુરમાં એક એક સંક્રમિત મળ્યા હતા.

બિહારઃ મધુબનીમાં રવિવારે સવારે 12 દર્દી મળ્યા હતા. ત્યારપછી શહેરને ત્રણ દિવસ માટે સીલ કરવાનો નિર્ણય લેવાયો છે. તો બીજી તરફ વિધાન પરિષદના અધ્યક્ષ અવધેશ નારાયણ સિંહના કોરોના પોઝિટિવ મળ્યા પછી તેમના સંપર્કમાં આવેલા મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીનો પણ ટેસ્ટ કરાયો હતો. નીતિશ કુમારનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો આ તરફ મુઝફ્ફપુર જિલ્લામાં અત્યાર સુધી 21 ડોક્ટર સંક્રમિત મળી આવ્યા છે.

પટનામાં શનિવારે એક કોરોના દર્દીઓનું મોત થયું છે. આ પહેલા રાજ્યમાં શુક્રવારે 6 લોકોના મોત થયા હતા. તો બીજી બાજુ રાજ્યના અત્યાર સુધી 6થી વધુ નેતા સંક્રમિત થયા છે. સાથે જ 12થી વધુ અધિકારી પણ પોઝિટિવ મળ્યા છે. બિહારમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11 હજારને પાર કરી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...