તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના દેશમાં:હેલ્થકેર વર્કર્સને સૌથી પહેલા વેક્સિન લગાવવાની તૈયારી, દિલ્હી સરકારે હોસ્પિટલો પાસેથી માહિતી મંંગાવી

નવી દિલ્હી4 મહિનો પહેલા
દિલ્હીમાં ગુરુવારે કોરોનાના 3,734 નવા કેસ મળ્યા છે. અહીં સતત બીજા દિવસે 70,000થી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા - Divya Bhaskar
દિલ્હીમાં ગુરુવારે કોરોનાના 3,734 નવા કેસ મળ્યા છે. અહીં સતત બીજા દિવસે 70,000થી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા

દિલ્હી સરકારે કોરોના વેક્સિન મળતા જ તેને લગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. તે અંતર્ગત તમામ હોસ્પિટલો તથા નર્સિંગ હોમના હેલ્થકેર વર્કર્સનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેમને સૌથી પહેલા વેક્સિન આપવામાં આવશે.તેમના એનરોલમેન્ટ માટે તમામ હોસ્પિટલો પાસેથી ડેટા મંગાવવામાં આવ્યો છે.

સરકારે તેના માટે એક જાહેર નોટિસ પણ આપી છે. તે પ્રમાણે હેલ્થ વર્કર્સનો ડેટા દિલ્હી સ્ટેટ હેલ્થ મિશનની વેબસાઈટ પર આપવામાં આવેલી લિંક મારફતે અપલોડ કરવાનો છે. નોટિસમાં કહેવામાં આવ્યુ છે કે દિલ્હી સરકાર કોવિડ-19ના વેક્સિનેશન માટે હેલ્થ કેર વર્કર્સનું એનરોલમેન્ટ કરી રહી છે. અનેક રજિસ્ટર્ડ નર્સિંગ હોમ અને હોસ્પિટલો ઉપરાંત નાના ક્લિનિક પણ આ ડેટા આપી ચુક્યા છે.

મેડિકલ સ્ટાફના નામ માંગવામાં આવ્યા
દિલ્હી સરકારે બાકીના નર્સિંગ હોમ અને ક્લિનિક પાસેથી કામ કરનારા સ્ટાફના નામ મંગાવ્યા છે. તેમા એલોપેથિક, ડેન્ટલ, આયુષ, ફિઝિયોથેરાપી ક્લિનિક, ડાયગ્નોસ્ટિક લેબ, રેડિયોલોજી સેન્ટરના મેડિકલ, પેરામેડિકલ, સપોર્ટિંગ અને એડમિનિસ્ટ્રેટીવ સ્ટાફનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં સરકારી અને પ્રાઈવેટ હેલ્થ કેર વર્કર કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. આ પૈકી કેટલાક હજુ પણ પોઝિટિવ છે.

બીજી બાજુ દિલ્હીમાં ગુરુવારે કોરોનાના 3,734 નવા કેસ સામે આવ્યા હતા. અહીં સતત બીજા દિવસે 70,000થી વધારે ટેસ્ટ કરવામાં આવ્યા. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ ઘટીને 4.96 ટકા થયો છે. અહીં કુલ કેસની સંખ્યા 5 લાખ 82 હજાર 58 થઈ ગઈ છે. રિકવરી રેટ 93 ટકાથી વધારે છે.

કેન્દ્ર સરકારની તૈયારી
કેન્દ્રીય હેલ્થ મિનિસ્ટ્રીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એન્ટી-કોરોના વાઈરસ મળતા જ સ્પેશિયલ કોવિડ-19 ઈનોક્યુલેશન પ્રોગ્રામ હેઠળ તેને લગાવવામાં આવશે.સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યુ છે કે MBBS અને BDS ડોક્ટરો સાથે ઈન્ટર્ન, સ્ટાફ નર્સ, સહાયક નર્સ સહિતના સ્ટાફને વેક્સિનેટર માનવામાં આવે. પણ આ માટે શરત છે કે ઈન્જેક્શન લગાવવાનો અનુભવ હોવો જોઈએ.

રિકવર થનારા આંકડા 90 લાખને પાર
દેશમાં ગુરુવારે કોરોનાના 36 હજાર 546 નવા દર્દી નોંધાયા. 42 હજાર 973 સાજા થયા અને 541 લોકોનાં મોત થયાં. આ સતત પાંચમો દિવસ રહ્યો, જ્યારે 40 હજારથી ઓછા દર્દી નોંધાયા અને આનાથી વધુ સાજા થયા. અત્યારસુધીમાં 95.71 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 90.15 લાખ સાજા થઈ ચૂક્યા છે અને 1.39 લાખ લોકોનાં મોત થયાં છે. કુલ 4.14 લાખ એક્ટિવ કેસ વધ્યા છે, એટલે કે આટલા દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ આંકડો 21 જુલાઈ પછી સૌથી ઓછા છે. ત્યારે કુલ 4.12 લાખ એક્ટિવ કેસ હતા. આ આંકડા covid19india.org વેબસાઈટમાંથી લેવામાં આવ્યા છે.

પશ્ચિમ બંગાળમાં RT-PCR ટેસ્ટ હવે 950 રૂપિયામાં થશે
પશ્ચિમ બંગાળમાં કોરોનાનો RT-PCR ટેસ્ટ હવે 950 રૂપિયામાં થશે. સરકારે બે મહિનામાં બીજી વખત આ ટેસ્ટના ભાવ ઓછા કર્યા છે. ઓક્ટોબરમાં આની કિંમત 2250 રૂપિયાથી ઘટાડીને 1250 કરવામાં આવી હતી.

પાંચ રાજ્યની સ્થિતિ
1. દિલ્હી

અહીં ગુરુવારે 3734 કેસ નોંધાયા, 4834 દર્દી સાજા થયા અને 82 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 5.82 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 5.43 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 29 હજાર 120 લોકોની સારવાર ચાલી રહી છે. અહીં અત્યારસુધીમાં 65 લાખ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દરરોજ 70થી 75 હજાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

2. મધ્યપ્રદેશ
અહીં ગુરુવારે 1450 કેસ નોંધાયા, 1569 દર્દી સાજા થયા અને 13 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 2.10 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 1.93 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 13 હજાર 887 લોકોની સારવાર ચાલી રહી છે. અહીં અત્યારસુધીમાં 38 લાખ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દરરોજ 25થી 30 હજારની તપાસ કરવામાં આવી રહી છે.

3. ગુજરાત
અહીં ગુરુવારે 1540 કેસ નોંધાયા, 1417 દર્દી સાજા થયા અને 13 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 2.14 લાખ કેસ નોંધાયા છે, જેમાંથી 1.95 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 14 હજાર 823 લોકોની સારવાર ચાલી રહી છે. અહીં અત્યારસુધીમાં 80 લાખ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દરરોજ 65થી 70 હજાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

4. રાજસ્થાન
અહીં ગુરુવારે 2086 કેસ નોંધાયા, 3232 દર્દી સાજા થયા અને 20 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 2.74 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 2.46 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 25 હજાર 544ની સારવાર ચાલી રહી છે. અહીં અત્યારસુધીમાં 45 લાખ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દરરોજ 35થી 40 હજાર લોકોની તપાસ કરવામાં આવી રહી છે.

5. મહારાષ્ટ્ર
અહીં ગુરુવારે 5182 કેસ નોંધાયા, 8066 દર્દી સાજા થયા અને 115 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 18.37 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 17.03 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 85 હજાર 835ની સારવાર ચાલી રહી છે. અહીં અત્યારસુધીમાં 1 કરોડ 10 લાખ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દરરોજ 65થી 70 હજારની તપાસ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો